અહી દર વર્ષે ભગવાનને પતિ બનાવે છે હજારો કિન્નર, મહાભારત સાથે જોડાયેલું છે કારણ આગલા જ દિવસે થઈ જાય છે વિધવા.

અરાવન દેવતા,મહાભારતનાં પ્રમુખ પાત્રોમાંથી એક છે.યુધ્ધ દરમિયાન એમને એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.એ મને કિન્નરોનાં દેવતા માનવામાં આવે છે,એટલે દક્ષિણ ભારતમાં કિન્નરોને અરાવની નામથી બોલાવવામાં આવે છે.તામિલનાડુમાં અરાવન દેવનું ખાસ મંદિર પણ સ્થિત છે.ખાસ એટલે કારણ કે અહીયા કિન્નર અને ભગવાનનાં વિવાહની અનોખી પરંપરા પ્રચલિત છે.એટલુ જ નહિ લગ્નનાં બીના જ દિવસે બધા કિન્નર ભગવાનનાં વિધવામાં રૂપમાં રડતા અને વિલાપ કરતા નજરે પડે છે.


આ પરંપરાની પાછળનું કારણ મહાભારતકાળથી સંબંધિત છે.કિવદંતિઓને અનુસાર,આ ઘટના તે કાળની પ્રમુખ ઘટનાઓમાંથી એક છે.આખરે કોણ છે અરાવન?શું હતી તે ઘટના?આવી તમામ વાતોનો જવાબ આ કહાનીમાં હાજર છે.જો તમે પણ મહાભારત વિશે જાણવા માટે ઉત્સુક રહો છો તો પછી આ વાર્તા અંત સુધી જરૂર વાંચો.

અર્જુન અને નાગ કન્યા ઉલૂપીનાં પુત્ર હતા અરાવન


મહાભારતની કથા મુજબ,એ કવાર અર્જુને દ્રોપદીથી લગ્નની એક શરતનાં ઉલ્લંઘનનાં કારણે ઈન્દ્રપ્રસ્થથી દૂર એક વર્ષની તીર્થયાત્રા પર જવું પડ્યુ હતુ. ઈન્દ્રપ્રસ્થથી નિકળ્યા બાદ અર્જુન ઉત્તર-પૂર્વ ભારત તરફ ગયા હતા.ત્યાં એમના લગ્ન ઉલૂપી નામની એક નાગ કન્યા સાથે થઈ ગયા હતા.
મહાભારત યુદ્ધમાં લીધો હતો ભાગ


લગ્નનાં અમુક સમય બાદ ઉલૂપીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.તેનું નામ અરાવન રાખવામાં આવ્યુ.પુત્રમાં જન્મ બાદ અર્જુન એ બન્નેને ત્યાં જ છોડીને આગળની યાત્રા પર નિકળી ગયા હતા જ્યારે કે અરાવન,નાગલોકમાં પોતાની માતા સાથે જ રોકાઈ ગયો હતો.યુવાન થવા પર તે નાગલોક છોડીને તેના પિતા પાસે ગયો.એ જ દરમિયાન કુરુક્ષેત્રમાં મહાભારતનું યુધ્ધ ચાલી રહ્યું હતું.એ વામાં અર્જુને તેને યુધ્ધ કરવા માટે રણમેદાનમાં મોકલી દીધો હતો.


યુધ્ધ માટે આપી હતી પોતાની બલી

મહાભારતનાં યુધ્ધમાં એક સમય એવો આવ્યો જ્યારે પાંડવોને પોતાની જીત માટે મા કાલીનાસ ચરણોમાં એક સ્વૈચ્છિક નરબલીની જરૂર પડી.એવામાં જ્યારે કોઈપણ રાજકુમાર આગળ ન આવ્યા તો અરાવને પોતાને આગળ કર્યો.જોકે તેને શરત રાખી કે તે અવિવાહિત નથી મરવા માગતો.

શ્રી કૃષ્ણ ધારણ કરે છે મોહિની રૂપ

આ શરતનાં કારણે એક મોટું સંકટ ઉત્પન્ન થઈ જાય છે કારણ કે કોઈપણ રાજા એ જાણતા હોઈ કે આગલા દિવસે તેમની દિકરી વિધવા થઈ જશે,અરાવનથી પોતાની દિકરીનાં લગ્ન માટે તૈયાર ન હતા.એ વામાં જ્યારે કોઈ માર્ગ ન બચ્યો તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વંય મોહિની રૂપ લઈને અરાવન સાથે વિવાહ કર્યા.


પોતાની બલી આપે છે અરાવન

આગલા દિવસ અરાવને પોતાના હાથથી પોતાનું મસ્તક મા કાલીનાં ચરણોમાં અર્પિત કરી દીધું.અરાવનનાં મૃત્યુ બાદ શ્રી કૃષ્ણ એ મોહિની રૂપમાં ઘણીવાર સુધી અરાવનની મૃત્યુનો વિલાપ પણ કર્યો હતો.

કિન્નરોનાં આરાધ્ય દેવ


એ સમય શ્રી કૃષ્ણે પુરુષ હોવા છતા પણ સ્ત્રી રૂપમાં અરાવન સાથે વિવાહ કર્યા હતા.એ જ પ્રથાનાં ચાલતા કિન્નર,અરાવનને પોતાના આરાધ્ય દેવ માને છે.આ મંદિરમાં આજપણ અરાવનનાં વિવાહ કિન્નરો સાથે કરવામાં આવે છે.