મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ, નોર્થ પોલ ક્રોસ કરી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ

એર ઈન્ડિયાની મહિલા પાયલટની ટીમે વિશ્વના સૌથી લાંબા હવાઈ માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ મહિલાઓ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોથી 16,000 કિલોમીટરનું અંતર કાપી અને બેંગ્લોર પહોંચી હતી. પાઇલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ 16 હજાર કિલોમીટરની આ યાત્રા પર ટીમનું નેતૃત્વ કરી રહી છે. એર ઇન્ડિયા તેના ટ્વિટર હેન્ડલ પર મહિલાઓના આ રેકોર્ડ વિશે માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.

image source

જણાવી દઈએ કે વિમાન ઉત્તર ધ્રુવ ઉપરથી પસાર થઈને ભારત પહોંચ્યું છે. ઝોયા એ જ મહિલા પાઇલટ છે કે જેણે 2013 માં બોઇંગ -777 સાથે ઉડાન ભરી હતી, જ્યારે તે વિમાન ઉડાવનાર સૌથી યુવા મહિલા પાઇલટ હતી. આ જ કારણ છે કે આ વખતે તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ઝોયા સાથે કો-પાયલટ તરીકે કેપ્ટન પાપાગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરે હતી.

આ અંગે એર ઇન્ડિયાએ પણ ટ્વિટ કર્યું હતુ અને લખ્યું હતું કે, ‘વેલકમ હોમ, કેપ્ટન ઝોયા કેપ્ટન પાપાગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરેની આ યાત્રા એક સીમાચિહ્ન સાબિત થશે. આ ક્ષણ એર ઇન્ડિયા ગર્વ અનુભવે છે. અમે એઆઇ176 ના મુસાફરોને પણ અભિનંદન આપીએ છીએ જેઓ આ ઐતિહાસિક પ્રવાસનો ભાગ બન્યા છે.

image soucre

આ હવાઈ રુટ પર લાંબી મુસાફરી 17 કલાકથી વધુની હતી. ફ્લાઇટના દિવસે પવનની ગતિ મુસાફરીનો સમય નક્કી કરે છે. આ માર્ગ પર ફ્લાઈટના પ્રારંભથી એર ઇન્ડિયાને આર્થિક લાભ થશે. મુસાફરીમાં ઓછો સમય લાગશે અને તે ઝડપી બનશે. ઉપરાંત આર્થિક લાભ પણ તેનાથી થશે. તે વિશ્વની સૌથી લાંબી કોમર્શિયલ ફ્લાઈટ છે.

એર ઈંડિયામાં કોઈપણ ફ્લાઈટની સરખામણીમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધારે છે. એર ઈંડિયાની કાર્યકારી નિદેશક નિવેદિતા ભસીન પણ આ પહેલી સેનફ્રાંસિસ્કો-બેંગલુરુની ફ્લાઈટમાં યાત્રા કરી રહી છે. બંને શહેરો વચ્ચેની સેવા વિમાન 777-200LR VT ALG સાથે કાર્ય કરશે. વિમાનમાં 238 બેઠકોની વ્યવસ્થા છે. જેમાં 8 ફર્સ્ટ ક્લાસ, 35 બિઝનેસ ક્લાસ, 195 ઇકોનોમી ક્લાસ, 4 કોકપીટ છે. અહીં 12 કેબીન ક્રૂ સીટ પણ શામેલ છે. ફ્લાઇટનું સંચાલન મહિલા ક્રૂ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ