અમદાવાદની યુવતી બની પ્રથમ પ્લાઝમાં ડોનર, પોઝિટિવ દર્દીઓને સાજા થવામાં મળશે મદદ

કેન્દ્ર સરકારની મંજૂરી અપાયા બાદ ગુજરાતમાં પ્લાઝમા થેરાપીની શરૂઆત થઈ, અમદાવાદની જ એક યુવતી પ્રથમ પ્લાઝમા ડોનર બની.

અમદાવાદની સ્મૃતિ ઠક્કર બની ખરા અર્થમાં કોરોના વોરિયર્સ:-

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની પ્લાઝમા ટેકનિકિથી સારવાર કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ ગઈકાલે સાંજે રાજ્યની પ્રથમ દર્દીએ પોતાના રક્તનું દાન કર્યુ હતું. પ્લાઝમા ટેકનિકમાં સાજા થયેલા દર્દીઓના પ્લાઝમાથી કોરોના વાયરસના દર્દીઓનો ઇલાજ કરવાાં આવશે. અમદાવાદમાં રહેતી સ્મૃતિ ઠક્કરે પોતાનું રક્ત આપી અને માનવતાને બચાવા સામેની જંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ યુવતીના બ્લડમાંના પ્લાઝમાનો ઉપયોગ કરીને કોરોના વાઈરસના ગંભીર ચેપનો ભોગ બનેલા દર્દીને બચાવવા માટે બ્લડ ડોનેટ કરવા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાજર પણ થઈ છે.

image source

બીમારીનો શિકાર બનેલા દરદીઓને સાજા કરી શકાય છે. સ્મૃતિ ઠક્કર પેરિસથી પરત આવી હતી અને તેને કોરોનાનું સંક્રમણ થયું હતું. તેણે 17 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી હતી. દરમિયાન પ્લાઝમા માટે રાજ્ય સરકારની મશકત બાદ કેન્દ્રએ ગુજરાતમાં પ્લાઝમાથી સારવાર કરવાની સંમતિ આપતા આ સારવાર શક્ય બની છે.

ગુજરાતમાં પ્લાઝ્મા થેરાપી દ્વારા કોરોના સામે યુદ્ધ લડાશે:-

ગુજરાતમાં પ્લાઝમા સારવારને લઇને કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીની પ્લાઝમા સારવાર કરી શકાશે. જેને લઇને ગઇકાલે જ અમદાવાદની એક યુવતી ગુજરાતની પ્રથમ પ્લાઝમા ડોનર બની. સ્મૃતિ ઠક્કરે હોસ્પિટલમાં જઈને સંક્રમિતો માટે બ્લડ ડોનેટ પણ કર્યું હતું.

image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં પ્લાઝમા સારવારની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કોરોના વાયરસ સામેની લડાઇમાં આ સારવારને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઇને અમદાવાદમાં ગઇકાલે ગુજરાતની પ્રથમ પ્લાઝમા ડોનર સ્મૃતિ ઠક્કર સામે આવી હતી.

અમદાવાદમાં રહેતી સ્મૃતિ ઠક્કરે હોસ્પિટલમાં જઇ સંક્રમિતો માટે બ્લડ ડોનેટ કર્યું હતું. જેમાં બ્લડમાંથી પ્લાઝમાના એન્ટીબોડી અલગ કરવામાં આવશે. આમ કોરોનાના દર્દીઓને સાજા કરવા માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઇ છે.

સ્મૃતિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે શનિવારે સાંજે મારા બ્લડ અને સ્વૉબના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ જ આશરે 1.5 કલાક જેટલી પ્રોસેસ ચાલી હતી. જેમાં મારું 400 ગ્રામ જેટલું બ્લડ લઈ તેમાંથી પ્લાઝમા છૂટું પડાયું હતું. મને ગર્વ છે કે મારું લોહી કોઈનો જીવ બચાવવાના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. મારું બ્લડ ગ્રૂપ પણ યુનિવર્સલ હોવાથી તેનો ગમે તે ગ્રૂપના દર્દીની સારવારના ઉપયોગમાં લઈ શકાશે.

image source

અમદાવાદ ખાતે પ્લાઝમા થેરાપીને લઇને આપેલ બ્લડમાંથી પ્લાઝમાના એન્ટીબોડી અલગ કરવામાં આવશે અને ત્યારબાદ સાજા થયેલા દર્દીના પ્લાઝમા માંથી પ્લાઝમા થેરાપીથી ઇલાજ થશે. કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીના બ્લડના પ્લાઝમાનો ઉપયોગ થાય છે.

આમ ગુજરાત રાજ્ય હવે કોરોના વાયરસ સામે લડવા માટે કેરળ રાજ્યનું મોડલ અપનાવવા માટે જઈ રહ્યું છે. તેમાં પણ કોરોના વાયરસ સામે જે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરીને કોરોનાના દર્દીઓનો જીવ બચાવ્યો તે પદ્ધતિને અહીં ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરવા માટે હાલના પુરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ