જલ્સા કરોને જેંતીલાલ

અમદાવાદથી દિલ્હી જતી આ ટ્રેનો નહિં ઉભી રહે વડોદરા, આ નવા રેલવે સ્ટેશન પર કરશે સ્ટોપ જાણો તમે પણ

હવે અમદાવાદથી દિલ્હી તરફ જતી ટ્રેન વડોદરાના સ્ટેશને નહીં થોભે

અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન હવે વડોદરાના સ્ટેશને નહીં રોકાય પણ વડોદરામાં છાણી નજીક આવેલા છાયાપુરીમાં બનેલા નવા જ રેલવે સ્ટેશન પર રોકાશે. આ સ્ટેશનનો 17મીથી ઉપયોગ શરૂ થશે, અને ત્યાર બાદ અમદાવાદથી દિલ્હી જતી 13 ટ્રેનો વડોદરાના સ્ટેશનની જગ્યાએ છાયાપુરી થઈને જશે.

image source

છેલ્લા કેટલાક સમયથી વડોદરાના છાણી જકાતનાકા નજીક આવેલા છાયાપુરી રેલવે સ્ટેશનનું રીનોવેશન ચાલી રહ્યું હતું અને તેને એક નાનકડા સ્ટેશનથી બદલીને સેટેલાઇટ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. શનિવારે બપોરે કેન્દ્રના રેલ રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગડી દ્વારા આ સ્ટેશનનું ઉદ્ઘાટન કરીને તેનું લોકાર્પણ કરવામા આવશે.

image source

વાસ્તવમાં આ સ્ટેશનને વિકસાવવાની એટલા માટે જરૂર પડી કારણ કે છેલ્લા કેટલાક સમયથી વડોદરાના મુખ્ય રેલવે સ્ટેશન પર અત્યંત ટ્રાફિક વધી ગયો હતો તેમજ અમદાવાદથી દિલ્હી તરફ જતી અને દિલ્હીથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોના વડોદરામાં પહોંચતાં એન્જિનની દીશા બદલવી પડતી હતી.

image source

અને આ પ્રક્રિયાના કારણે લગભગ 30-40 મિનિટનો સમય બગડતો હતો. પણ હવેથી અમદાવાદ તરફથી દિલ્હી જતી અને દિલ્હીથી અમદાવાદ તરફ જતી ટ્રેનો વડોદરા સ્ટેશનને બદલે છાયાપુરી સ્ટેશન પર રોકાશે. આમ કરવાથી એન્જિન બદલવાની જરૂર નહીં પડે અને મુસાફરીના સમયમાં 30-40 મનિટ જેટલો સમય ઘટી જશે.

image source

જાણો કઈ કઈ ટ્રેનો વડોદરા સ્ટેશનને બદલે છાયાપુરી સ્ટેશને રોકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version