એરપોર્ટ પર બેગમાંથી મળ્યું પાંચ મહિનાનું બાળક ! બાળકનું થયું હતું અપહરણ…

આજે જેમ જેમ દુનિયા વિકસિ રહી છે. ગુનાશોધક સંસ્થાઓ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ થઈ છે તેવી જ રીતે ગુનાઓના પ્રકાર પણ વધવા લાગ્યા અને તેને અંજામ આપવાની રીતો પણ વધી રહી છે. આજે આપણી આસપાસ સેંકડો પ્રકારના ગુના દર કલાકે નોંધાતા રહે છે અને આ તો માત્ર નોંધાયેલા ગુના છે બાકી અજાણ્યા ગુના પણ સેંકડોની સંખ્યામાં જ હશે. ગંભીર ગુનામાં હત્યા, બળાત્કાર, અપહરણ વિગેરનો સમાવેશ થાય છે. આજે બાળકોને જાહેર જગ્યાએથી ધોળા દિવસે પણ ચોરો ઉઠાવી જતાં હોય છે અને ત્યાર પછી ક્યારેય તે બાળકનો પત્તો નથી લાગતો.

તાજેતરમાં દુબઈ ખાતે પણ આવો જ એક અપહરણનો ગુનો નોંધાયો હતો. દૂબઈના એરપોર્ટ પર એક બાળક ચેકિંગ વખતે બેગમાંથી મળી આવ્યું હતું. હાલ જે વ્યક્તિ પાસે તે બાળક હતું તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પુછપરછ થઈ રહી છે.

વાસ્તવમાં આ બાળક બેગમાં જ પાકિસ્તાનના કરાંચીથી દુબઈ આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનના એરપોર્ટ પરથી આખુંને આખું બાળક બેગમાંથી કેવી રીતે ગેરકાયદેસર રીતે દુબઈ પહોંચી ગયું. પણ દુબઈ આવતાં જ ત્યાંના એરપોર્ટ પરથી આ અપહરણ કરવામાં આવેલું બાળક બેગમાંથી મળી આવ્યું હતું જેને જોઈ સ્થાનિક અધિકારીઓને ભારે આશ્ચર્ય થયું હતું. આ ગુનામા સૌથી સારી બાબત એ હતી કે બાળક બિલકુલ હેમખેમ હતું.

બાળકને એક ટ્રાવેલ બેગમાં એટલે કે ચેઈનવાળા થેલામાં કુણા કપડાંમાં લપેટીને સુવડાવવામા આવ્યું હતું અને તે બિલકુલ શાંત અને સ્વસ્થ હતું. બાળકને જે બેગમાં રાખવામાં આવ્યો હતો તેમાં અન્ય કેટલાક સામાન પણ હતાં જે બની શકે કે મુસાફરી દરમિયાન તેને વાગી જવાનો ભય રહે અને તેને ગંભીર નુકસાન પણ પહોંચી શકે તેમ હતું. પણ કહેવાય છેને કે રામ રાખે તેને કોણ ચાખે તેવું જ આ બાળક સાથે બન્યું હોવું જોઈએ.

ટ્વીટર પર આ વિડિયો દીલ્લી પોલીસના આઈપીએસ અધિકારી દહીંવાલાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેયર કર્યો હતો. દહીંવાલા પોતે પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનના એક્ઝિક્યુટીવ ડીરેક્ટર ઓફ સિક્યોરીટી છે.

આ વિડોય જોતાં મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. પ્રથમ તો એ કે તે પાકિસ્તાની એરપોર્ટની સિક્યોરિટિમાંથી કેવી રીતે આ બાળક બચી ગયું, ત્યાર બાદ કરાંચીથી દુબઈ દરમિયાનની મુસાફરીમાં તે વ્યક્તિ આ બાળકને કેવી રીતે બધાની નજરથી છુપાવી શક્યો. તેમજ આખી મુસાફરી દરમિયાન બાળક શાંત થઈને કેવી રીતે સુઈ રહ્યું હશે. શું તેને કોઈ બેહોશીની દવા આપવામાં આવી હશે ? ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે.

આ પહેલાં યુએઈના જ એક એરપોર્ટ પર પતિ-પત્ની નાનકડા બાળકને પોતાની બેગમાં ગેરકાનુની રીતે લઈ જતાં પકડાયા હતાં. તે વખતે બાળક એક્સ-રે સ્ક્રીનીંગ વખતે પકડાયું હતું. જો કે બાળકની સ્થિતિ સાવજ નોર્મલ હતી. અહીં આ પતિ-પત્ની જ બાળકના માતા-પિતા હતાં. તેમના વિઝા થઈ ગયા હતાં પણ બાળકના વિઝા હજુ સુધી મળ્યા નહોતા તેને બે દિવસ જેટલો સમય લાગે તેમ હતો માટે તેમણે આ પગલું લીધું હતું. ખરેખર વિદેશ વસવાટ માટે લોકો ગમે તે હદ સુધી જઈ શકે તેમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ