Big Breaking: કોરોનાના કેસ વધતા AMCનો મોટો નિર્ણય, અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ

દિવાળી પછી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટી નિકળ્યો છે. જો કે કોરોનાના વધતા કેસને કારણે અમદાવાદ શહેરમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. આમ, કોરોનાને કારણે અમદાવાદમાં સ્થિતિ બગડતા ફરી એકવાર જનતા કરફ્યૂ લાગુ કરવાની ફરજ પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યૂનું એલાન કર્યું છે. આ સાથે અનેક લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે.

image source

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન સમયે જ્યારે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. આ સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે જેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે.

image source

આ સાથે જ દરેક વ્યક્તિએ ખાસ પોતાનું પણ ધ્યાન રાખવાની જરૂર છે કારણકે કોરોના કેસમાં સતત વધારો થતા 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર થાય તો તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ નિર્માણ થઇ શકે છે.

image source

આ સાથે જ દરેક વ્યક્તિને જણાવવાનું કે ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઈ ગઈ છે. આ સાથે જ દિવાળી પછી કોરોનાનું સંક્રમણ અનેક રાજ્યોમાં તેમજ અનેક દેશોમાં પણ વધી ગયુ છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે નવા વોર્ડ બનાવવામાં આવ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે.

image source

આ સાથે જ રાજ્યમાં સંક્રમણને કાબુમાં લેવા માટે કેન્દ્રની આરોગ્ય વિભાગની ત્રણ ડોક્ટર્સની ટીમ આવશે. જો કે કોરોનાના કેસોમાં સતત વધારો થતા હાલમાં અનેક જગ્યાઓ પર કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની લાંબી લાઇનો લાગી છે. આ સાથે જ અમારી પણ અપીલ છે કે તમે બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળો. કોરોનાથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવાની પણ આદત પાડો. આમ, હાલની પરિસ્થિતિને જોતા દરેક લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે..

આ અંગે અધિક સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી હતી. આ કર્ફ્યુ રાત્રિના 9થી સવારના 6 સુધી લાગૂ રહેશે. રાજીવ ગુપ્તાએ જણાવ્યુ છે કે, અન્ય કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવા પણ જણાવવામાં આવે છે. પોતાની સાવચેતીરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે દરેક લોકોએ ખાસ પાલન કરવું. આ સાથે જ આગામી સૂચના ના મળે ત્યાં સુધી આ કર્ફ્યુ લાગૂ રહેશે. વધતા કોરોનાના કેસને લઈને વેપારીઓ સક્રિય થયા છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ સાથે વર્ચ્યુઅલ વિમર્સ કરવામાં આવ્યુ હતું ત્યારે હવે સરકારને સપોર્ટ કરવાની તૈયારી બતાવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 725 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા છ દિવસમાં દર્દીઓનો આંકડો 200 થી 725 પર પહોંચ્યો છે. જે રીતે કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે તે જોતા આગામી દિવસોમા 1200 બેડ હોસ્પિટલ હાઉસફુલ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ