શું તમે પણ ન્હાયા પછી કરો છો આ કામ? તો આજથી જ કરી દેજો બંધ નહિં તો…

આપણા દૈનિક કાર્યનું એક કાર્ય સ્નાન કરવાનું પણ છે. સ્નાન કરવું આપણા માટે ઘણું જરૂરી છે અને શાસ્ત્રોમાં પણ સ્નાનને ખુબ જ મહત્વ આપ્યું છે. કહેવાય છે કે જે લોકો સ્વરમાં વેહલા સ્નાન કરે છે તેમના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્નાન કર્યા પછી પણ અમુક કાર્ય ના કરવા જોઈએ. નહીંતર લક્ષ્મીજી તમારા ઘરમાં આવવાનું છોડી દે છે. તો ચાલો જાણીએ સ્નાન કર્યા પછી કઈ બાબતોની કાળજી લેવી જરૂરી છે.

– તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્નાન કર્યા પછી, આપણે ડોલને તે સ્થળે ન છોડવી જોઈએ અથવા તેને પાણીથી અડધી ભરેલી પમ ન છોડવી જોઈએ કારણ કે જો એ પાણીથી ઘરની બીજી વ્યક્તિ સ્નાન કરે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે.

image soucre

– સ્નાન કર્યા પછી તમારે ક્યારેય ડોલને ઊંઘી ન રાખવી જોઈએ આવું કરવા પર એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં આવતા લક્ષ્મીજી તમારાથી ગુસ્સે થાય છે અને તમારા ઘરમાં પૈસાની ખોટ થાય છે તમારા ભીના કપડાને વોશરૂમમાં ના છોડવા જોઈએ. તમારા કપડાં જગ્યા પર રાખી દો અથવા તેને વ્યવસ્થિત શોઈને સુકવી દો.

image source

– આ સિવાય સ્નાન કરતી વખતે પગમાં ચપ્પલ બિલકુલ ન પહેરવા જોઈએ અથવા જો તમે ચપ્પલ પહેરો છે તો સ્નાન કર્યા પછી પગ પર પાણી ના નાખો, આવું કરવાથી ઘરમાં પૈસાની તંગી આવી શકે છે તમે સ્નાન કરતી વખતે ઘણી વાર લોકોને ગીત ગાતા સાંભળ્યું હશે. શાસ્ત્રોમાં લખાયેલું છે કે સ્નાન કરતી વખતે આપણે કંઇકને કંઇક ગાવું જ જોઈએ, જેથી આપણું મન શાંત થાય. આપણે ચુપચાપ સ્નાન ના કરવું જોઈએ સ્નાન કરતા સમયે પોતાની સાથે પોઝિટિવ વાતો કરો અથવા ગીતો ગાઓ. સ્નાન કર્યા પછી સ્ત્રીઓને તરત જ સિંદૂર લગાવવાની આદત હોય છે, તો આ તદ્દન ખોટી આદત છે. સ્નાન કર્યા પછી ભીના વાળ પર ક્યારેય સિંદૂર ના લગાવવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી પતિની ઉંમર ઓછી થાય છે. કારણ કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે ખાલી પેટ પર અને સ્નાન કર્યા પછી આપણે તૈયાર થઈને જ કઈંક ખાઈએ છીએ. તેથી દરેક સ્ત્રીએ સ્નાન કર્યા પછી કંઈક ખાઈને જ સિંદૂર લગાવવું જોઈએ.

image soucre

– ઘણીવાર લોકો પોતાના વોશરૂમમાં નેઇલકટર રાખે છે અને સ્નાન કર્યા પછી તરત જ પોતાના નાખ સાફ કરે છે અને કાપે છે. આવું કરવું ખોટું છે કારણ કે સ્નાન કર્યા પછી નાખ કાપવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને આપણું ઘર છોડી દે છે.

image source

– પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનને અર્પણ કરવા માટેના ફૂલો તમારે સ્નાન પહેલાં ઉતારવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન સ્નાન કર્યા પછી તોડેલા ફૂલોને સ્વીકારતા નથી. એવું પણ કહેવામાં આવે છે કે ફૂલો ક્યારેય ધોવાતા નથી.

image source

– એવું કહેવામાં આવે છે કે પૂજાના વાસણો અને થાળી સ્નાન કરતા પહેલા સાફ કરવી જોઈએ. ખરેખર, ભગવાનનાં વાસણો સાફ કર્યા પેહલા અશુદ્ધ હોય છે. તેથી સ્નાન કર્યા પછી વાસણો સાફ ના કરવા જોઈએ. અશુદ્ધ વાસણને સ્નાન કર્યા પછી સ્પર્શ કરવાથી શરીર અશુદ્ધ થઈ જાય છે. તેથી પૂજાના વાસણો સ્નાન કરતા પેહલા સાફ કરવા જોઈએ.

image source

– શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમારે શરીરની મસાજ કરવી હોય તો તમારે સ્નાન કરતા પહેલા કરવું જોઈએ. સ્નાન કર્યા પછી પણ વ્યક્તિએ માલિશ ન કરવી જોઈએ. હકીકતમાં તેલ માલિશ કરવાથી ઘણા દૂષિત શરીરમાંથી બહાર આવે છે, તેથી જો સ્નાન કર્યા પછી મસાજ કરો છો તો આ દુષિત શરીર પર જ રહે છે, આ કારણે ચામડીના રોગો થવાની સંભાવના છે. જો તમે નહાતા પહેલા માલિશ કરો છો, તો પછી સ્નાન કરતી વખતે બધા દૂષણો ધોવાઈ જશે અને તમે સ્વસ્થ રેહશો.

image source

– જો તમે નહા્યા પછી દરરોજ પૂજા કરો છો તો તમારે પૂજા કરતા પહેલા રસોડામાં ન જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂજા માટે શરીર એકદમ શુદ્ધ હોવું જોઈએ, પરંતુ જો તમે રસોડામાં ઘણીવાર અશુદ્ધ વાસણો રાખશો અને પૂજા કરતા પહેલા રસોડામાં જશો તો તમારું શરીર અશુદ્ધ થઈ જાય છે.

image source

– સ્નાન કર્યા પછી તમારે ન તો તમારા કપડા સાફ કરવા જોઈએ અને ન તો ભગવાનના કપડાં સાફ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે સ્નાન કર્યા પછી કપડાં સાફ કરો છો, તો તમારું શરીર પણ અશુદ્ધ થઈ જાય છે. તે પછી તમે પૂજા કરી શકતા નથી. તેથી, તમારે નહાતા પહેલા જ તમારા અને ભગવાન બંનેના કપડાં સાફ કરવા જોઈએ.