જલ્સા કરોને જેંતીલાલ

અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર, ફૂટપાથ પર સુતેલા લોકો પર ફરી વળી કાર, મહિલાનું ઘટના સ્થળે જ મોત

ગુજરાતના અમદાવદામાં મોડી રાતે ફરીથી હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાની સાથે 4 લોકો ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.

હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ કાર ચાલક ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય અન્ય 4 લોકો જેઓ ઘટના સ્થળે હાજર હતા તેમની પણ કોઈ માહિતી મળી રહી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર આવી ચૂક્યો છે અને તપાસ હાથ ઘરી છે.

image source

કોણ કોણ થયું છે ઘટનામાં ઈજાગ્રસ્ત

જમવાનું બનાવી રહી હતી મહિલા ત્યારે થયો અકસ્માત

image source

મળી રહેલી વિગત અનુસાર અમદાવાદના પોર્શ ગણાતા શિવરંજની વિસ્તારની નજીકના બીમાનગર ફૂટપાથ પર ઘટના બની છે. અહી મોડરાતે લોકો ફૂટપાથ પર સૂઇ રહ્યા હતા. મોડા રાતનો વરસાદ અને આઈ 20 કાર તેમના માટે કાળ સમાન સાબિત થઈ છે. અનેક માસૂમ કાર ચાલકની બેદરકારીના કારણે જીવન મરણ વચ્ચે લટકી રહ્યા છે. અનેકની સ્થિતિ ગંભીર છે. આ સાથે કારચાલકે જમવાનું બનાવી રહેલી સંતુબેનને કચડી નાંખી હતી અને તેમનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. ગંભીર રીતે ઈજા પામેલા અન્ય 4 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

પોલીસને જાણ થતા કાફલા સાથે પોલીસ આવી

image source

સૂત્રોની માહિતિના આધારે કાર ચાલકે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તેમાં 4 લોકો હતા. આ સમયે બીજી એક કાર પણ પસાર થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બંને કાર વચ્ચે રેસ લાગી હતી અને એક કારે કાબૂ ગુમાવતા તે ફૂટપાથ પર ફરી વળીજેમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને એકનું મોત થયું છે. આ બનાવના બાદ કારચાલક ફરાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version