અમદાવાદ ફરી ગેંગરેપથી ધણીધણી ઉઠ્યું, મુંબઈથી આવેલી યુવતીને દારૂ પીવડાવી બળાત્કાર કરતાં હાહાકાર

આપણા રાજ્યમાં કેટલી વિસમતા જોવા મળી રહી છે. આવું એટલા માટે લખવું પડી રહ્યું છે કે એક તરફ ‘સલામત ગુજરાત’ નો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બળાત્કાર-સામુહિક બળાત્કારની કુલ 2723 ઘટના નોંધાઇ ચૂકી છે. એ હિસાબથી વાત કરીએ તો ગુજરાતમાં દરરોજ સરેરાશ 4 મહિલાઓ બળાત્કારનો શિકાર બને છે. બળાત્કારની સૌથી વધુ 540 ઘટના અમદાવાદમાં નોંધાઇ છે. ત્યારે હાલનો કિસ્સો પણ અમદાવાદનો જ છે કે જ્યાં એક અઘરો રેપનો કિસ્સો સામે આવ્યો છે અને હાહાકાર મચી ગયો છે. વાત કંઈક એમ છે કે મુંબઈથી અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે આવેલી યુવતીને દારૂ પીવડાવી બે શખસોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે અને હવે આ ચારેકોર ચર્ચાઈ રહી છે.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો નારોલના આકૃતિ ટાઉનશીપ ખાતે અન્ય યુવતીઓ દારૂ પીતી હતી ત્યારે યુવતીને ઊંઘ આવી જતાં સોફામાં સુઈ ગઈ હતી. હવે ત્યારે જ બે શખ્સો એક યુવતીને બેડરૂમમાં લઇ ગયા અને એક બાદ એક એમ કરીને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે આ કેસમાં શરમજનક વાત એ પણ છે કે આ બળાત્કાર ગુજારવાની ઘટનામાં એક યુવતી પણ મદદ કરી હતી. એક યુવતી રેપની બાબતમાં યુવકોની મદદ કરે એવા પણ દિવસો જનતાને જોવા પડશે એવું ક્યારેય કોઈએ નહીં વિચાર્યું હોય. ત્યારે હવે હાલમાં નારોલ પોલીસે આ મામલે બે યુવક અને યુવતી સામે ગુનો નોંધ્યો છે અને જેલભેગા કર્યા છે.

image source

પીડિત યુવતી અંગે માહિતી મળી રહી છે કે મુંબઈની મરાઠા કોલોનીમાં રહેતી આ યુવતી 13 ફેબ્રુઆરીના રોજ તેની બીજી છ બહેનપણીઓ સાથે અમદાવાદમાં આવી હતી અને તે એક ઇવેન્ટ માટે આવી હતી. ત્યારબાદ તે નારોલના આકૃતિ ટાઉનશીપ ખાતે તેની બહેનપણી સાથે રોકાઇ હતી. તેની જોડે કોણ હતું એના વિશે પણ માહિતી મળી રહી છે કે રાત્રે તેમની સાથે સુરતના દાનાવાળા એપાર્ટમેન્ટ ખાતે રહેતી તાન્યા દાનાવાલા, તસકીલ ઉર્ફે મોન્ટુ કુરેશી અને સાહિલ શેખ આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકોએ સાથે બેસીને દારૂની પાર્ટી કરી હતી અને બેફામ પીધો હતો.

image source

હવે બન્યું એવું કે દારુ પીવા દરમિયાન જ યુવતીને ઊંઘ આવી જતાં તે ત્યાં જ સોફામાં સુઈ ગઈ હતી. પછી તાન્યા,તસકીલ અને અન્ય યુવતીને ઉચકી બેડરૂમમાં લઇ ગયા હતા. જ્યાં પહેલા સાહિલે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં તાન્યા અને તસકીલ રૂમમાં ગયા હતા. થોડીવાર બાદ તેઓ બહાર આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. પછી એવું બન્યું કે એટલી વારમાં તો યુવતી જાગી ગઈ અને તેને ગુપ્ત ભાગે દુઃખાવો થવા લાગ્યો.

image source

પછી તેને ખબર પડી કે મારી સાથે રેપ કરવામાં આવ્યો છે. તેણે તરત જ કહ્યું કે અહીંયા નથી રોકાવું, આપણે મુંબઇ જતાં રહીએ. એવામાં તો ફ્લેટના રહીશો જાગી ગયા હતા અને લોકો ભેગા થઇ જતાં સાહિલ ત્યાંથી નાસી ગયો હતો.પણ આ કેસમાં એટલું સારુ થયું કે તાન્યા અને તસકીલને લોકોએ પકડી લીધા હતા. યુવતીને ગુપ્ત ભાગે દુઃખાવો થતો હોવાથી તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પણ હાલમાં આ યુવક પર અને યુવતી પર લોકો ભારે રોષ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ