અમદાવાદમાં લોકોને વેઠવી પડશે વધારે એક સમસ્યા, આજથી 4 મહિના સુધી આ રસ્તો બંધ, જાણી લો નવો ડાયવર્ટ

એક તરફ કોરોના, બીજી તરફ મોંઘવારી અને હવે નવી જ હેરાનગતિ સામે આવી છે. જો કે આ વાત માત્ર અમદાવાદીઓ માટે જ લાગુ પડે છે. કારણ કે હવે નવા સમાચાર પ્રમાણે અમદાવાદીઓએ વધુ એક હાલાકીનો સમાનો કરવા માટે તૈયાર રહેવાનું છે. હાલમાં માહિતી મળી છે કે અમદાવાદ શહેરમાં મેટ્રોના કારણે કેટલાક રસ્તા અને બ્રિજને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ વાસીઓ મોટી મુશ્કેલીમાં મુકાશે. વાત કંઈક એમ છે કે અમદાવાદના અખબારનગરથી ભીમજીપુરાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

image source

આ રૂટ વિશે વાત કરવામાં આવે તો ત્યાં લોકોનો ઘસારો થવાથી ટ્રાફિક જામની સ્મસ્યા સર્જાઈ શકે છે. આવતી કાલે વહેલી સવારથી નોકરી ધંધા પર જતા લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે માટે એ પ્રમાણે તૈયાર રહેવું જરૂર છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં મેટ્રોના કારણે કેટલાક રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.

જીવરાજ પાર્ક બ્રિજ બંધ થતા જ ટ્રાફિક જામ સર્જાયો, કલાકો સુધી અટવાયા  વાહનચાલકો | Gujarat News in Gujarati
image source

જો વાત કરીએ આવતી કાલની એટલે કે 10 જુલાઈની તો 10 જુલાઈથી 10 નવેમ્બર સુધી અખબારનગરથી ભીમજીપુરાનો રૂટ ડાયવર્ટ કરાયો છે જેથી આ રસ્તો બંધ રહેશે. સાથે જ જીવરાજ પાર્ક પાસેનો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 10 જુલાઈથી 30 નવેમ્બર સુધી બ્રિજ ડાયવર્ટ કરાયો જેની સૌએ નોંધ લેવી. બીજા વાત કે અમદાવાદમાં મેટ્રોના કારણે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જીવરાજ બ્રિજ ચાર રસ્તા પરથી મેટ્રો માટે પણ ડાયવર્ટ કરવાંમાં આવશે. 10 જુલાઈથી 30 નવેમ્બર સુધી જીવરાજ બ્રિજ ડાયવર્ટ કરવામાં આવશે.

image source

અમદાવાદમાં હાલમાં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક પણ 3 દિવસ પહેલાં જ ફ્લાયઓવર મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા જીવરાજ પાર્ક ફ્લાયઓવર બંધ થતા જ વાહન ચાલકોને મોટી સમસ્યા સર્જાઈ છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર તરફના સમગ્ર માર્ગ પર સવારથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો હતો. મેટ્રો રેલની કામગીરી હોઈ ટ્રાફિક અન્ય રોડ પર ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ – બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા – વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ – ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા – ધરણીધર ચાર રસ્તા – સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી વાહનચાલકો પહોંચાડશે. ત્યારે આ વાત તો માત્ર એક જ બ્રિજની હતી. હવે તો આવા ઘણા બ્રિજ બંધ થયા છે, તો વિચારવાનું રહ્યું કે લોકોને કેટલી હાલાકી પડશે અને ટ્રાફિક જામ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong