અમદાવાદની આ જગ્યા પર ખાવા માટે જામે છે ભારે ભીડ, જાણી લો કયા એરિયાની કઇ વસ્તુ ખાવા માટે છે પ્રખ્યાત

અમદાવાદની ખાઉગલી

જો આપ અમદાવાદ ફરવા જવાનું વિચારી રહ્યા છો અને આપ ખાવાના શોખીન છો તો આજે અમે આપને મૂળ અમદાવાદની કેટલીક ખાવાની ખુબ જ ટેસ્ટી અને ચટાકેદાર ખાવાની વસ્તુઓ વિષે જણાવીશું. આ વસ્તુઓને ખાવા માટે લોકો લાઈન લગાવે છે. ઉપરાંત કેટલીક વસ્તુઓ તો એવી છે જેને જોઇને જ મોમાં પાણી આવી જાય અને તે ખાદ્ય વસ્તુઓ ખાવાથી કદાચ આપનું પેટ તો ભરાઈ જશે પણ મન નહી ભરાય. ઉપરાંત અમદાવાદની એટલી બધી ખાવાની વસ્તુઓ પ્રખ્યાત છે કે આપ રોજ બધા સમય બહાર ખાશો તો પણ એક વર્ષ કરતા વધારે લાગી જશે.

image source

તો ચાલો શરુ કરીશું અમદાવાદમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં આવેલ દુકાનો અને તેની પ્રસિદ્ધ વાનગીઓ અને આપણી ખાઉગલીની સફર શરુ કરીએ અમદાવાદની ઓળખ એવી સીદી સૈયદની જાળીના એરિયામાં સીદી સૈયદની જાળીની બાજુમાં આવેલ લકી રેસ્ટોરન્ટના ચા અને મસ્કાબન ખુબ જ વખણાય છે, લકી રેસ્ટોરન્ટની નજીકમાં કાચા પપૈયાનું છીણ, ડુંગળી, લીંબુ અને સુપર ટેસ્ટી ચાટ મસાલો નાખીને આપવામાં આવતું શશિનું રીમ ઝીમ ચવાણું, રાયપુર દરવાજાના રાયપુરના ભજીયા, નાગજી ભદુરની પોળના નાકે સ્થિત ગાઠીયાની દુકાનના અંગુઠીયા અને ઝીણા ગાંઠિયા, તીખી તમતમતી પપૈયાની ચટણી જોડે ફરસી પૂરી ખાવાની કઈક અલગ જ મજા હોય છે.

image source

ઢાલગરવાડની દુકાનના કસાટા પૌવા, બિસ્કીટ ગલીની હુસૈની બેકરીના પફ, નાનખટાઈ, ક્રીમરોલ અને ઘણી બધી પેસ્ટ્રી કેક પણ ખુબ વખણાય છે, રતનપોળના છેવાડે આવેલ આઝાદ રેસ્ટોરન્ટની અડદની દાળનો હલવો, મારવાડી પાપડ ભંડારના પાપડ અને અન્ય ફરસાણ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર જતા રસ્તે આવતી ફરસાણની દુકાનની મોળી ખાજલી, ફાફડા, હિંમતલાલ ખરખડીયાવાળા (ઓટલાવાળા)ની દુકાનના ખરખડીયા અને ફરસાણ, માણેક ચોકના જુના શેરબજારની બહાર ઓટલા પર મળતું ચવાણું અત્યંત ટેસ્ટી હોય છે.

image source

ચવાણાવાળી ગલીના ડબ્બાવાળા મહારાજનું ચવાણું અને સાથે આપવામાં આવતી કોઠા અને લીલા મરચાની ચટણી ખાવાની ખુબજ મજા આવી જાય છે, શેરબજારની સામે આઝાદ સેવવાળા દુકાનની રતલામી સેવ અને ચણાની દાળ સાથે પેકેટનો મરચાનો મસાલો, થોડેક આગળ ખૂણામાં જલારામ ફરસાણ કોર્નરની પાતળી પાપડી અને લીલી ચટણી, લાખા પટેલની પોળના નાકે સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનના લસણીયા મમરા જરૂર ખાવા જોઈએ.

image source

જલારામ ફરસાણ કોર્નરની સામે જનતા આઈસ્ક્રીમ ત્યારપછી બાજુમાં પાનાચંદની જૂની દુકાનનો દુધનો દાણાદાર હલવો, ગીરીશ કોલ્ડ્રીંકસની લસ્સી જરૂરથી પીવી જોઈએ. ઝવેરવાડની પાણીપુરી અને ચોકલેટ પીઝા મોમાં પાણી આવી જશે, આસ્ટોડિયાની લખનવની અડદની જલેબી, એલઆઈસી બિલ્ડીંગની સામે પથ્થર કુવાના મરચા અને કેળાની વેફર્સ ખુબ પ્રસિદ્ધ છે, ઝવેરીવાડ ફરસાણની ઊંચા ઓટ્લાવાળી દુકાનના કેળાના ખરખડીયા, ભાખરવડી અને દાળિયાની ચટણી પણ ખુબ જ વખણાય છે.

image source

કંદોઈ પોળમાં આવેલ કંદોઈ ભોગીલાલ મૂળચંદની પહેલી અને સાથી જૂની દુકાનનો લચકો મોહનથાળ, દાણાદાર કેસર મોહનથાળ, મેંગો કલાકંદ વર્ષોથી વખણાય છે, રાણીના હજીરાની નજીક ગલીની અંદર મામા મુખવાસવાળાની દુકાનના ૧૦૦ વધારે અલગ અલગ મુખવાસ, રતનપોળની બહાર ભાવનગરી ફરસાણનું થોડું ગળ્યું અને આખા તળેલા લવિંગના ટેસ્ટવાળું ચવાણું અને મકાઈનો ચેવડો ખુબ લોક પ્રિય છે. આ સાથે જ ભાખરવડી, તીખી અને ગળી ચટણી સાથે કેળાવડા પણ એટલા જ પ્રખ્યાત છે.

image source

ત્યાર પછી ઋતુરાજના મસ્કાબન-ચા, શંભુની કોફી, મેમનગર ફાયર સ્ટેશન નજીક ચોકલેટ ચીઝ સેન્ડવીચ, સેટેલાઈટ વિસ્તારની શક્તિની પાવભાજી, ગીતાના સમોસા-કચોરી, ત્યાર પછી વિજય ચાર રસ્તા નજીક આરકેના અને જય ભવાનીના વડાપાવ, સાબરમતી જેલના ભજીયા, કર્ણાવતીની દાબેલી પણ અમદાવાદીઓમાં ખુબ લોકપ્રિય છે.

image source

તેના સિવાય જશુબેનના પીઝા, વી,એસ, હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, સી. જી રોડ પર આર.કે ની પાવભાજી અને પુલાવ, ચારભુજાની સેન્ડવીચ, દેરાણી-જેઠાણીનો આઈસ્ક્રીમ, વસ્ત્રાપુર હનુમાન દાદાના મંદિર પાસે પરોઠા, ગુજરાતના દાળવડા, પાલડીના નરસિંહ ભગત હોસ્ટેલ નજીકની પાપડી ખુબ જ પ્રસિદ્ધ છે.

image source

વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, શંકરનો આઇસ્ક્રીમ, સૌરાષ્ટ્રના ફાફડા, જનતાનો કોકો, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, વિદ્યાપીઠ પાસેના થેપલા અને યુનિવર્સટીના ઢોસા, મોતી બેકરીની નાનખટાઇ, પણ ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદના મણિનગરમાં માસીની પાણીપૂરી પ્રખ્યાત છે. ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ પણ વખણાય છે.

image source

મણિનગરના ટામેટાના ભજિયા, એ સિવાય અમદાવાદમાં ફરકીના ફાલૂદા, લક્ષ્મીના ગાંઠિયા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, હાટકેશ્વરમાં કે.સી.ની પાવભાજી અને ચા પણ વખણાય છે. વધુમાં જણાવીએ તો વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, પાંચ કૂવાની ફૂલવડી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા, દિનેશના ભજિયા, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા પણ લોકોને ખૂબ જ ભાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ