માતાજીનું આ મંદિર દરેક સંકટનો અગાઉથી અણસાર આપે છે ! જાણો આ મંદિરની મહત્તા…

ભવાનીમાતાનું આ મંદીર કાશ્મીરની મધ્યમાં આવેલા જોકી જિલ્લામાં આવેલું છે. અહીંના મૂળ કાશ્મિરિ પંડીતોનું ભવાનીમાતાનું મંદીર આવેલું છે. અહીંના પંડીતોને આ મંદીરમાં અપાર શ્રદ્ધા છે. અહીં એક કુંડ આવેલો છે, કહેવા છે કે અહીં માતાજી કુંડના પાણીનો રંગ બદલીને આવનારી વિપદાનો અણસાર આપે છે.

મોદી સરકાર દ્વારા જ્યારે અહીં 370ની કલમ નાબૂદીની જાહેરાત કરવામાં આવી હતી તેનો સંકેત કુંડનું પાણી બદલીને પહેલેથી જ આપી દીધો હતો. હાલ આ નિર્ણયને મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ફરી આ કુંડનું પાણી સામાન્ય થઈ રહ્યું છે. સ્થાનિક લોકોને અગાઉથી જ કંઈક સંકટ આવવાનું છે તેવો ભાસ થઈ જાય છે.

હાલ કાશ્મીરમાં કર્ફ્યુ જેવો માહોલ છે. ત્યારે આ મંદીરમાં એક ચકલુ પણ નથી ફરતું. મંદીર સાવ જ સુમસામ થઈ ગયું છે. સવાર સાંજ માત્ર તેના માટે નિયુક્ત કરવામા આવેલા પુજારી આવીને આરતી તેમજ દિવા કરી જાય છે. મંદિરની સંભાળ લેનારા જણાવે છે કે ગયા મહિનાની શરૂઆતમાં જ કુંડના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. પાણીનો રંગ કાળો થઈ ગયો હતો. હવે જો કે પાણીનો રંગ ધીમધીમે પહેલા જેવો થઈ રહ્યો છે.

તેઓ જણાવે છે કે આ પહેલાં 2008માં અમારનાથ ભૂમિ ચળવળ, 2010માં ઓમર અબ્દુલ્લાની સરકારમાં હિંસા, 2014માં આવેલા પૂર તેમજ 2016માં થયેલા હિજબુલ આતંકવાદી બુરહાન વાણીના મૃત્યુ બાદ થયેલી હિંસા દરમિયાન પણ આ કુંડનું પાણી બદલાઈ ગયું હતું. આમ જ્યારે જ્યારે આતંકવાદનો હૂમલો થયો ત્યારે ત્યારે પણ કુંડનું પાણી બદલાતું રહેતું હતું.

મંદિરના પ્રાંગણમાં સીઆરપીએફના કેંપના જવાનો પુજા કરવા માટે આવે છે. આજ પ્રાંગણમાં વડાપ્રધાન પેકેજ હેઠળ ચૂંટવામાં આવેલા કાશ્મીરી પંડિતોના 40 કુટુંબ વસવાટ કરે છે. કેન્દ્રના નિર્ણય બાદ આ બધા જ કુટુંબ પોતાના વતન જમ્મુમાં રહેવા આવી ગયા હતા.

હાલ સુરક્ષા હેતુથી બીએસએફ અને સીઆરપીએફ બન્નેને ગોઠવવામા આવ્યા છે. હાલ ત્યાંની સ્થિતિ જરા પણ સામાન્ય નથી. અવારનવાર અસામાજીક તત્ત્વો મંદીર પર પથ્થરમારો કરીને ભાગી જાય છે. અને માટે જ અહીંની સુરક્ષા ઓર વધારે કડક કરી દેવામાં આવી છે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે મૂળ કાશ્મીરના વતનીઓ એવા કાશ્મીરી બ્રાહ્મણોએ કાશ્મીરના કટ્ટરવાદીઓની ધમકી તેમજ વધતી હિંસાના કારણે બધું જ પડતું મુકીને કાશ્મીરથી ભાગી આવવું પડ્યું હતું. જો કે ધીમે ધીમે આશા સેવાઈ રહી છે કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદજી બાદ કાશ્મીરી બ્રાહ્મણોને તેમનું મૂળ વતન પાછુ મળશે.

આમ તો ધીમે ધીમે કાશ્મીરમાં શાળાખો ખોલવામાં આવી રહી છે અને સરકારી ઓફિસો પણ ફરી શરૂ કરવામા આવી છે તેમ છતાં વાહન વ્યવહાર તેટલો સામાન્ય નથી બન્યો માટે લોકો ઘરની બહાર નીકળતાં ખચકાઈ રહ્યા છે.

370ની કલમની નાબૂદીના વિરોધમાં આજે પણ વિરોધીઓ નાના-નાના છમકલા કરી રહ્યા છે અને સામાન્ય લોકોના જીવનમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. જેનો અડગ રીતે ભારતીય સેના સામનો કરી રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ