અહીંની છોકરીઓ ચા-કોફીની માફક પીવે છે ઝેરી કોબરાનું લોહી, કારણ તમને કરી દેશે હેરાન

સામાન્યરીતે સાંપને સૌથી ખતરનાક જીવોમાંથી એક માનવામાં આવતા હોય છે. ભલે લોકો કેટલા પણ તાકાતવર હોય, પરંતુ સાંપને જોતા જ તેમના પરસેવા છૂટી જતા હોય છે. ત્યાં જ દુનિયામાં એક જગ્યા એવી પણ છે, જ્યાંની છોકરીઓ ઝેરી કોબરાનું લોહી ચા-કોફીની જેમ જ સ્વાદ લઈ-લઈને પીતી જોવા મળે છે. તેનું કારણ જાણશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં, ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઝેરી કોબરા સાંપોનું લોહી પીવાનું એક અનોખું ચલણ છે.

અહીં મોટા ભાગનાં વિસ્તારોમાં કોબરા સાંપનું લોહી કાઢીને વહેંચવામાં આવે છે અને લોકો સવાર-સાંજ ફરતા સમયે આને સ્વાદ લઈને પીતા હોય છે. લોહીની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખતા અહીનાં દુકાનદાર દરરોજ હજારો સાપોને કાપી નાખે છે.કોબરાનું લોહી વહેંચતી આ દુકાનો સાંજે ૫ વાગ્યાથી ખુલ્લે છે અને રાત્રે ૧ વાગ્યે બંધ થઇ જાય છે. અહીનાં પુરુષ કોબરાનું લોહી પોતાનાં સ્વાસ્થયને તંદુરસ્ત રાખવા માટે પીવે છે, તો ત્યાં મહિલાઓ પોતાની સ્કીનને સુંદર બનાવવા માટે આને પીવે છે.

તેમનું એવું માનવું છે કે કોબરાનું લોહી પીવાથી ત્વચા ચમકદાર થાય છે. કોબરાનું લોહી પીધા બાદ ૩-૪ કલાક સુધી લોકોને ચા-કોફી ન પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી લોહી શરીરમાં પોતાનું કામ કરી શકે. આ સલાહ દુકાનદાર પોતે આપતા હોય છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અહીં દિન-પ્રતિદિન કોબરાનાં લોહીની ડિમાંડ વધી રહી છે. વધતી ડિમાંડને કારણે અહીં દુકાનદાર દરરોજ ઘણા સાંપને મારી નાખે છે. દુકાનદાર જેમને સાંપનું લોહી વહેંચે છે તેમને ૩-૪ કલાક બાદ જ ચા-કોફી પીવાની સલાહ આપે છે.જણાવી દઈએ કે દુકાનદાર આવી સલાહ એટલે આપે છે જેથી લોહી શરીરમાં જઈને અસર કરી શકે. અહીં સાંજે ૫ વાગ્યાથી કોબરા સ્ટોલ લાગવાનાં શરૂ થઈ જાય છે. જ્યાં કોબરાનાં લોહીનું વહેંચાણ રાત્રે ૧ વાગ્યા સુધી ચાલે છે. અહીં ઘણી દુકાનોમાં ગરોળી,વાંદરા અને ચામાચિડિયાથી બનેલી પારંપરિક દવાઓ પણ મળે છે પરંતુ વધારેભાગનાં ગ્રાહકો અહી કોબરાનાં લોહી માટે જ આવે છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ