અમદાવાદના 11 કન્ટેનમેન્ટ વોર્ડની યાદી વાંચી લો એક વાર અને કરી દો અનેક કન્ફ્યુઝન દૂર, જેમાં પશ્ચિમના એકમાત્ર વિસ્તારનો થાય છે સમાવેશ

કોરોના / પશ્ચિમના એક વિસ્તાર સહીત અમદાવાદના 11 કન્ટેનમેન્ટ વૉર્ડની યાદી જાહેર

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ જો હોય તો એ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના સંક્રમણમાં અત્યાર સુધી 8683 લોકો પોઝીટીવ આવી ચુક્યા છે જેમાંથી 555 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ સ્થિતિને જોતા પશ્ચિમ ઝોનના ગુલબાઈ ટેકરા વિસ્તાર સહીત અમદાવાદમાં કુલ 11 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

image source

 

  • – શહેરના કુલ 11 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા.
  • – 11 કન્ટેનમેન્ટ વોર્ડની યાદી આજે AMC દ્વારા જાહેર કરાઈ.
  • – યાદીમાં પશ્ચિમ ઝોનના એક વિસ્તારનો પણ સમાવેશ.

 

કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ વધુને વધુ જકડાતું જઈ રહ્યું છે. ત્યારે સલામતીના ભાગરૂપે અમદાવાદ શહેરના ૧૧ વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. AMC દ્વારા આજે તે 11 કન્ટેનમેન્ટ વોર્ડની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. અમદાવાદ શહેરના મધ્ય ઝોનના ૫, દક્ષીણ ઝોનના ૩, ઉત્તર ઝોન અને પશ્ચિમના એક એક વિસ્તારનો એના સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કુલ 2,61,511 રહેઠાણનો સમાવેશ થાય છે જયારે 12,98,212 લોકો આ ઝોનમાં રહી રહ્યા છે.

image source

યાદીમાં સામેલ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોના નામ :

  • 1. ગુલબાઇ ટેકરા (પશ્ચિમ ઝોન)
  • 2. ખાડીયા
  • 3. દરિયાપુર
  • 4. શાહપુર
  • 5. જમાલપુર
  • 6. અસારવા
  • 7. દાણીલીમડા
  • 8. બહેરામપુરા
  • 9. મણિનગર
  • 10. સરસપુર
  • 11. ગોમતીપુર

ગુજરાતની સ્થિતિ અત્યારે શું છે?

image source

ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 11 હજાર 746 સુધી પહોંચ્યો છે. ત્યારે માત્ર અમદાવાદ શહેરમાં આ આંકડો 8 હજારની સંખ્યા વટાવી ચક્યો છે. ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાના 6248 એક્ટિવ કેસ ચાલી રહ્યા છે. અત્યાર સુધી 4804 લોકોએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલમાંથી રજા લીધી છે, જ્યારે 694 લોકોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે. ગુજરાતમાં અમદાવાદ અન્ય જિલ્લાઓની તુલનામાં ઘણા સમયથી હોટસ્પોટ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 8686 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને પાછા ઘરે ગયા છે.

૩૧ મેં સુધી સરકાર દ્વારા ચોથા તબક્કાનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે શું ખુલ્લું રહેશે અને શું હજુ પણ બંધ રહેશે તેની મૂંઝવણ હજુ પણ ઘણા લોકોને પડતી હોય છે. એ સમસ્યા દુર કરવા અમે સરળ શબ્દોમાં આપને સમજાવી દઈએ.

image source

કન્ટેનમેન્ટ જાહેર કરાયેલા ઝોનમાં આ લાગુ નહિ પડે. ત્યાં જીવન જરૂરિયાત સિવાયની તમામ વસ્તુઓ બંધ રહશે. આ છૂટછાટ નોન- કન્ટેનમેન્ટ ઝોન માટે છે. જેની નોધ લેવી.

શું ખુલ્લું રહેશે?

  • – શાકભાજી દૂધ, દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ – સામાન્ય વિસ્તારમાં સવારે 8 થી 4 જયારે કન્ટેનમેન્ટ ઝોનમાં 8 થી 3 સુધી જ.
  • – અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં દુકાનો – ઓડ ઇવન પ્રમાણે
  • – 50 ટકા દુકાનો એક-એક દિવસે ખુલશે, જેમાં પાંચથી વધારે લોકોને ભેગા થવાની છૂટ નહિ.
  • – પણ મસાલા, હેર સલુન અને બ્યુટીપાર્લર
  • – ખાનગી ઓફિસો, માત્ર 33% સ્ટાફ સાથે – અમદાવાદ માટે માત્ર પશ્ચિમ ઝોનમાં જ છૂટ.
  • – સરકારી ST બસ – અમદાવાદ સિવાયની
  • – સુરતમાં ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ
  • – કેબ, ટેક્સી અને ઓટો રીક્ષા – 1 ડ્રાયવર સાથે માત્ર 2 મુસાફર
  • – પ્રાયવેટ કાર માત્ર એક ડ્રાયવર બે અન્ય વ્યક્તિ
  • – ટુ વ્હીલર – માત્ર એક સવારી
  • – રેસ્ટોરાંમાં માત્ર હોમ ડીલીવરી સેવા જ શરુ એ પણ હેલ્થ કાર્ડ ધારકો માટે જ
  • – માલસામાન હેરફેર ટ્રકોને છૂટછાટ
  • – લગ્નમાં 50 અને મૃત્યુમાં માત્ર 20 લોકોને છૂટ
  • – હીરા અને લુમ્સના કારખાનાને અડધા સ્ટાફ સાથે મંજુરી.
  • – પબ્લિક લાઈબ્રેરીમાં 60 ટકા સુધી મંજુરી.
  • – સીટી વિસ્તારના બહાર ઢાબાઓ ને મંજુરી મેળવીને છૂટછાટ મળવા પાત્ર.
  • – રીપેરીંગ શોપ જેવા કે ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન
image source

શું બંધ રહેશે ?

  • – રેલ્વે અને હવાઈ યાત્રા, બે રાજ્યો વચ્ચેની સડક યાત્રાઓ
  • – તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ
  • – જીમ, સ્વીમીંગ પુલ, ક્લબ, બગીચા અને મનોરંજન પાર્ક
  • – મોલ, સિનેમ અને મલ્ટીપ્લેક્ષ
  • – ધાર્મિક પ્રવૃત્તિ તેમજ તમામ ધાર્મિક સ્થળો.
  • – સિટીબસ તેમ જ ખાનગી બસ.
  • – સાંજના ૭ થી સવારના ૭ વચ્ચે જરૂર વગર બહાર નીકળવું પ્રતિબંધિત.
  • – ઓટો રીક્ષા – અમદાવાદ અને સુરત માટે
  • – 10 વર્ષથી ઓછી આયુના બાળકો તેમજ 65 વર્ષથી વધુ વયના વ્યક્તિ તેમજ ગર્ભવતી સ્ત્રીઓનું બહાર નીકળવું સંપૂર્ણ બંધ. અતિ આવશ્યક જરૂરિયાત સિવાય.

જો કે આ સાથે અન્ય કેટલાક નિયમો પણ છે.

  • – પાન-મસાલા મળશે પણ જાહેરમાં થૂંકનારને 200 રૂપિયાનો દંડ ભરવાનો રહશે, માસ્ક નહી પહેરનાર પાસેથી પણ 200 રૂપિયાનો દંડ.
  • – ઓડ ઇવન એટલે કે એક દિવસ 50 ટકા ખુલ્લું રહેશે અને બીજા દિવસે એના સિવાયનું 50 ટકા.
  • – ૩ લેયર વાળા માસ્ક અને N95 માસ્ક અમુલ પાર્લર પર મળી રહેશે. જેની કિંમત અનુક્રમે ૫ રૂ. અને ૬૫ રૂ. રહેશે.

આમ લોકડાઉન ૪ અનેક શરતો સાથે અપાયેલ મુક્તિ છે. જેના પાલન દ્વારા જ કોરોના સંક્રમણ સામે ટકી શકાશે. શરતોનું યોગ્ય પાલન જ એકમાત્ર વિકલ્પ છે, કોરોના સામે જંગ જીતવાની.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ