કોંગ્રેસ પાર્ટીમાં અહેમદ પટેલની ઈચ્છા વગર પાંદડુ પણ ન હલતું, જાણો તેમની રાજકીય સફર

ગુજરાતના કદાવર નેતા અહેમદ પટેલનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. નોંધનીય છે કે અહેમદ પટેલ ભારતની રાજ્યસભાના વરિષ્ઠ ગૃહના સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2001 થી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. નોંધનીય છે કે વર્ષ 2004 અને 2009 માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શન માટે પણ તેમને મોટાભાગે શ્રેય તેમને આપવામાં આવ્યો છે. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા, તો ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.

જ્યારે તમામ પદો પરથી અહેમદને હટાવી દેવાયા

image source

1991માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને સાઈડમાં કરી દેવાયા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યપદ સિવાયનાં તમામ પદો પરથી અહેમદ પટેલને હટાવી દેવાયા. એ વખતે ગાંધી પરિવારનો પ્રભાવ પણ ઓછો થયો હતો, એટલા માટે પરિવારોની વફાદાર વ્યક્તિઓએ મુશ્કેલી સામે ઝઝૂમવું પડ્યું હતું. નરસિમ્હા રાવે મંત્રીપદની રજૂઆત કરી તો પટેલે ઠુકરાવી દીધી હતી. તેઓ ગુજરાતથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી ઘર ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી, પણ કોઈની પાસેથી મદદ ન લીધી.

1980 થી 1984ના સમયગાળા દરમિયાન તેમનું કદ વધ્યું

image source

કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ 1980 અને 1984ના સમયે વધ્યું, જ્યારે ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

મોડી રાત સુધી કામ કરતા

image source

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મોડી રાત સુધી કામ કરવું અને કોઈપણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈપણ કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશાં ફ્રી રાખતા હતા, જેની પર માત્ર 10 જનપથથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા.

વર્ષ 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા

image source

ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ

વર્ષ 1991થી કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય

વર્ષ 2001થી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાજનીતિક સલાહકાર

નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ તરીકે જાણીતા થયા

નગરપાલિકા ચૂંટણીથી રાજનીતિક સફરની કરી શૂાત

ત્રણ વખત લોકસભા સાંસદ

વર્ષ 1977,1980 અે 1984માં લોકસભાના સાંસદ બન્યા

પાંચ વખત રાજ્યસભાના સાસંદ

ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં કાર્યરત છે અહેમદ પટેલ

1977થી1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ

વર્ષ 1983થી 1984 સુધી ઓલ ઈન્ડિયાકોંગ્રેસ કમિટીના જોઈન્ટ સેક્રેટરી પદે રહ્યા

1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજીવગાંધી સંસદીય સચિવ પદે રહ્યા

કોંગ્રેસ તાલુકા પંચાયત અધ્યક્ષના પદેથી કરિયરની શરૂઆત

જાન્યુઆરી 1986થી ઓક્ટોબર 1988 સુધી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા

2006થી વક્ફ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય

image source

કોંગ્રેસ સંગઠન જ નહી પરંતુ પ્રાંતથી લઈને કેન્દ્રમાં બનવાવાળી સરકારમાં કોંગ્રેસના નેતાઓનું ભાવિ પણ અહેમદ પટેલ નક્કી કરતા હતા. યુપીએ સરકારની પાર્ટી બેઠકોમાં, જ્યારે પણ સોનિયા કહેતી કે તેઓ વિચારને નિર્ણય કરશે અને ત્યાર બાદ નક્કી કરીને કહેશે, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેઓ અહેમદ પટેલની સલાહ લીધા પછી નિર્ણય લેશે. યુપીએ 1 અને 2 ના ઘણા નિર્ણયો પણ પટેલની સંમતિ પછી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસની કમાન્ડ ગાંધી પરિવારના હાથમાં હોવા છતાં, અહેમદ પટેલ વિના પાર્ટીમાં પત્તું પણ આગળ વધતું નહોતું. એટલે કે પાર્ટીનું રિમોર્ટ તેમની પાસે રહેતા હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ