અમદાવાદમાં રોકેટગતિએ વધેલા કોરોના સંક્રમણ પાછળ આ 5 પરિબળો છે જવાબદાર

અમદાવાદમાં કોરોનાએ રોકેટગતિ પકડી છે. એક તરફ મ્યુનિસિપલ તંત્ર શહેરમાં કોરોના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતા દર્દીઓને અમદાવાદ બહાર સારવાર માટે મોકલી રહ્યું છે. બીજી તરફ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં શહેરના 45 અલગ-અલગ સ્થળોને કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં રહેતા કુલ મળીને 8018 લોકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકયા છે. તો બીજી તરફ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે.

દિવાળી બાદ સંક્રમણમાં વધારો

image source

ખોખરા સર્કલ પાસે આવેલા રાધે બંગલોમાં ત્રીસ થી પણ વધુ કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા બંગલોના બે ભાગના 363 મકાનોના 1524 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા 162 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાંથી ચારમાં નિયંત્રણ દુર કરી મંગળવારે નવા 45 સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કર્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં કોરોનાની ગતિ ઓછી થઈ હતી. લોકલ સંક્રમણ અન્ય શહેરો કરતાં ઓછું જોવા મળ્યું હતું, પરંતુ દિવાળીના તહેવારોમાં ફરી અમદાવાદમાં કોરોનાનો કહેર વર્સી રહ્યો છે.

દિવાળીની ખરીદીમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ઉલાળીયો

image source

વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, લોકલ સંક્રમણ પાછળ લોકોની બેદરકારી જણાઈ રહી છે, પરંતુ જો દિવાળીમાં અમદાવાદનાં કાંકરિયા, ભદ્ર માર્કેટ, રાત્રિ ફૂડ ઝોન, લગ્ન પ્રસંગ તેમજ ધાર્મિક સ્થળો બંધ રહ્યાં હોત અથવા ગાઈડલાઈન્સનું પૂરતું પાલન થયું હોત તો શું આ મહામારીને અટકાવી શકાત. આ 5 સ્થળ પર દિવાળી સમયે સૌથી વધુ લોકોની ભીડ જામી હતી, જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

આ પાંચ કારણોને લીધે અમદાવાદમાં કોરોના વકર્યો

લગ્ન પ્રસંગમાં આપેલી છૂટછાટ

image source

ગુજરાત સરકારે લગ્ન પ્રસંગમાં આપેલી છૂટ ભારે પડી હતી. લોકો પસંગના આનંદમાં કોરોનાની ગાઈડલાઈનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. જેને લઈને ગુજરાત સહિત 4 રાજ્યની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણતરીની કલાકોમાં જ સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે 200 વ્યક્તિની છૂટછાટને તાત્કાલિકપણે અડધી કરી દેવાઈ છે, એટલે કે હવે 100 લોકો જ હાજર રહી શકશે, પરંતુ દિવાળી સહિત કેટલાક લગ્ન પ્રસંગમાં 200 કરતાં વધુ તેમજ જે લોકો આવ્યા છે તેમને પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર એકબીજાને અડીઅડીને બેસવું તેમજ ટીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા. ભોજન સમયે પણ મોટા કુંડાળા કરીને લોકો એકસાથે જમતા હોય છે. તો જો આમાંથી કોઇ એકને પણ કોરોનાનાં લક્ષણ હોય તો મોટી સંખ્યામાં કોરોનાનો વિસ્ફોટ થઈ શકે છે. જોકે હવે અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, શહેરમાં હવે માત્ર દિવસનાં લગ્નોને જ મંજૂરી મળશે રાતિના લગ્ન માટે કોઇપણ મંજૂરી આપવામાં આવશે નહીં તેમજ જો લગ્નમાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી થશે. હાલમાં બન્ને પક્ષ તરફથી 50-50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.

ખાણી પીણી બજારો પર લોકોની ભીડ

image source

તહેવારોની સિઝનમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં ખાણી પીણીના સ્ટોલ પર ભીડ જોવા મળતી હતી. જ્યાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું જેના કારણે સંક્રમણનો ખતરો વધ્યો હતો. અમદાવાદના યુનિર્વસિટી, પ્રહલાદનગર એસજી હાઈવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ઘણા બધા ફૂડ ઝોન આવેલા છે, જ્યાં લોકો મોડી રાત સુધી ભીડ જમાવીને બેઠા હોય છે. સરકાર દ્વારા રેસ્ટોરાં પણ 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ હતી. લોકો આ હોટલો અને લારી ગલ્લા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા. જેમા મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળતા હતા. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નહોતું. જેને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું.

તહેવારો પર ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જામી

image source

લોકડાઉનમાં દરમિયામ બંધ રહેલા ધાર્મિક સ્થળો લાંબા સમયમાં બાદ ખોલવામાં આવ્યા હતા. જેને લઈને દિવાળીના સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલાં ધાર્મિક સ્થળો પર ભક્તો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા. બીજી તરફ, તાજેતરમાં જ શરૂ થયેલા ગિરનાર ટેમ્પલ રોપવેની મજા માણવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા, જેમાં દર્શન કરવા આવતા ભક્તોમાં કેટલાક ભક્તો તો માસ્ક વગર જ ધાર્મિક સ્થળો પર ફરતા જોવા મળી રહ્યા હતા. ગિરનાર રોપ વે પર ભીડને જોઈને સાધુ સંતો અને સ્થાનિક આગેવાનેએ પણ રોપવે બંધ કરવાની માગ કરી હતી. કારણ કે રોપ વે માં બેસવા રાજ્યના વિવિધ ભાગમાંથી લોકો આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હતી. આ સિવાય પ્રવાસન સ્થળો પર પણ લોકો ઊમટી પડ્યા હતા. કોરોના વચ્ચે મુંબઇ, સુરત, વડોદરા અને અમદાવાદના પ્રવાસીઓ મોટી સંખ્યામાં સાપુતારા પહોંચ્યા હતા. પ્રવાસન સ્થળો પર લોકોની સતત ભીડને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાની શક્યતાને નકારી શકાય નહિં.

દિવાળી પર ભદ્ર માર્કેટમાં ઉભરાયું કિડિયારૂ

image source

અમદાદમાં ખરીદી માટે લાલ દરવાજા અને ભદ્ર માર્કેટ જાણીતું છે. આમ તો લાલ દરવાજા અને ભદ્ર માર્કેટમાં સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યમાં લોકો ખરીદી કરવા આવે છે. પંરતુ કોરોનાકાળમાં લોકોએ દાખવેલી બેદરકારી હવે ભારે પડી રહી છે. કેમ કે દિવાળી પર ભદ્ર માર્કેટમાં પગ મુકવાની જગ્યા ન મળે તેવી ભીડ જામી હતી. આવા સમયે તંત્રએ પણ કોઈ આકરા પગલા લીધા ન હતા.
પોલીસ દ્વારા ઘણીવાર કોવિડ ગાઈડલાઈન્સની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ અમદાવાદીઓને જાણે કોઇ ફરક જ ન પડતો હોય તેમ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે ખરીદી કરતા ઝડપાયા હતા. જો તંત્ર દ્વારા દિવાળી સમયે ભદ્ર બજારમાં કડક પગલાં લેવામાં આવ્યાં હોત તો કદાચ હાલમાં વધી રહેલા કેસના આકડા ઓછા થઈ શક્યા હોત.

કાંકરિયામાં પણ લોકોની જામી હતી ભીડ

image source

કાંકરિયા પણ લોકડાઉન દરમિયાન બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારોમાં જ કાંકરિયા ખુલ્લું મૂકી દેતાં લોકો ફરી બેદરકાર બન્યા હતા. દૈનિક 1થી 2 હજાર લોકોની અવર-જવર શરૂ થઈ જતાં કાંકરિયામાં ભીડ જમવા લાગી હતી, જેમાં કેટલાક લોકો દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો હતો. તહેવારો હોવાથી લોકો પોતાના પરિવારના તમામ સભ્યો સાથે પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળો પર ઊમટી પડ્યા હતા. આ સ્થિતિમાં સૌથી વધુ જોખમ બાળકો તેમજ મોટી ઉંમરની વ્યક્તિ પર વધ્યું છે. કોર્પોરેશનની અને સાથે લોકોની બેદરકારી હવે બારે પડી રહી છે. લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. હાલમાં શહેરમાં હોસ્પિટલમાં જગ્યા મળી રહી નથી. દર્દીઓને બીજા શહેરમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

સંક્રમણ વધતા બગીચામાં જવાના સમયમાં કરાયો ફેરફાર

image source

અમદાવાદ શહેરમાં વધી રહેલા સંક્રમણથી બોધપાઠ લઈ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાં આવેલા નાના-મોટા મળી 250 જેટલા બગીચા સવાર અને સાંજે માત્ર બે-બે કલાક માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહીતી પ્રમાણે,અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા શહેરના તમામ બગીચાઓમાં જવા માટેનો સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.મ્યુનિ.ના એક સર્વે મુજબ,શહેરમાં હાલ રાત્રિ કરફયૂ અમલમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ