ચીનના મુસલમાનો મજબૂર બન્યા હિન્દુઓના અગ્નિસંસ્કાર કરવા માટે, જાણો તેનું કારણ …

એક દિવસ વાંગ તિંગ્યું ઉદાસી ભરેલ નજર સાથે એક ખાલી પડેલ જ્ગ્યા પર ઈશારો કરે છે જ્યાં તેને એક તાબૂત સાચવીને રાખીને મૂક્યું હતું, એક દિવસ અચાનક જ ચીનની સરકાર તેના ઘરમાં આવે છે અને તે તાબૂત લઈ જાય છે ને તેના બદલામાં તેને એક હજાર યુયાન જેટલી રકમ આપે છે.
વાત એમ છે કે આ તાબૂત તેના પતિએ વીસ વર્ષ પહેલા ખરીધ્યું હતું. જ્યારે આ તાબૂત ખરીદીને તેનો પતિ લાવ્યો એ પછી બે વર્ષ જેટલા સમયમાં જ તેનો પતિ મૃત્યુ પામ્યો હતો અને તે તાબૂત ને તેને આ પછી એક ખાલી પડેલ ખૂણામાં મૂકી દીધું હતું. ચીનના દક્ષિણ-પૂર્વી પ્રાન્તનો રહેવાસી વાંગ હાલ પોતાનું દુખ પડોશીઓ સાથે વહેંચી રહી છે. પાડોશીઓએ એ જણાવ્યું છે કે, આ વર્ષે આવા કેટલાય તાબૂત સરકારે ઘરે ઘરે જઈને જમા કરાવી લીધા છે. અને ચીનમાં એવી પરંપરા હતી કે જેના ઘરે આવા તાબૂત હોય તે ઘર સમૃદ્ધ ગણાતું હતું. હાલ તો સરકાર ઘરે ઘરે જઈને આવા તાબૂત ગોતી ગોતીને નષ્ટ કરી રહી છે.
એવું પણ કહેવાય છે કે તાબૂતને સળગાવીને તેમાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. રાજ્યના મીડિયાનો એવો દાવો છે કે, લોકો પોતાની જાતે જ આવા તાબૂત સરકારને સોંપી દે છે. જો કેઘણા લોકોનું કહેવું છે કે ગામડાના લોકો ગુસ્સે પણ થયા છે.

ચીનના સરકારે તો લોકોને પોતાના કુટુંબીજનોના મોત પછી તેમને દફનાવવાની ક્રિયા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ વાતનો પણ લાંબો ઇતિહાસ છે જે જાણવો જરૂરી છે. 1911માં જ્યારે ઔપનિવેશિક સામ્રાજયનું પતન થયું એ બાદ સુધારમતવાદીએ લાશોને સળગાવવાની વાત કહી પણ કરી જ હતી. જેને આધુનિકતાનું પ્રતિક માનવામાં આવેલ હતું.માઓની ઉત્તરાધિકારીએ લાશોને દફનાવાવની વાતને લઇને એવી પણ કેટલીક ખોટી માન્યતા છે કે , લાશોને દફનાવતા તેમણે ડર લાગે છે. એક દિવસ ખેતી લાયક જમીન પણ ઘટી જશે. વધતી વસતી ના કારણે ખેતી લાયક જમીનમાં ઘટાડો થશે. 1979માં જ ચીન સરકારે એક બાળકની નીતિ લાગુ કરી હતી જેના કારણે વસતી વધારા ઉપર થોડું નિયંત્રણ આવ્યું. આ વર્ષે જ ગુવાન્ગડોંગમાં બે અધિકારીઓને લાશોને કબરમાથી બહાર કાઢી ને સળગાવવાના કામમાં લગાવી દીધા છે. ચીનમાં રહેતા મુસ્લિમો પણ હવે લાશોને સળગાવવા નું પસંદ કરી રહ્યા છે.