અમદાવાદની એકદમ નજીક આ સ્થળો પર તમે લઇ શકો છો ટ્રેકિંગની જોરદાર મજા, લિસ્ટમાં જોઇ લો બીજા સ્થળો પણ

અમદાવાદથી નજીક પ્રવાસના એવા સ્થળો કે જ્યાં તમે આસાનીથી પહોંચી શકો અને તે પણ ખીસ્સાને પરવડે તેવા હોય અને એક દિવસમાં જઈને આવી શકાય તેવા હોય તો? આ રહ્યું એવા પ્રવાસન સ્થળોનું લિસ્ટ. જ્યાં તમે પરિવાર સાથે કે મિત્રો સાથે અથવા તો પોતાના ખાસ પ્રિયજન સાથે જવાનું પસંદ કરશો.

image source

2020નું વર્ષ કોરોનાની મહામારીમાં વિત્યુ ત્યારે હવે જ્યારે કોરોનાની રસી પણ આવી ગઈ છે એવામાં મકરસંક્રાત નિમિત્તે અથવા શનિ-રવિની રજાઓમાં જો તમે ક્યાંય ફરવા જવાનું વિચારતા હોવ તો તૈયાર થઈ જાવ. અમદાવાદની આસપાસ જઈ શકાય તેવા સ્થળ અને તેના સરનામાં અને વિગતો તૈયાર છે. જે પ્રવાસ 2020માં નહોતા કરી શકાયા તેને 2021માં કરી લો.

સાણંદનું નળસરોવર

image source

સાણંદનું નળસરોવર એક એવું સ્થળ છે જે અમદાવાદથી નજીક પણ છે અને અનોખું પણ છે. અહીં મહિનાઓનો પ્રવાસ કરીને વિદેશી પક્ષીઓ પ્રજનન માટે છે. ઘાસના મેદાનમાં તળાવ હોય તેવું નયનરમ્ય નળસરોવર જોતાની સાથે જ આંખને ઠંડક આપે છે. આ ખાસ પક્ષીઓનું અભિયારણ્ય છે.

નૌકાવિહાર

image source

તળાવની વચ્ચે નાના બેટ છે જેમાં તમને જમવાથી લઈને તમામ વ્યવસ્થાઓ મળી રહે છે. ટેન્ટમાં રહેવાનો અનુભવ અને કુદરતી વનરાજી વચ્ચે રહેવાનો લહાવો લેવા માટે અમદાવાદથી સૌથી નજીક આ સ્થળ છે. અહીં પહોંચતા કલાકથી દોઢ કલાકનો સમય થાય પણ પરિવાર સાથે નળસરોવરની પિકનિક યાદગાર જરૂર બની રહેશે.

પોળાના જંગલમાં જઈને કેમ્પ સાઈટ પર જવા જેવો અનુભવ થશે

પોળોના જંગલો- વિજયનગર એક દિવસની પિકનિક માટેનું બેસ્ટ સ્થળ છે. અહીંનો વન વૈભાવ તમને રોમાંચિત કરે છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ 3 થી 4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ચામાસું ગણાય પણ શિયાળામાં અહીં તમને ફોરેનમાં ફરતા હોવ તેવી અનુભૂતી થઈ શકે છે.

કેવી રીતે પહોંચશો પોળો?

image source

અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી 110 કિમી અંતરે આવેલું આ સ્થળ છે, અમદાવાદથી 2થી અઢી કલાક જેટલો સમય અહી આવતા થાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો. જો કે આ માટે તમારે અગાઉથી વનવિભાગમાં બુકિંગ કરાવવું પડે છે.

ફોટોશુટ માટે બેસ્ટ પ્લેસ

image source

કુદરતે અહીં વનરાજીને મુખમોઢે વેરી છે એટલે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરન લોકો અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે.અહીં જોવા 15મી 1મી સદીના સોલંકી યુગનાં ઘણા મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે.

ટ્રેકિંગ માટેનો સરળ ઓપ્શન

જો તમે ટ્રે્કિંગના અને કેમ્પિંગનો શોખ ધરાવતા હોય તો આ સ્થળની મુલાકાત લઈ શકો છો કારણ કે ટ્રેકિંગ કરવાના શોખીનો અહી અવાર નવાર આવતા હોય છે. એક દિવસ જંગલમાં રહેવાની મજા માણવી હોય તો પોળોના જંગલો બેસ્ટ છે.

બાયડ પાસે આવેલો ઝાંઝરી ધોધ

image source

અમદાવાદથી આશરે 80 કિમી દુરીએ આ ધોધ આવેલો છે, ઝાંઝરી ધોધ એ અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ડાભા ગામની પાસે વાત્રક નદીના કિનારે વેલો છે,જે મહત્વનું ધાર્મિક તથા પ્રવાસીઓ માટેનું જાણીતું સ્થળે છે.બાયડથીઅંદાજે ૧૨ કિલો મીટર દૂર બાયડ-દહેગામ રોડ પરથી દક્ષિણની સાઈડ પર અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય એક દિવસીય પિકનિક કરી શકાય તેવું સ્થળ છે.

વાત્રક નદીમાં પડતો ધોધ સહેલાણીના આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પાસે જ ગંગામાતાનું મંદિર પણ છે કે જયાં ભુતકાળમાં ૨૪ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો તેમ કહેવામાં આવે છે.

image source

વાત્રક નદી પર આવેલા આ ધોધની મજા માણવા માટે અને નિહારવા માટે અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણાથી અનેક પ્રવાસીઓ વતા હોય છે.વિકેન્ડમાં અને જાહેર રજાના દિવસે સહેલાણીનું ટોળું ઇમટે છે.આ ધોધની નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાં થયેલ ધોવાણના કારણે પથ્થરની અંદર થયેલ બખોલમાં પાણી પણ ભરાયેલા તમે જોઈ શકો છો.

અમદાવાદથી દોઢ બે કલાકના અંતરે આવેલું હોવાથી તમે અહી એક દિવસની પિકનિક કરી શકો છો,પરંતુ આજુ બાજુ સુવિધા સગવડ ન હોવાને કારણે તમારે અહી આવવા માટે ઘરેથી ભોજન નાસ્તાની સગવડ કરીને આવવું પડશે,અહી તમને કુદરતી સાનિધ્યનો નઝારો ચોક્કસ જોવા મળશે.

થોળ પક્ષી અભ્યારણ

image source

અમદાવાદ જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય એટલે થોળ , શિયાળા દરમિયાન થોળમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. આ બંને અભ્યારણ્યોમાં શિયાળા દરમિયાન પાણી અને ખાવાનું મળી રહેતા પક્ષીઓ ત્રણ-ચાર મહિના આશરો લેતા હોય છે અને શિયાળો પૂરો થતાં જ તેઓ અહીંથી જતાં રહે છે.

હાલ છે મેટીંગ સિઝન

હાલ શિયાળો ભરપૂર છે ત્યારે આ જગ્યાની મુલાકાત તમારા જીવનનો યાદગાર પ્રસંગ બની શકે તેમ છે. આ જગ્યાએ પણ એક દિવસની પિકનિકનું પ્લાનિંગ કરી શકો છો. અહી સવારથી સાંજ તમે કુદરતી વાતાવરણની મજા માણી શકો છો, કેન્ટિનની સુવિધા પણ છે જેથી કરી નાસ્તા પાણીની વ્યવસ્થા અહી છે, તે છતા તમે ઘરેથી પણ વ્યવ્સ્થા કરીને જઈ શકો છો.

તળાવની આસપાસ છે વનરાજી અને પક્ષીઓનો કલરવ

image source

અહી એક વિશાળ તળાવ આવ્યું છે જેને આપણે થોળ સરોવર કહે છે. જ્યા અવનવા પક્ષીઓ લાંબો પ્રવાસ કરીને વિસામો લેવા આવે છે. શાંત વાતાવરણમાં આ પક્ષિઓનો કલરવ વાતાવરણને વધુને વધુ આહ્લાદક બને છે. ફોટોગ્રાફી માટે પણ આ જગ્યા બેસ્ટ છે. લોકો ખાસ દૂર દૂરથી અહીં ફોટો ગ્રાફી માટે આવે છે. અહી માત્ર 4 થી 5 કલાકમાં તમે ફરી શકો છો. અમદાવાદના ઘોંઘાટથી દુર શાંત વાતાવરણની મજા જો માણવી હોય તો થોળની મુલાકાત લઈ શકાય. શિયાળા સિવાય અહી પક્ષીઓ આવતા હોતા નથી પરંતુ તળાવ પાણીથી ભરેલું રહે છે તે સાથે જ અહી આવેલા અનેક વૃક્ષો આ તળાવની શોભા વધારે છે.

તિરુપતિ ઋષિવન -એડવેન્ચર પાર્ક

image source

હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો આ એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો સૌથી મોટો રિસોર્ટ પણ ગણાય છે. રાઈડ્સ, કપલ એક્ટિવીટી, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો.

શું છે ટાઈમિંગ?

image source

ફરવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો છે,આ સમય દરમિયાન તમે આખો દિવસ અહી રહી શકો છો,અમદાવાદથી આ સ્થળ 75 કિલો મીટરની દુરીએ આવેલું સુંદર રમણીય સ્થળ છે. અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે તે સાથે તમે આખુ પેકેજ પણ લઈ શકો છો આ પેકેજમાં નાસ્તો અને જમવાનાની સુવિધા હોય છે.તે ઉપરાતં જો તમે જવા ઈચ્છતો હોય તો આ રિસોર્ટની વેબસાઈટ પર ફોન કરીને સમગ્ર માહીતી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ