આજથી અહીં ખૂલી ગઇ સ્કૂલો, જાણો કોરોના કાળમાં કયા નિયમોનું કરવું પડશે પાલન

દેશમાં કોરોના મહામારીનો કહેર અટકી રહ્યો નથી. આ સમયે દેશમાં અનેક જગ્યાઓએ આજથી શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સમયે શાળાઓએ કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આજથી યૂપી, પંજાબસ સિક્કિમમાં પણ શાળાઓ ખોલી દેવામાં આવી છે.આ સાથે જ ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રહેશે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને બાળકો પર શાળાએ આવવા કોઈ પણ પ્રકારનું દબાણ કરાશે નહીં.

image source

કોરોના વાયરસના સંકટને કારણે દેશભરમાં લોકડાઉન કરાયું છે. આ પછી હવે દેશમાં અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. આ સમયે કેન્દ્ર સરકારે રાજ્યોને શાળાઓ ખોલવાની પરમિશન આપી છે જેના આધારે અનેક રાજ્યોએ 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો તો કેટલાક રાજ્યોમાં આજથી શાળાઓ ખોલવામાં આવી રહી છે.

આ જગ્યાઓએ આજથી ખૂલશે શાળાઓ

image source

દેશમાં આજે ઉત્તરપ્રદેશ, પંજાબ અને સિક્કિમમાં શાળાઓ ખોલાશે. શાળાઓ ખોલવાના નિર્ણયને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન પણ તૈયાર કરી છે. તેનું પાલન કોરોના સંકટની વચ્ચે કરાશે. આજથી પંજાબમાં કન્ટેનમેન્ટ ઝોનની બહારની 9-12ના ધોરણના ક્લાસ શરૂ કરાશે.

યૂપીમાં પણ આજથી ખૂલશે શાળાઓ

image source

યૂપીમાં પણ કોરોના મહામારીના લગભગ 6 મહિના બાદથી બંધ થયેલી શાળાના 9-12 ધોરણના વર્ગો આજથી શરૂ કરાશે. વાલીની મંજૂરી સાથે બાળકો શાળામાં આવી શકશે. આ સિવાય પણ સિક્કિમમાં બાળકો માટે આજથી શાળા ખોલવામાં આવી છે. અહીં ચાલુ સત્ર ફેબ્રુઆરીમાં પૂરું કરાશે.

શું છે ગાઈડલાઈન

image source

ફર્નિચર, સ્ટેશનરી, કેન્ટીન, લૈબની સાથે આખા પરિસર અને ક્લાસરૂમને રોજ સેનેટાઈઝ કરવાનો રહેશે. એક ક્લાસમાં એક દિવસમા 50 ટકા બાળકો બેસશે. અન્ય દિવસે અન્ય 50 ટકા બાળકોને ભણાવાશે.

કોઈ પણ વિદ્યાર્થી વાલીની પરમિશન વિના શાળાએ આવી શકશે નહીં.

સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રખાશે.

શક્ય હોય તો વાલી પોતે જ બાળકોને લાવે અને લઈ જાય.

image source

બાળકોના યુનિફોર્મમાં ફૂલ સ્લીવનું શર્ટ અ્ને પેન્ટ અને બૂટ-મોજા જરૂરી રહેશે.

ક્લાસ રૂમમાં માસ્ક હટાવવાની પરમિશન નહીં હોય.

ગૃહમંત્રાલયે જાહેર કરાયેલી ગાઈડલાઇનમાં કહેવાયું છે કે શાળાની તરફથી સ્ટુડન્ટ્સ પર શાળામાં આવવાનું કોઈ દબાણ કરાશે નહીં. સ્કૂલ જવા માટે વાલીની લેખિત પરમિશન જરૂરી રહેશે. આ સિવાય શાળાઓ ઓનલાઈન ક્લાસ પણ પહેલાંની જેમ ચાલુ રાખી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ