જલ્સા કરોને જેંતીલાલ

શું રાજ્યના 4 મહાનગરોમાં શનિ-રવિ લાગશે દિવસ દરમિયાન કર્ફ્યૂ ? જાણો શું કહ્યું નીતિન પટેલે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા બરોડા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિ દિવસ દરમિયાન રર્ફ્યૂ લગાવવાની વાતો સામે આવી રહી છે. હાલમાં રાજ્યમાં ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ છે, જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. તેમણે કારણ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ. જો કે આ પહેલા સોશિયલ મીડિયામાં શનિ – રવિ દરમિયાન કર્ફ્યૂ લાદવાની અફવા સામે હતી. જેના પર હવે ડે. સીએમ નીતિન પટેલે પૂર્ણવિરામ મુકી દીધુ છે.

ડે. સીએમ નીતિન પટેલે અફવા ગણાવી

image source

નોંધનિય છે કે આ પહેલા અમદાવાદમાં 57 કલાકનો સંપૂર્ણ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે હવે અમદાવાદ બાદ હવે રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ શનિ-રવિ દિવસે કર્ફ્યૂ લાદવામાં આવશે. રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી હોવાની વાતને અફવા ગણાવી હતી. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહના અંતે દિવસનો કર્ફ્યૂ અમલી બનાવાશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી. નીતિન પટેલે કહ્યું કે આવી વાતમાં લોકોએ ન આવવું અને ખોટા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા.

ચારેય મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે

image source

તો બીજી તરફ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1540 કેસ સામે આવ્યા

image source

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1540 કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 3906 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌ પ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 14 લોકોના મોત

image source

રાજ્યમાં આજે 14 લોકોના મોત થયા છે. જેમા છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 10 લોકોના મોત થયા છે. સુરતમાં 2, વડોદરા અને બોટાદમાં 1-1 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1283 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 1 હજાર 949 કેસ નોંધાઇ ચૂક્યા છે. કચ્છમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વધતા કોરોના સંક્રમણે લઈને ભુજમાં તંત્ર સતર્ક બન્યુ છે.

image source

ભુજ શહેરમાં અને વહીવટી તંત્રએ જોઈન્ટ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યુ છે અને ગાઈડલાઈનનું પાલન નહી કરવા બદલ દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version