આઝાદી બાદ પહેલી મહિલાને ફાંસી, ઘટના જાણીને રૂંવાડા થઈ જશે ઉભા

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની બાવનખેડીની ઘટનામાં એક મહિલાને ફાંસી આપવામાં આવશે. આઝાદ ભારતની પહેલી મહિલા શબનમ હશે જેને ફાંસીની સજા આપવામાં આવશે. શબનમની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે અને હવે તેના ડેથ વોરંટની રાહ જોવાઈ રહી છે તો સાથે જ તેને ફાંસી આપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

image soucre

14 એપ્રિલ, 2008 ના રોજ બનેલી તે ખૌફનાક ઘટનાને કોઈ ભુલી શક્યું નહીં હોય. આ ઘટનામાં શબનમે તેના પ્રેમી સલીમ સાથે મળી પોતાના જ કુટુંબના 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તે સમયે તેણી બે મહિનાથી ગર્ભવતી હતી. બાવનખેડીમાં રહેતા શિક્ષક શૌકત અલીના પરિવારમાં પત્ની હાશ્મી, પુત્ર અનીસ, રાશિદ, પુત્રવધૂ અંજુમ, પુત્રી શબનમ અને 10 મહિનાનો માસૂમ પૌત્ર અર્શનો સમાવેશ થાય છે. શૌકત અલીએ એકમાત્ર પુત્રી શબનમને સારી રીતે ઉછેરી હતી. તેને ભાઈઓ કરતાં વધુ સારી તાલીમ મળી એમ.એ. પાસ કર્યા પછી શબનમ શિક્ષક બની હતી. પરંતુ તે દરમિયાન ગામના આઠમા ધોરણ પાસ યુવાન સલીમ સાથે શબનમ પ્રેમમાં પડી. પરિવાર તેના પ્રેમ અને લગ્નનો વિરોધ કરી રહ્યા હતા.

image soucre

આજ કારણે તેણે પોતાના જ પરિવારના સાત લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. પરીવારના સભ્યોની હત્યા તેણે કુહાડીના ઘા ઝીંકીને કરી નાંખી હતી. આ હત્યાકાંડથી ગ્રામજનો પણ હેબતાઈ ગયા હતા પરંતુ શબનમે પોલીસ સમક્ષ એવું જણાવ્યું કે તે બાથરુમમાં હતી અને લુંટારું ઘરમાં આવ્યા અને તેણે બધાને મારી નાંખ્યા. પરંતુ પોલીસ તપાસમાં શબનમ લગ્ન વિના ગર્ભવતી હોવાનું સામે આવતાં પોલીસે શંકાના આધારે તેની પુછપરછ કરી તો શબનમે બધું જ કબૂલી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in)

આ કેસમાં કોર્ટે શબનમ અને તેના પ્રેમીને ફાંસીની સજા ફટકારી હતી. ફાંસીથી બચવા માટે શબનમે દયા અરજી પણ કરી પરંતુ હવે તેને ફગાવી દેતાં હવે તેની ફાંસીનો રસ્તો સાફ થઈ ગયો છે. તેના માટેની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. શબનમને મથુરામાં ફાંસી આપવામાં આવશે. શબનમને ફાંસી પવન જલ્લાદ આપશે. તે અત્યાર સુધીમાં બે વખત મથુરા જઈ તૈયારીઓની ચકાસણી પણ કરી ચુક્યો છે.

image soucre

જણાવી દઈએ કે મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી પછીથી અહીં કોઈપણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી. હવે શબનમને અહીં ફાંસી આપવામાં આવશે જો કે હાલમાં તેની ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ જેલ પ્રશાસન દ્વારા દોરડા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એટલે કે હવે ડેથ વોરન્ટ ઈસ્યુ થવાની સાથે જ શબનમ અને સલીમને ફાંસી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત