સામાન્યરીતે સાંપને સૌથી ખતરનાક જીવોમાંથી એક માનવામાં આવતા હોય છે. ભલે લોકો કેટલા પણ તાકાતવર હોય, પરંતુ સાંપને જોતા જ તેમના પરસેવા છૂટી જતા હોય છે. ત્યાં જ દુનિયામાં એક જગ્યા એવી પણ છે, જ્યાંની છોકરીઓ ઝેરી કોબરાનું લોહી ચા-કોફીની જેમ જ સ્વાદ લઈ-લઈને પીતી જોવા મળે છે. તેનું કારણ જાણશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં, ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઝેરી કોબરા સાંપોનું લોહી પીવાનું એક અનોખું ચલણ છે.
અહીં મોટા ભાગનાં વિસ્તારોમાં કોબરા સાંપનું લોહી કાઢીને વહેંચવામાં આવે છે અને લોકો સવાર-સાંજ ફરતા સમયે આને સ્વાદ લઈને પીતા હોય છે. લોહીની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખતા અહીનાં દુકાનદાર દરરોજ હજારો સાપોને કાપી નાખે છે.
તેમનું એવું માનવું છે કે કોબરાનું લોહી પીવાથી ત્વચા ચમકદાર થાય છે. કોબરાનું લોહી પીધા બાદ ૩-૪ કલાક સુધી લોકોને ચા-કોફી ન પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી લોહી શરીરમાં પોતાનું કામ કરી શકે. આ સલાહ દુકાનદાર પોતે આપતા હોય છે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ