અમદાવાદના પ્રથમ સિનિયર મહિલા પીઆઈ અધિકારી પુષ્પાબહેન ગામીત બન્યા

જે દેશમાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવતું હોય તે દેશની સ્થિતિ હંમેશા સારી હોય છે. આજે આ આપણા દેશ માટે એકદમ સાર્થક બન્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાત માટે. ગુજરાતમાં પહેલા મહિલા આઈપીએસ ઓફિસર ગીતા જોહરી હતી અને પહેલા ડીજીપી મહિલા ઓફિસર પણ ગીતા જોહરી હતી. અને હવે જાણીને તમને ગર્વની લાગણી મહેસૂસ થશે કેમ કે, અમદાવાદમાં સિનિયરની પીઆઈ તરીકે મહિલા પોલીસ અધિકારીની નિયુક્ત કરવામાં આવ્યા છે. જે ખરેખર મહિલાઓ માટે એક ગૌરવની વાત છે. તમને જણાવી દઈએ કે, સિનિયર મહિલા પીઆઈનું નામ પુષ્પાબહેન ગામીત છે. તેમને અમદાવાદના ઘાટલડિયા વિસ્તારમાં પીઆઈ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ અત્યાર સુધીમાં ક્યારે પણ કોઈ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે કોઈ મહિલાની નિયુક્તી નથી કરવામાં આવી. પરંતુ અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પુષ્પાબહેન ગામીતની નીડરતા, બહાદુરી અને મહિલાઓ સામે થતા અત્યાચારને રોકવાની તેમની કામગીરીને જોઈને પોલીસ કમિશનરે એ.કે સિંધે હાલમાં જ તેમની ઘાટલોડિયામાં પીઆઈ તરીકે નિમણૂક કરી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા વડોદરામાં પુષ્પાબહેન પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમજ તેમની બહાદુરી, વફાદારી, તેમજ તેમની કામ કરવાની રીતને જોઈને તેમને પીઆઈ તરીકે અમદાવાદના ઘાટલોડિયામાં પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં પીઆઈની સંખ્યા ઓછી નછી, દરકે બ્રાંચમાં ઘણા બધા પીઆઈ છે પણ પુષ્પાબહેન બધા કરતા અલગ રીતે કામ કરે છે તેથી સીનિયર પીઆઈ તરીકે તેમને મૂકવામાં આવ્યા છે.

તમને જાણીને આંચકો લાગશે પણ જ્યારે પુષ્પાબેન વડોદરામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યાં પોલીસ સ્ટેશનમાં એક પીઆઈએ તેમની છેડતી કરી હતી. તેના બાદ પુષ્પાબેન બદાહુરી પૂર્વક પીઆઈની ઓફિસમાં ધૂસી ગયા અને તેનો કોલર પકડીને બધાની સામે ખખડાવી નાંખ્યો હતો. તેમજ આ ઘટના થયા પછી તરત જ તે પીઆઈની બદલી કરી દેવામાં આવી હતી. પુષ્પાબેન હંમેશા સત્યનો સાથ આપે છે અને કોઈ પણ મહિલા પર અત્યાચાર થાય તો તેઓ સહન નથી કરતા. તેમની આ બહાદુરીને જોઈને જ તેમને આજે અમદાવાદના સીનિયર પીઆઈ તરીકે જવાબદારી આપવામાં આવી છે.

પુષ્પાબેનનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો અને જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેઓ અહીં સુધી પહોંચવા માટે બહુ સંઘર્ષ કર્યો છે. તેઓ એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમજ ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. પુષ્પાબેનને નાનપણની જ રમત-ગમતમાં બહુ રસ હતો તેથી જ તેઓ કોલેજમાં હતા ત્યારે કબડ્ડી અને દોડવાની સ્પર્ધામાં હંમેશા પહેલા સ્થાને આવતા. તેઓ અભ્યાસની સાથે સાથે બીજી બધી પ્રવૃતિમાં પણ હંમેશા આગળ રહેતા. તેમને ગ્રેજયુએશન કર્યા પછી પોલીસ ખાતામાં જવા માટે પરીક્ષા આપી અને પરીક્ષામાં પાસ થયા અને કોન્સ્ટેબલ તરીકે તેમની ભરતી કરવામાં આવી.

તેમની નિડરતા અને જવાબદારીને જોઈને તેમને પોલીસ ખાતામાં પ્રમોશન મળતું રહ્યું અને આજે તેઓ એક પીઆઈ તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની જવાબદારી નિભાવશે જે ખરેખર અમદાવાદ માટે એક ગૌરવની બાબત છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી