Ahmedabad: વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, મધ્યપ્રદેશમાંથી ઝડપાયા, જાણો સાથે બીજુ શું મળ્યું…

અમદાવાદના થલતેજમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યાની ઘટનાની ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાથી શહેરમાં વૃદ્ધોની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. તેવામાં હવે પોલીસના હાથે આ ઘટનાને અંજામ આપનાર લોકો લાગી ચુક્યા છે.

image source

ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચારેય આરોપી ગ્વાલિયરના ગિઝોરાથી ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે હત્યા અને લૂંટને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તેમની શોધ કરતા તેમના વતન પહોંચી ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા. ચારમાંથી 2 આરોપી ભીંડ જિલ્લાના છે જ્યારે અન્ય 2 મહેગાંવ અને આમોખ વિસ્તારના છે. આરોપીઓને લઈ ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે શાંતિ પેલેસમાં રહેતા અશોકભાઈ અને તેમના પત્ની જ્યોત્સના બેનના બંગલમાં ઘુસી આ 4 લોકોએ દંપતિના ગળા કાપી અને તેમની હત્યા કરી નાખી હતી અને 50 રૂપિયા તેમજ દાગીના લઈ નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સઘન તપાસ શરુ કરી હતી. પોલીસે 200થી વધુ સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરી અને અંતે તેમને ઝડપી પાડ્યા છે.

ક્રાઈમ બ્રાંચની 4 ટીમ આરોપીઓને પકડવા દિવસ રાત એક કરી રહી હતી. જેમાં રવિવારે જ એક આરોપી ઝડપાઈ ગયો હતો ત્યારબાદ તેના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે લૂંટેલા દાગીના, હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ, 2 બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અશોકભાઈ અને જ્યોત્સનાબેનનો દીકરો છેલ્લા 6 વર્ષથી દુબઈ રહે છે અને વૃદ્ધ દંપતિ અહીં એકલા રહે છે. દુબઈથી દીકરો અવારનવાર અહીં અવરજવર કરતો તેથી અહીંથી સોનું મળશે તેવી સંભાવનાના આધારે લુંટારુંએ બંગલાને ટાર્ગેટ કર્યો હતો. ઘરમાં લૂંટ કરતાં પહેલા આરોપીઓએ રેકી પણ કરી હતી.

બંગલાના સિક્ટોરીટી ગાર્ડે સવારના સમયે અશોકભાઈના ઘરમાં ચાર લોકોને ભાગતાં જોયા હતા. ત્યારબાદ સીસીટીવીની તપાસના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી. સિક્યોરિટી ગાર્ડે વધુમાં કહ્યું હતું કે બંગલામાંથી ચાર જણાને ભાગતા જોઈ તેમને શંકા જતાં તે બંગલામાં ગયા હતા. અંદર જતાં જ તેમણે જોયું કે કારનો દરવાજો ખુલ્લો હતો અને ઘરનો મુખ્ય દરવાજો પણ તૂટેલો હતો. અશોકભાઈ બહારના રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. આ ઘટનાને જોતાં જ તે તરત બહાર જઈને બાજુમાં રહેતા પાડોશી બોલાવી લાવ્યા.

image soucre

ડ્રોઈંગ રૂમમાં અશોકભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પર પડ્યો હતો. બાદમાં સોસાયટીમાં લોકોને આ વાતની જાણ થતાં તેઓ ભેગા થઈ ગયા હતા અને સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસ તાત્કાલિક બંગલોઝમાં આવી પહોંચી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત