એશ્વર્યા અભિષેકદીકરી આરાધ્યાના જન્મદિવસની પાર્ટીના ફોટો થયા વાઇરલ તમે જોયા કે નહિ?

આરાધ્યાનો ૮મો જન્મદિવસ રહ્યો એકદમ સ્પેશિયલ, બચ્ચન પરિવારની પાર્ટીના ફોટોઝ જોઈને ખુશ થઈ જવાશે…

બોલીવુડની સૌથી પોપ્યુલર અને ફેવરિટ ફેમિલીઓમાં નામ કહીએ, તો એ છે, બચ્ચન પરિવાર. આ પરિવારની પ્રિન્સેસ આરાધ્યાનો ૮મો જન્મદિવસ શનિવારે ૧૬મી નવેમ્બરે ખૂબ રોનક અને ધામધૂમથી ઉજવાયો. જેમાં તેનું આખું પરિવાર પણ હોય જ સાથે બોલીવુડની અનેક સેલિબ્રિટી અને એમના કિડ્સ પણ આવ્યા હતા આ પાર્ટીમાં. આખી પાર્ટી બાળકોને ગમે એવી થીમ સાથે ડેકોરેટ કરી હતી જેમાં ફન ફેર જેવું મેરી ગો રાઉન્ડ અને બીજી રાઈડ્સ સાથેના આરાધ્યાના ફોટોઝ શેર થયા છે…

image source

ઐશ્વર્યા રાય બચ્ચનના સોશિયલ એકાઉન્ટ્સ ઉપર તેમના ફેન્સ માટે બર્થડે કેક સાથેના ફોટોઝ પણ શેર કરાયેલ છે. જેમાં શુભેચ્છાઓના ઢગલામાં કેટલીય કોમેન્ટસમાં આરાધ્યાને ગોલ્ડન પ્રિન્સેસ કહેવાઈ છે… આવો જોઈએ કેવી રહી પાર્ટી અને કોણ કોણ સેલિબ્રિટી કિડ્સ આવ્યા હતા આરાધ્યાને વિશ કરવા જોઈએ…

આરાધ્યાની બર્થ ડે પાર્ટી રહી એકદમ શાનદાર, જુઓ ફોટોઝ…

image source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા શનિવારે ૮ વર્ષની થઈ અને આ દંપતીએ ફિલ્મી દુનિયાના તેમના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં તેની ઉજવણી કરી. અભિષેક અને ઐશ્વર્યાએ જુહુ, મુંબઇ ખાતે આવેલા તેમના બંગલામાં જ આરાધ્યા માટે શાનદાર જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં શાહરૂખ ખાન, કરણ જોહર, ડબૂ રત્નાની અને રિતેશ દેશમુખ જેવી હસ્તીઓ અને અન્ય લોકોએ તેમના પરિવાર સાથે મળીને આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ પાર્ટીનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ પણ રહ્યું કે તેમાં સેલિબ્રિટીઝની સાથે તેમના બાળકો પણ આવ્યાં હતાં…

બચ્ચન પરિવારે ફોટો ક્લિક્સ રાખ્યા પ્રાઈવેટ…

બચ્ચન પરિવારે આ પાર્ટીના ફોટોઝો શેર નથી કર્યા, પરંતુ ફેન્સથી રહેવાયું નહીં અને બન્યું કંઈક એવું કે…

image source

બચ્ચન પરિવારે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ કેટલીક ફેન્સ સાઈટ અને ફેન્સ ક્લબ દ્વારા એવી ખાતરી કરાઈ કે આપણને આ ઉજવણીની ઝલક જોવા મળી શકે. બચ્ચ્ન પરિવારને તેની પ્રિન્સેસની બર્થ ડે પાર્ટી એકદમ પ્રાઈવેટ રાખવી હતી તેથી તેમણે હજુ સુધી તેમના ઓફિશિયલ સોશિયલ પ્રોફાઈલ્સ પરથી ફોટોઝ શેર કરેલ નથી.

આવો જોઈએ અહીં એક એક કરીને શ્રેણીબદ્ધ ફોટોગ્રાફ્સ, જેમાં, આરાધ્યા ફેરિસ વ્હીલ પર સવારીની મજા માણતી જોઇ શકાય છે.

image source

બર્થ ડે પાર્ટીમાં સ્ટાર કિડ્સ એન્જોય કરી રહ્યા છે…

કેજેઓ, તેના બાળકો યશ અને રૂહીને પાર્ટીમાં લાવ્યા હતા. આપણે તાજેતરમાં જ જાણ્યું હતું કે ફેમસ ડાયરેક્ટર કરન જોહરે સેરોગેસી પ્રોસેસથી બે બાળકોને જન્મ આપીને ઉછેરવાની જવાબદારી લીધેલ છે. આ ફોટોમાં તેના બંને બાળકોને તે ઉંચકીને આવતો દેખાય છે જેમાં તેની દીકરીના હાથમાં આરાધ્યા માટે બર્થ દે ગિફ્ટ પણ પકડેલી દેખાય છે… આ પ્રસંગે ગૌરી અને અબરામ સાથે આવેલા શાહરૂખને પણ ક્લિક કરવામાં આવેલ છે… સાથે એક્શન ડાયરેક્ટર, રોહિત શેટ્ટી પણ તેના દીકરા અને પત્ની સાથે કેપ્ચર કરાયેલ છે…

image source

રિતેશ દેશમુખ અને તેની પત્ની જીનેલીયા તેમના બાળકો રિયાન અને રહેઇલ સાથે પહોંચ્યા હતા. તેમના સિવાય સોનાલી બેન્દ્રે, નતાશા પૂનાવાલા અને બંટી વાલિયા (ફિલ્મ નિર્માતા) પણ તેમના પરિવાર સાથે જોવા મળ્યાં હતાં.

image source

ઇન્ટરનેટ પર આરાધ્યાના આઠમા જન્મદિવસની પાર્ટીમાંથી અમે અન્ય કેટલીક તસવીરો પણ આપના માટે મેળવી છે, આવો જોઈએ… એક તસવીરમાં આરાધ્યા અને ઐશ્વર્યા જાણીતા બોલીવુડ ફોટોગ્રાફર ડબૂ રત્નાનીના પત્ની મનીષા ડી રત્નાની અને તેના ત્રણ બાળકો, માયરાહ, કિયારા અને શિવાન સાથે પોઝ આપતી જોવા મળી હતી. આરાધ્યા તેના પિંક બોલ ગાઉનમાં રાજકુમારી જેવી લાગી હતી.

ફેન પ્રોફાઈલ પરથી મળ્યા બર્થ ડે કેકના કટિંગ્સ મોમેન્ટ્સના ફોટોઝ…

image source

ટ્વિટર પર ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન એકાઉન્ટ પરથી આરાધ્યાના જન્મદિવસની કેક કાપવાની મોમેન્ટ્સના ફોટોઝ શેર કરાયા છે તે જોઈ શકાય છે… તસવીરોમાં સ્ટાર કિડની સાથે કેકના ટેબલની આજુબાજુ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન સાથે તેના માતા-પિતા અભિષેક અને ઐશ્વર્યા પણ હતાં.

image source

આપને યાદ અપાવીએ કે અભિષેક બચ્ચને ૨૦ એપ્રિલ, ૨૦૦૭ના રોજ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા, અને તેમને ૧૬, નવેમ્બર ૨૦૧૧માં પુત્રી આરાધ્યાએ જન્મી હતી. દાદા અમિતાભ બચ્ચન પણ અવારનવાર તેમના બ્લોગ ઉપર અનુભવો અને લાગણીઓ શેર કરે છે, ગત વર્ષે તેમણે આરાધ્યા સાથે ફોટો શેર કરીને એક વહાલ ભર્યો કાગળ પણ લખી મૂક્યો હતો. જે તે સમયે ખૂબ જ વાઈરલ થયો હતો. બચ્ચન પરિવારના સેલિબ્રેશન સાથેના ફોટોઝ જોવા તેમના ફેન્સ માટે એક લહાવો હોય છે. તેથી અનેક ફેન્સ તેમાં કોમેન્ટ્સ પણ કરે છે, અનેક લોકોએ આરાધ્યાને લકી ગર્લ કે ગોલ્ડન પ્રિન્સેસ કહી છે…

આરાધ્યાએ, મમ્મી ઐશ્વર્યા સાથે અનેક વાર આપ્યા છે ટ્વીન પોઝ…

image source

અનેક ફેશન અને ફિલ્મી ફંકશનમાં આરાધ્યાએ મમ્મી ઐશ્વર્યા રાય બચ્ચન કે જે તેના જમાનાની વિશ્વ સુંદરી રહી ચૂકી છે, તેની સાથે એકદમ લુક અલાઈક લાગે એવા ગેટઅપમાં પોઝ આપ્યા છે. જે દરેક ઇવેન્ટસમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બની રહેતું હોય છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાતથી આઠ વખત તેમણે ટ્વીન પોઝ આપ્યા છે, જેમાં ડ્રેસઅપ અને મેચિંગ એસેસરીઝ પહેરીને ફોટો શેશન કરાવેલ છે…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ