OMG! માત્ર 19 દિવસમાં અમદાવાદની આ જગ્યા પર અનેક લોકોએ કર્યુ સ્યુસાઇડ

અમદાવાદ ની આ જગ્યા બની લોકો માટે સ્યુસાઇડ પોઇન્ટ, ફક્ત 19 દિવસમાં 9 થી વધારે લોકો એ કર્યો આપઘાત.

image source

અમદાવાદનો રિવરફ્રન્ટ લોકો માટે ફરવા માટે પ્રખ્યાત છે પણ હાલ ઘણા કિસ્સા સામે આવે છે જેમાં લોકો અહીંથી આપઘાત કરતા હોય છે.

જો અમદાવાદ કોર્પોરેશન આ બાબતે કઈ વિચાર નહિ કરે તો હજુ પણ વધારે લોકો અહીંથી આપઘાત કરશે અને આવી સરસ જગ્યા પર આવા કિસ્સા સામે આવી શકે છે. હાલ થોડા દિવસમાંજ 9 જેટલા લોકો એ અહીંથી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે.

image source

અમદાવાદને વિશ્વભરમાં અનોખી ઓળખ આપતો સાબરમતી રિવરફ્રન્ટ હવે સ્યુસાઈડ પોઈન્ટ બનતો જાય છે તેમ લાગી રહ્યું છે. કેમ કે દિવસે ને દિવસે રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને તેમાં પણ ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ વોક વે પરથી આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. રવિવારે સવારના 10.30 વાગ્યે એલિસબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વે પરથી 22 વર્ષીય અજાણી યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

image source

આપઘાત અંગે સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. કંટ્રોલરૂમને માહિતી મળતાં સાબરમતી વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નદીમાં ઝંપલાવેલ યુવતીની લાશ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી.

image source

યુવતીની લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવી હતી. સાબરમતી વેસ્ટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. છેલ્લા 19 દિવસમાં 9 કરતાં વધુ લોકોએ સાબરમતી નદીમાં ઝંપલવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અગાઉ સાબરમતી નદી પર બ્રિજ પર છલાંગ લગાવીને આપઘાતના કિસ્સાઓ બનતાં હતા. પણ આ કિસ્સાઓ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા બ્રિજની દિવાલ પર તારની જાળી લગાવી દેવાતા આપઘાતના કિસ્સાઓમાં ઘટાડો થયો હતો.

image source

જેને કારણે હવે લોકોએ રિવરફ્રન્ટ વોક વેને આપઘાત માટે પસંદ કર્યું છે. તો હવે અમદાવાદ કોર્પોરેશનને આ પ્રકારનાં કિસ્સાઓ કેવી રીતે અટકાવવા તે દિશામાં પગલા લેવા જોઈએ.

image source

અમદાવાદ કોર્પોરેશને અહીં પણ તાર ફેંસીંગ કરી દેવું જોઈએ જે રીતે બ્રિજની દીવાલ પર તારની જાળી લગાવી તેવી રીતે અહીં પણ આજ પગલું લેવા જેવું છે પણ હવે એ ક્યારે કરશે એ જોવું રહ્યું. અને એ પગલું લે ત્યાંસુધી બીજા કેટલા લોકો અહીંયા આપઘાત કરે તેના વિશે કઈ કહી શકાય નહીં.

image source

નોંધ- અમે કોઈ પણ જગ્યાને ખરાબ રીતે દર્શાવતા નથી. લોકો ને જાગૃત કરવા અને એ દિશામાં ધ્યાન દોરવું એજ અમારો આશય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ