નિયમિત કરો આ 10 વસ્તુઓનું સેવન, તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ૩૦ વર્ષ લાંબુ આયુષ્ય આપશે

લાંબુ આયુષ્ય કોને ન ગમે. લાંબુ આયુષ્ય મેળવવા માટે પ્રાચીન કાળમાં લોકો જડીબુટ્ટીઓનું સેવન કરતા હતા. પણ આજના સમયમાં એવી જડીબુટ્ટીઓનો ઉપચાર શીખવાડના લોકો રહ્યા નથી. સમયની સાથે જડીબુટ્ટીઓનું સેવન પણ બંધ થઈ ગયું, તેમજ તેની પદ્ધતિ પણ વિસરાઈ ગઈ. તેમજ આજના સમયમાં હવામાં જે પ્રદૂષણ છે, તેમજ મોર્ડન લાઈફસ્ટાઈલને કારણે તો ઉલટાનુ આયુષ્ય વધવાને બદલે 5 વર્ષ ઘટી રહ્યું છે. ત્યારે આવામાં કેટલીક વસ્તુઓનું સેવન કરીને લાંબુ આયુષ્ય મેળવી શકાય છે. તો જાણી લો તે માટે શું ખોરાક લેશો.

બદામનું વિટામિન ઈ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તેમ જ પ્રદૂષણને કારણે થતા ડૅમેજથી બચાવે છે. અઠવાડિયે એકાદ વાર બદામના તેલથી માલિશ પણ તમને સદા જુવાન રાખશે.

  • અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારનાં એસેન્શિયલ ઑઇલ્સ હોય છે જે બ્રેઇન માટે ખૂબ પોષક છે. શરીર માત્ર બહારથી જ યંગ હોય એટલું પૂરતું નથી; બ્રેઇન પણ શાર્પ, સતેજ અને સક્રિય રહે છે.

  • ઍવકાડો આ માટે સૌથી બેસ્ટ ગણાય. વિટામિન સી, વિટામિન ઈ અને ઓમેગા થ્રી ફૅટી ઍસિડ આ ત્રણેયનું અદ્ભુત કૉમ્બિનેશન હોવાથી ત્વચાનું મૉઇસ્ચર જાળવી રાખતું અવ્વલ દરજ્જાનું ઍન્ટિ-એજિંગ ફ્રૂટ ગણાય છે. ત્વચાની કરચલી દૂર કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે છતાં એમાં ચરબીનું પ્રમાણ પણ સારુંએવું હોવાથી સંભાળીને લેવું.
  • ગ્રીન ટી શરીરમાં ભરાયેલો ટૉક્સિક કચરો આંતરિક અવયવોને ડૅમેજ કરે તો અંદરના અવયવોને ઘસારો પહોંચે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી યુરિન વાટે ઝેરી તત્વોનો તત્કાલ નિકાલ થાય છે ને એટલે લિવર, કિડની, બ્લડનું પ્યુરિફિકેશન થતું રહે છે.

  • વિટામિન ઈ, વિટામિન સી ધરાવતી ચીજોમાં ઍન્ટિ-એજિંગ પ્રૉપર્ટી છે એવું માનવામાં આવતું. એ ઉપરાંત લીલાં પાનવાળી શાકભાજી તેમ જ ફૂડમાં કલર બૅલેન્સ એટલે કે રોજ પાંચ જુદા-જુદા કલરની શાકભાજી ખાવાની ટિપ્સ મોખરે ગણાય છે.
  • સૂર્યમુખીનાં બી ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે એવું વિટામિન ઈ સૂર્યમુખીના બીમાં રહેલું છે. આ બીનું તેલ નહીં, પરંતુ બીને શેકીને ખાવાથી મૅક્સિમમ ફાયદો મળે છે.

  • તલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે; પણ સાથે કૅલ્શિયમ અને પ્રોટીન પણ હોવાથી હાડકાં, દાંત અને નખ માટે ઉત્તમ છે. એજિંગ પ્રોસેસ અટકાવવા માટે હાડકાંનું નિયમિત પોષણ થતું રહે એ માટે આખા તલ સારા છે.

  • ઑલિવ ઑઇલ ઉત્તમ છે. એમાં ખૂબ જ ઓછી માત્રામાં કૉલેસ્ટરોલ જમા કરે એવી ચરબી હોય છે. ઓછું વાપરવા છતાં પૂરતી ચીકાશ અને સ્વાદ હોવાથી સ્વાભાવિકપણે જ એ ઓછું ખવાય છે. ડેઇલી ત્રણ ચમચી ઑલિવ ઑઇલથી વધુ માત્રામાં ન લેવું.

  • ઓછી કૅલરી, ભરપૂર પાણી અને સિલિકા નામનું ખનીજતત્વ ધરાવતી કાકડી ચમકીલી, સુંવાળી ત્વચા આપે છે. વેઇટ-કન્ટ્રોલ માટે અને કૅલરી-કન્ટ્રોલ માટે કાકડી સારી છે.
  • બ્લુબેરીઝ, ક્રૅનબેરીઝ, સ્ટ્રૉબેરી જેવા બ્રાઇટ કલર્સ ધરાવતા બેરીઝ આંતરિક અને બાહ્ય અવયવોને ડૅમેજ થતા અટકાવે છે. આ ફળોને રંગ બક્ષતાં ખાસ કેમિકલ્સ કૅન્સરના પ્રિવેન્શન માટે પણ જાણીતાં છે.
  • કુંવારપાઠાનો રસનું રોજ સેવન કરવાથી ત્વચા કુમારી જેવી કોમળ રહી શકે છે. ખાલી પેટે ૩૦ મિલીલિટર ઍલોવેરાનો ગર ૧૦૦ મિલીલિટર પાણીમાં મેળવીને પી જવો. એ પછી અડધો કલાક પછી રેગ્યુલર નાસ્તો કરવો. આ જૂસ એક્સલન્ટ યંગ લુકિંગ સ્કિન આપે છે.

લેખન. સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

સ્વાસ્થ્યને લગતી માહિતી વાંચવા માંગો છો તો લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી