આ હાઈકોર્ટના 52 કર્મચારીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં, એક જ દિવસમાં એટલા બધા પોઝિટિવ કેસ આવ્યા કે….

કોરોના સંક્રમણ દેશભરમાં વધી રહ્યું છે ત્યારે હાઈકોર્ટનો સ્ટાફ પણ તેની ઝપેટમાં આવી ગયો છે. ઈંદોરની બેંચના 52 કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. એક દિવસમાં કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવવાથી હાહાકાર મચ્યો છે. છેલ્લા 5 દિવસમાં 23 નવેમ્બરે 5 દર્દીઓ, 24મીએ 3 અને 25 નવેમ્બરે 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.

image source

શુક્રવારે એકસાથે 35 સંક્રમિત મળતા હાહાકાર મચ્યો છે. કોઈ પણ જજ હાલમાં સંક્રમિત થયું હોવાનું જાણવા મળ્યું નથી. કોરોના સંક્રમિતોમાં પ્યૂન-કલ્ર્કથી લઈને સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓના સંક્રમિત હોવાથી જજ અને વકીલ પણ આઘાતમાં છે.

image source

ઈંદોરમાં કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે ત્યારે ઉચ્ચ ન્યાયાલયે એક અઠવાડિયા માટે તેને બંધ કરવાની માંગ કરી છે. હાઈકોર્ટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ અમર સિંગ રાઠોરે આ બાબતે એક પત્ર પણ લખ્યો છએ. આ દિવલસોમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી તાલી રહી છે ત્યારે યાચિકા પ્રસ્તુત કરનારાથી લઈને અન્ય કામ માટે વકીલો અને હાઈકોર્ટના સ્ટાફને ઓફિસ આવવું પડે છે. આટલી મોટી સંખ્યામાં સંક્રમિતો આવતાં હાહાકાર મચ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને અહીં ગયા મહિને પણ કામ બંધ રહ્યું હતું. હવે કેટલાક કર્મચારીઓ ન્યાયાલય પરિસરમાં આવી રહ્યા છે અને કોરોના વકરી રહ્યો છે.

સાઉથ તુકોગંજ અને ખાતીવાલા ટેંક કન્ટેનમેન્ટ ઝોન જાહેર

image source

ઈંદોરમાં છેલ્લા 6 દિવસથી રોજ 550થી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. આ કારણ છે કે હવે એકવાર ફરીથી શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની ફરજ પડી છે. સાઉથ તુંકોગંડમાં 42 અને ખાતીવાલા ટેંકછી 31 કેસ સામે આવ્યા બાદ શુક્રવારે આ ક્ષેત્રને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જે ઘરોમાં પોઝિટિવ કેસ આવ્યા છે તેમને એપીસેન્ટર જાહેર કરાયા છે. સાઉથ તુકોગંજમાં ઈન્દ્રપ્રસ્થ ટાવરની પાછળ અને ખાતીવાલા ટેન્કમાં સીંધી કોલોનીની સામેના વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયા છે.

આ નિયમો રહેશે લાગૂ

image source

સંક્રમણને રોકવા માટે કન્ટેનમેન્ટસ એરિયામાં આવન જાવન પ્રતિબંધિત રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ સ્ક્રીનિંગ કરશે. આ માટે વિવિધ ટીમ કામ કરી રહી છે. આ ટીમ રોજ શંકાસ્પદ લોકોનું મોનિટરિંગ કરવાની સાથે જ સંક્રમણથી પ્રભાવિત લક્ષણો જેવા કે તાવ, ખાંસી, ગળામાં દર્દ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો આવતાં જ અધિકારીઓને સૂચિત કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ