અમદાવાદી બિલ્ડરનો વટ, ખરીદી વર્લ્ડની સૌથી મોંઘી કાર, જાણો કેટલી છે કિંમત

આ અમદાવાદી બિલ્ડરે ખરીદી વિશ્વની સૌથી મોંઘી કાર – દેશમાં માત્ર ચાર જ વ્યક્તિઓ પાસે છે આ કાર

image source

માણસ જ્યારે જીવનમાં આર્થિક રીતે પ્રગતિ કરતો જાય ત્યારે તેના શોખ પણ તેની કમાણી પ્રમાણે વધતાં જાય છે. કેટલાક લોકોને વિવિધ સ્તુઓનો શોખ હોય છે કોઈનું મોંઘી એટલે કે લાખો રૂપિયાની હાર્લી ડેવીડસન બાઈક લેવાનું સ્વપ્ન હોય છે તો વળી કેટલાકનું ફેરારી કે બેન્ટલી (Bentley) જેવી મોંઘેરી કાર લેવાનું સ્વપ્ન હોય છે.

image source

હાલ દુનિયાની સૌથી મોંઘી ગાડીઓમાં બેન્ટલી કંપનીની ફ્લાઇંગ સ્પર (Flying Spur) નો સમાવેશ થાય છે. વિશ્વના અબજો પતિઓ આ કાર પોતાના ગેરેજમાં પાર્ક થાય તેવા સ્વપ્ન સેવતા હોય છે. ભારતની વાત કરીએ તો આજે આવી માત્ર ચાર જ કાર ભારતમાં છે. જેમાંથી એક તાજેતરમાં અમદાવાદના એક બિલ્ડરે ખરીદી છે. અને તેમની આ મોંઘેરી ખરીદીને કારણે તેઓ સોશિયેલ મિડિયામાં ચર્ચાનો વિશય બન્યા છે.

image source

અમદાવાદના ધરણીધર ડેવલોપર્સના બિલ્ડર દીપક મેવાડાએ રૂપિયા 5.6 કરોડની બેન્ટલી કંપનીની ફ્લાઇંગ સ્પર કાર ખરીદી છે. અને તેને કારણે અમદાવાદ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વ સ્તરે ચર્ચિત થયું છે. કારણ કે આવી માત્ર ચાર જ કાર ભારતીયો દ્વારા ખરીદવામાં આવી છે જેની પ્રથમ ડિલિવરી અમદાવાદ ખાતે રહેલાં બિલ્ડર દીપક મેવાડાને ત્યાં આપવામાં આવી છે.

image source

દીપક ભાઈએ આ ફ્લાઇંગ સ્પર – બેન્ટલી માટે સાત મહિના અગાઉ બૂકીંગ કરાવ્યું હતું. જેની હવે છેક તેમને ડીલીવરી મળી છે. બેન્ટલી – Bentley કંપનીની ગાડીઓએ વિશ્વની લક્ઝરિયસ કારોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દેશના અસંખ્ય ધનવાનો જેવા કે મુકેસ અંબાણી વિગેરે આ મોંઘેરી કાર ધરાવે છે.

ફ્લાઇંગ સ્પરની ખાસીયતો

image source

બેન્ટલી એક બ્રિટિશ કાર કંપની છે. ભારતમાં તેને મેન્યુફેક્ચર કરવામાં નથી આવતી માટે જેને પણ તે લેવી હોય તેમણે તેને ઇમ્પોર્ટ જ કરાવવી પડે છે. તેનું મહિનાઓ અગાઉથી બૂકીંગ કરાવવું પડે છે અને તમે તેનું ઇન્ટેરિયર તમારી પસંદ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. દીપક મેવાડા દ્વારા ખરીદવામાં આવેલી ફ્લાઇંગ સ્પરની ખાસિયતો અનેક છે. આ કાર એક પાવરફુલ એન્જિન ધરાવે છે. તેમજ તે હેન્ડક્રાફ્ટેડ છે.

કારની ટેક્નિકલ ખાસિયતો

image source

કારનું 6000 સીસીનું એન્જિન 333 કિ.મીની ટોપ સ્પિડ ધરાવે છે. માત્ર 3.8 સેકન્ડમાં તે 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. આ ગાડી પેટ્રોલ પર ચાલે છે તેનું માઈલેજ લગભગ 6 કિલોમીટર પ્રતિ લીટરનું છે. તેની પેટ્રોલ ટેન્કને એકવાર ફૂલ કરાવ્યા બાદ તમે તેને 608 કિલો મીટર સુધી નિર્વિઘ્ને દોડાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ