અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા બંધ થઈ, મેઇન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલાયું

નરેન્દ્ર મોદીનું સી-પ્લેનનું સપનું ડૂબી ગયું? :અમદાવાદ અને કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા થઈ બંધ.,

31 ઓક્ટોબરના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવાનું ઉદઘાટન કર્યું હતું. પણ એક જ મહિનામાં તો આ સેવા હાલ પૂરતી બંધ પણ થઈ ગઈ છે.

image source

તમને જણાવી દઈએ કે આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી આ સી-પ્લેન માલદીવસ મેઈન્ટેનન્સ માટે રવાના થઈ ગયું છે. અને હવે આ સી- પ્લેન પરત ક્યારે ફરશે એની પણ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

image source

આ અંગે સ્પાઇસ જેટના મીડિયા કમ્યુનિકેશન અધિકારી આનંદે જણાવ્યું હતું કે સી-પ્લેનને માલદીવ્સ મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે. અને જ્યારે પ્લેનનું મેઇન્ટેનન્સનું કામ પૂરું થઈ જશે ત્યારે પરત આવી જશે. તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સી-પ્લેનના ઉદઘાટન સમયે ગુજરાત આવ્યા હતા. ત્યાર બાદ આજે ફરી મોદીના ગુજરાત મુલાકાત સમયે સી-પ્લેન મેઈન્ટેનન્સના નામે બંધ થઈ ગયું.

image source

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સર્વિસ શરુ કરવાનું સપનું હતું. અને એટલે જ 31 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના હસ્તે જ આ સર્વિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પણ માત્ર એક જ મહિનાનામાં આ સર્વિસ બંધ કરવામાં આવી છે. અને એ પાછળ એવું કારણ જણાવવામાં આવે છે કે મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યાં છે અને આ સી પ્લેન પરત ક્યારે આવશે એ પણ કઈ નક્કી નથી. આ સી-પ્લેનમાં 31 ઓક્ટોબરે ઉદઘાટન સમયે વડાપ્રધાન મોદી અને 24 નવેમ્બરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમ બે જ આગેવાનોએ આ પ્લેનની સફર કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે સી-પ્લેન શરૂ કરવાને બદલે અલગ અલગ બહાનાં હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી.

image source

અમદાવાદ અને કેવડિયા વચ્ચેના આ સી-પ્લેનમાં સવારે પહેલી ફ્લાઈટનું ભાડું રૂ. 1590 છે, જ્યારે બીજી ફ્લાઈટનું ભાડું રૂ. 2200થી વધુનું છે. જેના કારણે પહેલી ફ્લાઈટમાં બુકિંગ માટે લોકો આવે છે અને આ ફ્લાઈટનું ભાડું ઓછું હોવાથી પહેલી ફલાઇટ બુક થઇ ગઇ હતી. એટલું જ નહીં સી-પ્લેનમાં ફ્લાઈટનાં અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના ધાંધિયાને કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા હતા. વડાપ્રધાન મોદી દ્વારા સી-પ્લેન સેવા શરૂ તો કરાવવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં એ સેવા મેળવવામાં લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે મસ મોટી જાહેરાતો બાદ સી પ્લેનની પહેલી ઉડાનમાં 3 ક્રૂ-મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. તમને જણાવી દઈએ કે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ તો રદ કરી દેવામાં આવી હતી. હાલ સ્પાઈસ જેટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું નથી. ફક્ત બુકિંગ કરાવવા ઈચ્છતા લોકો પાસેથી રિક્વેસ્ટ મેળવવામાં આવે છે. કેવડિયાથી પણ ફ્લાઈટ ખાલી આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ