જાણો અમદાવાદમાં કઈ કઈ જગ્યા એ શું શું ખાવા-પીવાનું વખણાય છે. – જો જો કંઈ ચાખવામાં બાકી ના રહી જાય!

આપણે ગુજરાતીઓ એટલે શોખીન અને મોજીલા માણસો, હવે શોખીન ગુજરાતીઓએ હમણાંનો એક શોખ બહુ સારી રીતે કેળવ્યો છે અને એ છે ખાવાનો શોખ, ખાવાનો શોખ એટલે એવું નહિ કે કાંઈ પણ ખાઈ લે આ ખાવાનો શોખ એટલે કે કઈ જગ્યાએ કઈ વસ્તુઓ કે વાનગી સારી મળે છે તેની પુરેપુરી જાણકારી લેવી અને પછી ત્યાંની મુલાકાત લેવી અને તે જગ્યાની વાનગી તેમને કેવી લાગી તેનો રીવ્યુ પણ આપવો.

image source

આજે અમે આવા જ અનુભવી મિત્રો દ્વારા બનાવેલ એક લિસ્ટ તમારી માટે લાવ્યા છીએ જેમાં તમને જાણવા મળશે અમદાવાદની ગલીએ ગલીએ મળતી પ્રખ્યાત વાનગીઓ વિષે.

image source

એટલે જો તમે અમદાવાદથી જ છો અને તમે હજી પણ આ જગ્યાઓની મુલાકાત નથી લીધી તો એકવાર જરૂર ત્યાં જાવ અને આનંદ માણો ટેસ્ટી વાનગીઓનો. હું અમદાવાદ બહારના મિત્રોને પણ રિકવેસ્ટ કરીશ કે તમે જયારે પણ અમદાવાદ આવો તો આ જગ્યાઓની વાનગીઓ જરૂર ધ્યાનમાં રાખજો. ચાલો જાણીએ અમદાવાદની ગલીએ ગલીએ મળતી પ્રખ્યાત ટેસ્ટી વાનગીઓ વિષે.

image source

આપણે સવારના નાસ્તાથી શરૂઆત કરીએ તો તેમાં ઋતુરાજના મસ્કાબન-ચા, શંભૂની કોફી, લકીના મસ્કાબન, લક્ષ્મીના ગાંઠિયા, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, વિદ્યાપીઠ પાસેના થેપલા, શ્રી રામના ખમણ, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, જુના શેર-બજારનું ચવાણું, વિજય, જયભવાનીના વડાપાંવ, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા.

image source

હવે વાત આવે બપોરના થોડા હેવી જમવાની તો તેમાં તમે અમદાવાદમાં આવેલ ગુજરાતના દાળવડા, કર્ણાવતીની દાબેલી, ગીતાની સમોસા-કચોરી, સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી (BTW ત્યાંના ઢોંસા પણ ટ્રાય કરવા જેવા છે.), સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ, લક્ષ્મી બેકરીની પેટિસ, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, ઇન્દુબેન ખાખરાવાળાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા.

image source

હવે વાત કરીએ સાંજ અને રાત્રે મોજ આવે એવી વાનગીઓ વિષે. ચારભૂજાની સેન્ડવીચ, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ, યુનિવર્સિટીના ઢોંસા, જશુબેનના પિઝા, જવેરવાડની પાણીપૂરી, મણિનગરના ટામેટાના ભજિયા, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, પાંચ કૂવાની ફૂલવડી, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ અને ચા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ,

image source

ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, લો ગાર્ડનના છોલે કુલચા, મણિનગર ભીમ સિંહની પાઉંભાજી, રાત્રે તમે માણેકચોક જઈને અલગ અલગ નવીન પ્રકારની સેન્ડવીચ અને દિલ્હી ચાટ, લાઈવ પંજાબી વગેરે જેવી વાનગીઓ પણ ખાઈ શકો છો.

image source

હવે આખા દિવસ દરમિયાન તો તમે આ બધી વાનગીઓનો આનંદ માણી શકશો પણ રાતના જમવા પછી વાત આવે કાંઈક મીઠું અલ્યા ખારું મીઠું નહિ ગળ્યું ખાવાની તો તેના માટે પણ અમદવાદમાં એકથી એક બેસ્ટ જગ્યાઓ આવેલ છે. જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, શંકરનો આઇસ્ક્રીમ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, રાયપુર શ્રીજીની મીઠી લસ્સી તમે તેની કાજુ લસ્સી પણ ટ્રાય કરી શકો છો.

image source

અને જો તમે ઉનાળાની સીઝનમાં અમદાવાદ આવો તો પછી મણિનગર રેલવે ક્રોસિંગ ગોળો (બરફ ડિશ) તો ખાવાનો ભૂલતા જ નહિ સાથે સાથે આસ્ટોડિયાની લખનૌની જલેબી તો કેવીરીતે ભુલાય. આટલું લખતા લખતા જ મારા મોઢામાં પૂર આવી ગયું હું તો ચાલ્યો મણિનગર માસીની પકોડી ખાવા પછી મળીશું આવી જ સ્વાદિષ્ટ વાતો લઈને.

image source

હવે આટલું બધું ખાધા પછી ખાવાનું પચાવવા માટે કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક તો થઇ જ જાય શું કહેવું મિત્રો? જો તમે પણ આ વાનગીઓ સિવાય કોઈ બીજી અમદાવાદની વાનગીઓ આરોગી છે અને પસંદ આવી છે તો કોમેન્ટમાં નામ જરૂર ઉમેરજો અને તમારા ફૂડી, ખાઉધરા અને સ્વાદ પ્રેમી મિત્રોને જરૂર ટેગ કરજો અને પ્લાન બનાવો તમે ક્યાં કઈ વાનગી પહેલા ખાવા જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ