પ્લેન મુસાફરી કર્યા બાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ હાથ પર મારવામાં આવે છે આવો સિક્કો, જાણી લો આની પાછળનુ કારણ

પ્લેન મુસાફરી બાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ, હાથ પર સિક્કા મારવામાં કેમ આવી રહ્યા છે?

દેશભરમાં વ્યાપેલા કોરોનાના ભય વચ્ચે સોમવારથી સરકાર દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટને શરુ કરી દેવામાં આવી છે. જો કે લોકડાઉન 4માં અપાયેલી છૂટછાટ છતાં સુરક્ષાની તમામ તકેદારીઓ એરપોર્ટ પર રાખવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એનું પુરતું ધ્યાન અત્યારે રાખવામાં આવી રહ્યું છે. આ સાથે જ એરપોર્ટ પર સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન હોય કે પછી પ્લેનમાં રાખવી પડતી અન્ય તકેદારીઓ હોય, સરકાર સાવધાની બાબતે જરાય બાંધછોડ નથી કરી રહી.

image source

૧. કોરોના પછી બધું જ બદલાઈ ગયું છે

નવી દિલ્હી : વર્તમાન સમયમાં જ્યારે કોરોનાના કારણે આપણી સંપૂર્ણ જીવનશૈલી બદલાઈ ચુકી છે, ત્યારે હવે હવાઈ મુસાફરી પણ પહેલા જેવી સામાન્ય બિલકુલ રહી નથી. સોમવારથી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી હવાઈ મુસાફરી જ જોઈ લઈએ. ફ્લાઈટમાંથી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મુસાફરોના હાથ પર એક સિક્કો મારવામાં આવી રહ્યો છે.

જો કે આ પ્રક્રિયા કોરોનાના કારણે જ શરુ કરવામાં આવી છે. આજથી પહેલા આવી કોઈ પ્રક્રિયા હવાઈ મથક પર જોવા મળી નથી. એરપોર્ટ પ્રશાસન દ્વારા લગાવામાં આવતો ભૂરા રંગનો આ સિક્કો એ વાતની સાક્ષ્ય છે કે, કોને કેટલા ટાઈમ સુધી હોમ ક્વૉરન્ટાઈન રહેવાનું છે.

image source

૨. એરપોર્ટ પર ઉતરતા જ હાથમાં લાગશે સિક્કો

હવાઈ યાત્રા કરનારા દરેક મુસાફરના હાથ પર મુસાફરી પૂર્ણ થયા પછી એરપોર્ટના પ્રાંગણમાં જ સિક્કા લગાડવામાં આવે છે. દરેક રાજ્યએ પોતાને ત્યાં આવનાર મુસાફરો માટે અલગ નિયમો બનાવ્યા છે. ક્યાંક આવનારા મુસાફરો માટે ૭ દિવસ, ક્યાંક ૧૦ દિવસ તો ક્યાંક ૧૪ દિવસ માટે આવનારા મુસાફરોને ક્વૉરન્ટાઈનમાં રાખવામાં આવી રહ્યા છે.

જો દિલ્લીમાં આવનારને કોરોના લક્ષણ ન દેખાય, તો એને ક્વૉરન્ટાઈન કરવામાં નથી આવતા પણ એણે સેલ્ફ એસેસમેન્ટ તો કરવું જ પડે છે. જો કે કટલાક રાજ્યોમાં તો ફલાઈટથી આવ્યા બાદ કેટલાક દિવસો હોમ ક્વૉરન્ટાઈનનો નિયમ બનાવવામાં આવ્યો છે.

image source

૩. એરપોર્ટ પર ઉતરતા જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

મુસાફરના ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ ડોકટરો દ્વારા મુસાફર તેમજ તેમના સામાનનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટમાં જ બહાર નીકળતાની સાથે જ મુસાફરોના કાંડા પર મોટા અક્ષરોમાં HQ લખેલ સિક્કો મારવામાં આવે છે, જેનો સ્પર્શત અર્થ છે કે હોમ ક્વૉરન્ટાઈન રહેવાનું છે.

image source

એના સિવાય જે અન્ય સિક્કો મારવામાં આવે છે એના પર કેટલા દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઈન રહેવું એનો સમયગાળો પણ લખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ