દિવાળી ભેટઃ અમદાવાદીઓ માટે ખુશખબર, આ તારીખથી મન ભરીને આનંદ માણજો કાંકરિયાનો, ખુલી જશે આ પણ….

મોટો નિર્ણય: અમદાવાદવાસીઓ હવે ૧ નવેમ્બરથી કાં‌કરિયાનો આનંદ લઇ શકશે

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા વર્ષ ર૦૦૮માં કરોડો રૂપિયાનો કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરાયો હતો. ગત તા.રપથી ૩૧ ડિસેમ્બર, ર૦૦૮ દરમિયાન તત્કાલીન શહેરના શાસકોએ પ્રથમ કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરીને નયનરમ્ય કાંકરિયા લેકફ્રન્ટને જાન્યુઆરી, ર૦૦૯થી અમદાવાદીઓ માટે ખુલ્લું મૂકયું હતું. તહેવારોના રાજા ગણાતા દિવાળીના સપરમા દિવસોની નાગરિકોને શુભેચ્છા ભેટ આપવા માગતા હોય તેમ આગામી તા.૧ નવેમ્બરથી કાંકરિયા લેકફ્રન્ટને સહેલાણીઓ માટે પૂરેપૂરું ખોલી દેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

image source

આજે કાંકરિયા લેકફ્રન્ટ શહેરીજનો ઉપરાંત રાજ્યભરના સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જોકે કોરોના મહામારીથી કાંકરિયાની રોનક ફિક્કી પડી હતી. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ દરવાજાને સાત મહિના સુધી તાળાં મારી દેવાયાં હતાં. જેને ધીમે ધીમે ખોલી દેવાયાં છે, પરંતુ કાંકરિયાની વિભિન્ન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહ્યો હોવાથી નાગરિકો કાંકરિયાનો મોકળાશથી આનંદ માણી શકતા નથી, પરંતુ હવે સત્તાવાળાઓએ તહેવારોના રાજા ગણાતા દિવાળીના સપરમા દિવસોની નાગરિકોને શુભેચ્છા ભેટ આપવા માગતા હોય તેમ આગામી તા.૧ નવેમ્બરથી કાંકરિયા લેકફ્રન્ટને સહેલાણીઓ માટે પૂરેપૂરું ખોલી દેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

૧૯૦૦ જેટલાં પશુ-પક્ષી છે કાંકરિયામાં

image source

આમ તો કેન્દ્ર સરકાર દ્વારા ગત તા.૧ ઓકટોબરથી અમલમાં મુકાયેલા અનલોક-પમાં રાજ્યના તમામ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયને ચોક્કસ શરતોને આધીન ખોલી મૂકવાની કવાયત હાથ ધરાઇ હતી. જે અંતર્ગત પહેલા તબક્કામાં કાંકરિયા ઝૂ, બાલવાટિકા અને બટરફલાય પાર્કને મુલાકાતીઓ માટે તા.૧ ઓકટોબરથી ખુલ્લાં મુકાયાં હતાં.

કાંકરિયા ઝૂને ખુલ્લંંુ મુકાતાં બાળકો સફેદ વાઘણ, પ્રતાપ નામનો વાઘ, અંબર નામનો સિંહ, શ્વેતા તેમજ જાનકી નામની બે સિંહણને ઓપન પોટમાં મહાલતાં જોઇ શકયા છે. કાંકરિયા ઝૂમાં આઠ દીપડા, ૭૦ શિયાળ, ૧ જિરાફ, રૂપા હાથણી, બે હિપોપોટેમસ ઉપરાંત હરણ, વાંદરાં સહિત ૧૯૦૦ જેટલાં પશુ-પક્ષી હોવા છતાં બાળકો નોકટર્નલ ઝૂનાં તાળાં ન ખૂલવાથી ઉદાસીન હતાં.

image source

આબાલવૃદ્ધો કાંકરિયા લેકફ્રન્ટની સહેલ માણવાનું ટાળી રહ્યા છે

બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ કિડ્સ સિટી, મિની ટ્રેન પરનો પ્રતિબંધ પણ હજુ સુધી હટાવાયો નથી. વોટર એક્ટિવિટીઝ તેમજ રાઇડ પણ હજુ સુધી ચાલુ કરાઇ ન હતી. જેના કારણે ગત તા.૧ ઓકટોબરથી કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓ માટે. ખુલ્લું મુકાયું હોવા છતાં અન્ય પ્રવૃત્તિઓ પર એક અથવા બીજા પ્રકારના પ્રતિબંધથી આબાલવૃદ્ધો કાંકરિયા લેકફ્રન્ટની સહેલ માણવાનું ટાળી રહ્યા છે. જોકે શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોઇ નાગરિકોની સાથે તંત્ર પણ હાશકારો અનુભવી રહ્યું છે.

image source

કોરોનાનાે પ્રકોપ ઘટવાથી જ આગામી તા.૧ નવેમ્બરથી કાંકરિયા લેકફ્રન્ટને સહેલાણીઅો માટે પૂરેપૂરું ખોલી દેવાનો નીતિવિષયક નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારના અનલોક-૬ હેઠળ લોકડાઉનમાં વધુને વધુ છૂટછાટ અપાનાર હોઇ મ્યુનિ. સત્તાધીશો પણ કાંકરિયા લેકફ્રન્ટના તમામ દરવાજા અને તમામ પ્રવૃત્તિને ખુલ્લી મૂકે તેવી પ્રબળ શક્યતા છે.

સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમોનેડને પણ લોકો માટે ખુલ્લો મુકાયો

image source

ગત તા.૧પ ઓકટોબરથી શહેરભરનાં થિયેટર અને મલ્ટિપ્લેકસને ચાલુ કરવાની તંત્રે લીલીઝંડી આપી હતી. સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમોનેડને પણ લોકો માટે ખુલ્લો મુકાયો છે. હાલ નવરાત્રિ ઉત્સવ દરમિયાન પણ શ્રદ્ધાળુ ભક્તોને હળવી છૂટછાટ અપાઇ છે. એટલે તા.૧પ ઓકટોબરથી જ ચોક્કસ શરતોને આધીન મિની ટ્રેન, કિડસ સિટી વગેરે ખુલ્લા મુકાશે તેવી ચર્ચા ઉઠી હતી. જેમાં હવે ૧પ દિવસનો વિલંબ થયો છે, પરંતુ તા.૧ નવેમ્બરથી નાગરિકોને કાંકરિયા લેકફ્રન્ટમાં પગ મૂકવાનું ચોક્કસ મન થશે તેમ તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસને જોતાં લાગે છે.

કાંકરિયા લેકફ્રન્ટની ખોવાયેલી રોનક મહદંશે પરત આવશે

image source

ગત તા.૧ ઓકટોબર ર૦૧૯માં કોરોનાની ગેરહાજરીથી ર.૦૧ લાખ લોકોની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજોરીને રૂ.૧૮.૦૯ લાખની આવક થઇ હતી.પરંતુ આ ઓકટોબરમાં વિવિધ પ્રવૃત્તિ પરના પ્રતિબંધથી ૩૦ ટકા આવક પણ થઇ નથી. જ્યારે નવેમ્બર, ર૦૧૯માં ર.ર૧ લાખ સહેલાણીઓથી તંત્રને રૂ.ર૦.૪૪ લાખથી વધુની એન્ટ્રી ફીની આવક થઇ હતી. જો આગામી તા.૧ નવેમ્બરથી કાંકરિયા લેકફ્રન્ટ પર તમામ પ્રવૃત્તિઓને કોરોનાની ગાઇડલાઇન સાથે ચાલુ કરવાની પરવાનગી અપાશે તો કાંકરિયા લેકફ્રન્ટની ખોવાયેલી રોનક મહદંશે પરત આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ