અઢાર અઢાર વર્ષથી બાળકની રાહ જોતી મહિલાના ઘરમાં પારણું બંધાયું

પ્રેગ્નેન્સીને લગતા અનેક કિસ્સા સામે આવતા રહે છે. આપણે અવાર નવાર અનેક અનોખા કિસ્સા વિશે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. ઘણા કેસમાં કેટલીય ક્રિટિકલ કન્ડિશન આવતી રહે છે અને તેમ છતાં સિવિલ હોસ્પિટલ આવા અઘરા અઘરા કેસ સોલ્વ કરતી રહે છે. ત્યારે એક નિઃસંતાન મહિલાના ઘરે નાના શિશુનો ખિલખિલાટ ગૂંજતો કરવામાં ડોક્ટરને કેટલો આનંદ આવે એ એમને જ ખબર હોય. ત્યારે વધારે એક આવો કિસ્સો સામે આવ્યો છે અને એની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફે વધારે એક પડકાર જનક કિસ્સામાં સફળતા મળી છે.

image soucre

તો આવો વિગતે ચર્ચા કરીએ આ અનોખા કેસની. તો એવું થયું કે લગ્ન પછીના 18 વર્ષ સુધી મહિલાને જીવનની તમામ ખુશીઓ મળી પણ તેમના ઘરે પારણું બંધાયું નહોતું. 18 વર્ષના લગ્નજીવનમાં કોકિલા બહેનને પાંચ વખત ગર્ભ પણ રહ્યો હતો પણ સુખ જાણે ઊંબરા સુધી આવીને પાછું વળી જતું હોય એવું થતું અને દરેક વખતે પ્રસુતિ નિષ્ફળ રહી હતી. જશોદા બહેન પણ ચિંતા કરતાં હતા કે આખરે શું થશે. પણ વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે કોરોનાની મહામારી લઇને આવ્યું હોય એ એક તરફ અને કોકિલાબહેન માટે 2020નું વર્ષ એક તરફ. તેમના માટે આ વર્ષ વરદાનરૂપ સાબિત થયું હતું! કારણ કે કોકિલાબહેનને માટે 2020 સંતાનની ખુશી લઈને આવ્યું કે જેની એ ક્યારની રાહ જોતા હતા,

image source

કહેવાય છે કે નસીબ જ્યારે મોટો વળાંક લે ત્યારે ભગવાન બધા હાથે આશીર્વાદ આપતા હોય એવું લાગે અને કંઈક આવું જ થયું કોકિલાબહેન સાથે. કોકિલાબહેન સાથે જે થયું એના પરિવારને પણ નહીં ખબર હોય. ત્યારે નવેમ્બર 2020માં કોકિલાબહેનને સાડા છ મહિનાની ગર્ભાવસ્થામાં જ પ્રસુતિની પીડા ઉપડી. આ વખતે કોકિલાબહેન અને તેમના પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાનું કિરણ દેખાયું અને કોકિલાબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં. ત્યારબાદની પરિસ્થિતિની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ કોકિલાબહેનના ગર્ભમાંથી પાણી છૂટી ગયું જેને તબીબી શૈલીમાં પ્રિ-મેચ્યોર રક્ચર ઑફ મૅમ્બ્રન્સ કહેવાય છે. જો કે આનો સીધો અર્થ એવો થયો કે નોર્મલ ડિલીવરી લગભગ અસંભવ છે.

image soucre

પણ આ સિવિલ હતી અને એ પણ અમદાવાદની. કે જેણે અનેક પકડારો વચ્ચે ઘણી ડિલીવરી આ અગાઉ કરી હતી. માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ 42 વર્ષની વયના કોકિલાબેનને માતૃસુખ આપવાનું બીંડુ ઝડપ્યું. ત્યારથી જ ડોક્ટર્સની દેવદૂત તરીકેની ભૂમિકા શરૂ થઈ અને અમદાવાદ સિવિલના તબીબોએ એને પુરી રીતે નિભાવી પણ ખરી.જો વાત કરીએ તો હાલત એવી હતી કે કોકિલાબહેનના નસીબ અને તબીબોની તજજ્ઞતા વચ્ચે જંગ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં કામગીરી વિશે વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એસોસિએટ તબીબ ડૉ. તેજલ પટેલ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. શિતલ કાપડીયાની ટીમ દ્વારા કોકિલાબેનનું સિઝેરીયન કરવામાં આવ્યુ હતું.

પણ એક વાત એ પાક્કી છે કે જ્યારે તમારે સાડા છ માસની પ્રિમેચ્યોર પ્રસુતિ હોય તો એવા કિસ્સામાં બાળકના જીવતા રહેવાની શક્યતાઓવ હોતી જ નથી, હોય તો પણ નહિવત્ જ હોય છે. જો બાળક જન્મે તો પણ ઓછા વજન સાથે જ જન્મતા હોય છે. સિઝેરિયન બાદ જ્યારે બાળક જનમ્યુ ત્યારે તેનું વજન માત્રને માત્ર એક કિલોગ્રામ હતું. પણ વાત કંઈક એમ હતી કે આ એક કિલોગ્રામના બાળક માટે પણ કોકિલાબહેનને 18 વર્ષ સુધી આતુરતાથી રાહ જોવી પડી હતી. કોકિલાબહેને ઊંડે સુધી ભરોસો હતો કે મારું બાળક જીવશે અને આ ભરોસાએ બાળકને જીવાડ્યું પણ ખરુ. પછીથી ખરો જંગ શરૂ થયો અને ઓછુ વજન હોવાના કારણે કોકિલાબહેનના બાળકને સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. બેલા શાહ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણીના માર્ગદર્શન હેઠળ N.I.C.U.ની સારસંભાળમાં રાખવામાં આવ્યાં.

image soucre

ત્યારબાદ રોજ રોજ એક જ વિચાર આવતો હતો કે આખરે બાળક જીવશે કે કેમ અને જો જીવશે તો કેટલો સમય લેશે. ત્યારે આ રીતે આશાના કિરણ વચ્ચે 51 દિવસ સુધી જંગ ચાલ્યો. 51 દિવસ આ તબીબોની સતત અને સન્નિષ્ઠ દેખરેખ અને સતત સારસંભાળ અને મહેનતના કારણે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થયું અને હવે કોકિલાબહેન સાથે તેમના ઘરે પા પા પગલી માંડવા જઈ રહ્યું છે અને દેરકમાં ખુશીનો માહોલ છે. ત્યારે અમદાવાદ સિવિલમાં પણ આ ડોક્ટરની કામગીરી ખુબ જ વખાણવામાં આવી રહી છે અને આખા ગુજરાતમાં આ સ્ટોરીની ભારે ચર્ચા છે.