અમદાવાદ : પેટમાં ભંગાર પધરાવવાની ટેવ સાંભળી છે કદી? આ વ્યક્તિને છે કંઈક અજીબ બીમારી… ડોક્ટરે ઓપરેશન કરીને ૪૫૨ લોખંડની વસ્તુઓ કાઢી…

માનસિક અસ્વસ્થ યુવકે ખાધું સાડા ત્રણ કિલો જેટલું લોખંડ… પેટમાંથી ઓપરેશન કરીને સ્ક્રુ, નટબોલ્ટ્સ અને નેઈલ કટર જેવી ૪૫૨ જેટલી વસ્તુઓ નીકળી. પેટમાં ભંગાર પધરાવવાની ટેવ સાંભળી છે કદી? આ વ્યક્તિને છે કંઈક અજીબ બીમારી… ડોક્ટરે ઓપરેશન કરીને ૪૫૨ લોખંડની વસ્તુઓ કાઢી…


અમદાવાદના એક શખ્સે મોંમાં સ્ક્રુ, સળિયા, નેઈલ કટર અને નટબોલ્ટ જેવા લોખંડના ભાંગારને નાખ્યા કર્યું. ઓપરશન કરતાં તેના પેટમાંથી સાડા ત્રણ કિલોનો લોખંડની વસ્તુઓ નીકળી. આ વાંચીને જરૂર નવાઈ લાગશે પણ આ ખરેખર આપણાં અમદાવાદનો જ કિસ્સો છે.

આ ચોંકાવનારી ઘટના વિશે અમદાવદની સિવિલ હોસ્પીટલમાં સર્જરી કરાવ્યા બાદ બહાર આવી. ૨૮ વર્ષના એક યુવકને એવી ટેવ હતી કે તે જાત જાતના લોખંડનો ભંગારને ગળી જતો. આપણને મોંમાં સહેજ ફાંસ કે દ્રાક્ષનું સાંઠકડું વાગે તો પણ ગળું છોલાઈ જાય કે ચાંદું પડી આવે પરંતુ આ માણસને લાંબા સમય સુધી અનેક વસ્તુઓ પેટમાં પધરાવ્યા બાદ પણ કંઈ જ ન થયું. નવાઈની વાત તો એ છે કે ઓપરેશન સમયે પેટમાંથી આખું નેઈલ કટર પણ નીકળ્યું…!

દર્દીને છે એક્યુફેઝિયા નામની બીમારી…


આપણે ગળામાં સિક્કો ગળી જઈને પણ અટકી જાય છે, ત્યારે આ યુવકના પેટમાં આખે આખી લોખંડની પીન અને અનેક બીજી વસ્તુઓ પહોંચી ગઈ હતી. સિવિલ સર્જનના જણાવ્યા મુજબ આ દર્દીને એક્યુફેઝિયા નામની તકલીફ છે. જે એક પ્રકારે માનસિક અસ્વસ્થતા જણાવે છે. આમાં દર્દી કોઈપણ ખાસ પ્રકારની ચીજવસ્તુઓ ગળી જતા હોય છે. તેને ખોરાક સાથે આ રીતે બીજી અખાદ્ય વસ્તુઓ પણ ખાઈ જવાનું મન થતું હોય છે.

દર્દીને અચાનકથી ઉપડ્યો પેટમાં દુખાવો, અને કરવી પડી સર્જરી…


એક અહેવાઅલ મુજબ દર્દીને ૮મી ઓગસ્ટે અમદાવાદની સિવિલ હોસ્પીટમાં ઇ.એન.ટી વિભાગમાં દાખલ કરાયો હતો. જેમાં તેનું બ્રોંકોસ્કોપી કરાયું હતું. આ દરમિયાન આ દર્દી અગાઉ મેન્ટલ હોપ્સીટલમાં દાખલ કરાયો હતો પરંતુ પેટમાં દર્દની ફરિયાદને કારણે સિવિલમાં લઈ જવાયો. તેના ફેફસાં અને શ્વાસ નળીમાં દૂરબિન દાખલ કરીને ચેકઅપ કરતાં સૌથી પહેલાં એક પીન દેખાઈ હતી. જેને કાઢવા માટેનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓપરેશન કરવા જતાં મળ્યો ચોંકાવનારો ભંગારનો સામાન…


દર્દીનું પેટનું ઓપરેશન કરીને તેના શરીરમાંથી પીન કાઢી લેવી જેથી તેનું દર્દ ઓછું થાય એવું નક્કી કરાયું. સિવિલ સર્જનની આખી ટીમ આ ઓપરેશનમાં સામેલ થઈ કારણ કે ઓપરેશન કરવા જતાં તેમને એક એક એવી વસ્તુઓ મળી જે જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ઓપરેશન કરવા જતાં આ માનસિક અસ્વસ્થ વ્યક્તિના પેટમાંથી બાઈકનું પલ્ગ, પીન, નટબોલ્ટ, સ્કૂ અને નેઈલ કટર જેવા કુલ ૪૫૨ ભંગારના સામના મળ્યા. સૌ પ્રથમ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ તેથી જનરલ વોર્ડમાં એડમિટ કરીને એક્સ – રે લેવડાવ્યા હતા.


અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ વ્યક્તિ રહે છે એવા સૂત્રોના મળેલા અહેવાલ પરથી જાણવા મળ્યું છે. તેને ચમચી, ખીલ્લી, સેઈફટી પીન, સ્પાર્ક પ્લગ, હેર પીન, સિક્કા, નટ બોલ્ટ અન સ્ક્રુ જેવી લોખંડની કે ધાતુની વસ્તુઓ ખાવાની ટેવ પડી હતી.

અમદાવાદ તો શું ગુજરાતમાં જ આ પ્રકારનો ચોંકાવનાર કેસ જોવા મળ્યો છે જેમાં વ્યક્તિ આખે આખી ધાતુની વસ્તુઓને ગળી જાય છે. આપણું શરીર ફોરેન પાર્ટિક્લસ એટલે કે બહારના પદાર્થોને ગ્રહણ નથી કરતું. એ સીધું મળ વાટે કે ઉલ્ટી દ્વારા કોઈને કોઈ રિએક્શન આપીને બહાર આવી જવા મથે છે ત્યારે આ શખ્સના શરીરમાં ૩.૫ કિલોના વજનનું લોખંડ લાંબા સમય સુધી પડ્યું રહ્યું એ ખરેખર નવાઈની વાત છે. હાલમાં, એ વ્યક્તિનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે પેટમાંથી વસ્તુઓ બહાર કાઢી લેવાઈ છે એવા અહેવાલ મળ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં આઈ.સી.યુ.માં દાખલ છે અને તેની તબીયતની પરિસ્થિતિ કાબૂમાં છે.

લોખંડ ખાઉ માણસ વિશે જાણીને તમને નવાઈ લાગશે, તેના પેટમાંથી મળ્યો છે ૩.૫ કિલોનો ભંગાર જેવો સામાન…


આ દર્દીના શરીરમાંથી મળેલી વસ્તુઓનું લીસ્ટ જાણીને જ આપણને નવાઈ લાગે તેવું છે, તેની હોજરીમાંથી ૪૫૨ વસ્તુઓમાં ૪૨ જાત જાતના સિક્કાઓ, ૭૮ સ્કુ, ૧૭ બોલપેનના ઢાંકણ, ૧૯ કટરની બ્લેડ, ૮ સેફટી પીન, ૬ હેર પીન, ૨૬ નટબોલ્ટ અને બાઈકનું સ્પર્ક પલ્ગ મળેલ છે. તેમજ ૩૬ જેટલી લોખંડની નાની મોટી પીન અને સોય પણ નીકળી છે. આ સિવાય બટન ક્લિપ, હેર ક્લિપ અને ઇયરિંગ્સ જેવી ઝીણી ઝીણ વસ્તુઓ મળીને ૪૫૨ વસ્તુઓ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ