અમદાવાદીઓ હજુ પણ કોરોનાથી ડરજો, અને ઘરમાં રહેજો, મૃત્યુદરનો આ આંકડો જાણીને શ્વાસ થઇ જશે અદ્ધર

ભારત દેશના છ શહેરોમાં સૌથી વધારે મૃત્યુ દર ૪.૧ અમદાવાદ શહેરમાં છે, ત્યાર પછી મુંબઈમાં ૩.૯ મૃત્યુ દર છે અને દિલ્હીમાં ૧.૬ ટકા મૃત્યુદર છે.

-અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના લીધે ૧૯૬૮ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

image source

ગુજરાત રાજ્યમાં હાલમાં હવે કોરોના વાયરસ સંક્રમણનો બીજો તબક્કો શરુ થઈ ગયો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મોત અમદાવાદ શહેરમાં થયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. અમદાવાદ શહેરમાં આજ દિન સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી ૧૯૬૮ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. આખા દેશમાં સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયા છે.

અમદાવાદ શહેરનો મૃત્યુદર ૪.૧ ટકા છે. ત્યાર પછી બીજા નંબરે મુંબઈ શહેર આવે છે મુંબઈમાં કોરોના વાયરસથી સંક્રમિત થવાના લીધે ૩.૯ ટકા મૃત્યુ દર નોંધવામાં આવ્યો છે. જયારે ત્રીજા ક્રમે કોલકાતા શહેરનો મૃત્યુદર ૨.૫ ટકા નોંધાયો છે. ગુજરાત રાજ્ય દેશના કુલ મૃત્યુઆંકમાં ચોથું સ્થાન ધરાવે છે. પરંતુ ગુજરાત રાજ્યનો મૃત્યુઆંક ૪.૨ ટકા છે. ગુજરાત રાજ્ય પછી હવે મહારાષ્ટ્ર રાજ્યનો મૃત્યુદર ૩.૬ ટકાની સાથે બીજું સ્થાન ધરાવે છે.

image source

અમદાવાદમાં સૌથી ઉંચો મૃત્યુદર.

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર- જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૭૩૦૯ કેસ કોરોના વાયરસ સંક્રમણના નોંધવામાં આવ્યા છે. ત્યારે ૧૯૬૮ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ત્યાં જ મુંબઈ શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના ૨૭૫, ૭૧૪ કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે કોરોના વાયરસના ૧૦૬૭૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. જયારે પ.બંગાળના કોલકાતા શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના ૯૯૯૦૯ કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે ૨૫૦૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

image source

જયારે બેંગલુરુ શહેરમાં ૩ લાખ કરતા વધારે કેસ સામે આવ્યા છે ત્યાં જ ૪૦૬૮ લોકોના કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુ થઈ ગયા છે. જ્યાં ચેન્નઈમાં ૨ લાખ કરતા વધારે કોરોના વાયરસના કેસ નોંધવામાં આવ્યા છે. અને કોરોના વાયરસના લીધે ૩૮૧૩ લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. આનો અર્થ એવો થાય છે કે, આ છ શહેરોમાં ગુજરાત રાજ્યના અમદાવાદ કરતા વધારે લોકોના મોત થયા છે પણ કોરોના વાયરસ સંક્રમણના કેસની તુલનાએ અમદાવાદ શહેરનો મૃત્યુદર ૪.૧ ટકા થઈ ગયો છે, ત્યારે અન્ય કેટલાક શહેરોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસના આંકડા વધારે છે જયારે એની તુલનાએ મૃત્યુ ઓછા થયા છે.

image source

ક્યાં શહેરમાં કેટલા ટકા મૃત્યુદર:

શહેર – કેસ – મોત – મૃત્યુદર

અમદાવાદ – ૪૭૩૦૯ – ૧૯૬૮ – ૪.૧%

મુંબઈ – ૨૭૫૭૧૪ – ૧૦૬૭૫ – ૩.૯%

કોલકાતા – ૯૯૯૦૯ – ૨૫૦૫ – ૨.૫%

ચેન્નઈ – ૨૧૨૦૧૪ – ૩૮૧૩ – ૧.૮%

દિલ્હી – ૫૨૯૮૬૩ – ૮૩૯૧ – ૧.૬%

બેંગલુરુ – ૩૬૩૬૬૫ – ૪૦૬૮ – ૧.૧%

જુલાઈ મહિનામાં મૃત્યુદર બાબતે ગુજરાત રાજ્ય આગળ હતું.

image source

જુલાઈ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્યમાં ૩૫૭૧૧૭ કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા હતા અને ૧૩૧૩૨ દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા. ત્યારે જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યમાં તા.૨૪ જુલાઈ સુધીમાં ૫૩૬૩૧ કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે ત્યાં જ ૨૨૮૩ લોકોએ કોરોના વાયરસના લીધે પોતાનો જીવ ગુમાવ્યા છે. આમ, દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત રાજ્ય ચોથા ક્રમે આવતું હતું પરંતુ ગુજરાત રાજ્યનો મૃત્યુદર અન્ય રાજ્યોની તુલનાએ વધારે હતો ગુજરાત રાજ્યનો મૃત્યુદર ૪.૨ ટકા હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ