કોરોના વાયરસના ભરડામાં આવેલા અમદાવાદમાં આટલા દિવસ નાઇટ કરફ્યૂ રહેશે,જાણો વધુમાં

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે, જણાવ્યું છે કે, અમદાવાદમાં તા. ૭ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી રાતના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું યથાવત.

-અમદાવાદમાં AMTS અને BRTS સિટી બસ સેવાઓને પણ શરુ કરી દેવામાં આવી છે.

image source

કોરોના વાયરસનું સંક્રમણ વધતું જતું હોવાના લીધે અમદાવાદ શહેરમાં વધારાના બે દિવસ સુધી સંપૂર્ણપણે કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવે છે કે, અમદાવાદ શહેરમાં તા. ૭ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યું છે. તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૦ આજ રોજથી અમદાવાદ શહેર ફરી ધમધમતું થતા હવે રસ્તાઓ પર વાહનો અને સમાન્ય જનતાની અવરજવર હવે શરુ થઈ ગઈ છે. ઉપરાંત અમદાવાદ શહેરની સિટીબસ સેવા BRTS અને AMTS સેવાને પણ શરુ કરી દેવામાં આવી છે. લોકો ફરીથી રસ્તાઓ પર જોવા મળ્યા છે. સતત બે દિવસ સુધી કર્ફ્યું હોવાના લીધે લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ ગયા હતા. ત્યારે આજે ફરીથી ઓફીસ અને માર્કેટ શરુ કરી દેવામાં આવ્યા છે.

કર્ફ્યું પછી અમદાવાદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

image source

અમદાવાદ શહેરમાં સતત ૫૭ કલાકના કર્ફ્યું સમાપ્ત થયા પછી ફરીથી અમદાવાદીઓનું જીવન ફરીથી પહેલા જેવું સમાન્ય થઈ ગયું છે. પરંતુ એકદમ ભીડભાડવાળો વિસ્તાર ચોખા બજારમાં જુદા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ૫૭ કલાકના કર્ફ્યું પૂરું થયા પછી પણ હવે અમદાવાદ પોલીસને હવે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચોખા બજાર વિસ્તારમાં વધારે ભીડ એકઠી ના થાય એટલા માટે સવારના ૬ વાગ્યાથી જ ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે જ જનતાને સામાજિક અંતર, ભીડ ના કરવા અને ફરજીયાત માસ્ક પહેરવા માટે પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરની કર્ફ્યું સ્થિતિ કેવી હતી?

image source

અમદાવાદ શહેરમાં વધી રહેલ કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ગયા શુક્રવારના રાતના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યું હતું. જેનો સખ્ત અમલ કરવામાં આવ્યો હતો. કર્ફ્યુંનો અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદોને સીલ કરી દેવામાં આવી હતી. ઉપરાંત સઘન ચેકિંગની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરના સ્થાનિક રહેવાસીઓ અને GJ-01 પાસિંગ વેહિકલને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. જેના લીધે ઘણા બધા યાત્રીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

image source

અમદાવાદ શહેર નજીક સનાથલ ચોકડી નજીક સૌરાષ્ટ્ર બાજુ જઈ રહેલ યાત્રીઓને ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે. સનાથલ ચોકડી નજીક સઘન ચેકિંગની વ્યવસ્થા કરી દેવાતા યોગ્ય દસ્તાવેજો, યોગ્ય કારણ નહી આપી શકતા લોકોને પાછા ફરવાની ફરજ પડી છે. આવી પરિસ્થિતિમાં પાછા જઈ રહેલ મુસાફરો પાસેથી દસ ગણું ભાડું વસુલવામાં આવી રહ્યું છે.

અત્યારે અમદાવાદ શહેરમાં ૧૨૭ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભા થયા.

image source

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં માઈક્રો કંટેનમેન્ટ ઝોન વધવા લાગ્યા છે. અમદાવાદમાં આજ રોજ ૬ વિસ્તારોને માઈક્રો કંટેનમેન્ટ ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે નવા કેસ સામે આવવાના લીધે ૨૨ નવા માઈક્રો કંટેનમેન્ટ ઝોન અસ્તિત્વમાં આવ્યા છે. અત્યારે અમદાવાદમાં ૧૨૭ માઈક્રો કંટેનમેન્ટ ઝોન અમલમાં છે. તેમાં નવા અસ્તિત્વમાં આવેલ સાઉથ ઝોનના ૧૦, સેન્ટ્રલ ઝોનનો ૧, સાઉથ વેસ્ટ ઝોનના ૩, ઇસ્ટ ઝોનના ૩, વેસ્ટ ઝોનનો ૧, નોર્થ વેસ્ટ ઝોનના ૪ વિસ્તારોને માઈક્રો કંટેનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ