અમેરિકામાં 70 વર્ષ પછી કોઈ મહિલાને મૃત્યુદંડની સજા આપી

હાલમાં અમેરિકાની એક ઘટના ભારે ચર્ચામાં છે અને લોકોમાં દહેશતનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે અમેરિકામાં 70 વર્ષ બાદ કોઈ મહિલા કેદીને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. 52 વર્ષીય લીસા મૉન્ટગોમરીને 2007માં એક જઘન્ય અપરાધમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો અમેરિકાના કંસાસમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળુ દબાવી હત્યા કરવા તેમ જ તેના ગર્ભને કાપી ભ્રૂણ કાઢવાના કેસમાં દોષિત ઠરાવી મૃત્યુ દંડની સજા આપવામાં આવી છે.

67 વર્ષમાં પહેલીવાર મોતની સજા: પહેલાં પ્રેગ્નેન્ટ મહિલાનું ગળું દબાવીને કરી હત્યા, પછી ગર્ભાશય કાપીને ચોર્યુ બાળક; વાંચો રૂંવાડા ઉભા કરી દે ...
image source

મળતી માહિતી પ્રમાણે બુધવારે અમેરિકાના ઇન્ડિયાના પ્રાંતની એક જેલમાં એમને ઝેરનું ઇંજેક્ષન આપી મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે એમની સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પહેલાની વાત કરીએ તો અગાઉ મંગળવારે તેમની સજા પર અમલ કરાયાના અમુક કલાકો પહેલાં જ ન્યાયાધીશ જેમ્સ હેનલને આ સજા પર રોક લગાવી દીધી હતી અને ત્યારે જજે કહ્યું કે મૃત્યુદંડ આપતાં પહેલાં તેમની સક્ષમતા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવે પછી જ આખરી ફેંસલો લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે લીસાના વકીલે દલીલ કરી હતી કે તેઓ મૃત્યુદંડ માટે માનસિક અક્ષમ છે તેમજ તેઓ જન્મથી મગજના વિકારથી પીડિત છે. પણ આ બધી વાતોનું કંઈ ન ચાલ્યું અને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આ અપીલ ફગાવી દીધી હતી.

image source

લીસાના અપરાધ અને એમના કાંડ વિશે જો વાત કરીએ તો લીસાએ વર્ષ 2004માં અમેરિકાના મિસોરી રાજ્યમાં એક ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. માત્ર હત્યા જ નહીં પણ સાથે જ હત્યા બાદ મહિલાનું પેટ ચીરીને તેમનાં બાળકનું અપહરણ કર્યું હતું. હાલની વાત કરીએ તો 52 વર્ષીય લીસાને 12 જાન્યુઆરીના દિવસે ઇન્ડિયાનાના તેરે હૌતે ખાતે મૃત્યુદંડ આપવાનું ઠરાવાયું હતું, ન્યાયાધીશી રોક બાદ એમને 13 જાન્યુઆરીએ મૃત્યુદંડ આપવામાં આવ્યો. તેઓ મૃત્યુદંડ મેળવનાર 70 વર્ષમાં પ્રથમ મહિલા સંઘીય કેદી બની ગયાં છે અને હાલમાં તેની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. આ પહેલાં અમેરિકન સરકારે છેક વર્ષ 1953માં આવી સજા આપી હતી.

image source

આ સાથે જ જો ભારતની વાત કરવામાં આવે તો દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર 2018માં ભારતમાં જાતિય હિંસાની સાથે હત્યાના અપરાધમાં 58ને મૃત્યુદંડ ફટકારાયો હતો. આ સાથે જ નીચે પ્રમાણે પણ ગુનામાં આરોપીને મૃત્યુ દંડ આપવામાં આવી ચૂકાયો છે.

હત્યાના ગુનામાં 45ને મૃત્યદંડ

લૂંટ અને હત્યાના ગુનામાં 17ને મૃત્યુદંડ

image source

હુલ્લડ અને હત્યાના ગુનામાં 16ને મૃત્યુદંડ

અપહરણ અને હત્યાના ગુનામાં 10ને મૃત્યુદંડ

12 વર્ષ કરતાં નાની ઉંમરી બાળકી પર જાતિય હુમલામાં 9ને મૃત્યુદંડ

image source

આ સાથે જ પાડોશીની વાત કરીએ તો ગત વર્ષે પાકિસ્તાનમાં 250ને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે બાંગ્લાદેશમાં 229ને મોતની સજા સંભળાવવામાં આવી હતી. વિશ્વમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં આપવામાં આવેલા મૃત્યુદંડનું પ્રમાણ થોડું વધારે હતું. વિશ્વમાં 2017માં 2531 લોકોને મોતની સજા કરાઈ, જ્યારે વર્ષ 2018માં 2591 લોકોને મોતની સજા અપાઈ હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ