ભારતનું નામ રોશન કરનારી આ ભારતીય મહિલાઓ વિષે જાણી તમારી છાતી ગજગજ ફુલશે

ભારતનું નામ રોશન કરનારી આ ભારતીય મહિલાઓ વિષે જાણી તમારી છાતી ગજગજ ફુલશે

2020, 26મી જાન્યારીએ ભારત પોતાનો 71મો પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 1950માં 26મી જાન્યુઆરીના દિવસે દેશમાં બંધારણ લાગુ પાડવામાં આવ્યુ હતું. અને આ રાષ્ટ્રિય તહેવારની ઉજવણીના અવસરે અમે તમને ભારતની કેટલીક એવી મહિલાઓ વિષે જણાવીશું જેમણે સમગ્ર દેશ તેમજ વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું છે.

અરુણિમા સિન્હા

image source

અરુણિમા સિન્હા એવી પ્રથમ દિવ્યાંગ મહિલા છે જણે વિશ્વનો સૌથી ઉંચો પર્વત એટલે કે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. 2011માં કેટલાક બદમાશોએ અરુણિમાને ચાલતી ટ્રેનની બહાર ધક્કો મારી દીધો હતો અને તેમાં તેણીએ પોતાનો ડાબો પગ ગુમાવી દીધો હતો. પણ પોતાની સ્થિતિથી જરા પણ હાર માન્યા વગર માત્ર બે જ વર્ષમાં તેણીએ પોતાની જાતને પોતાની મક્કમતાને અને પોતાના જુસ્સાને સાબિત કર્યો અને દુનિયા પર વસતા હજારો – લાખો સ્વસ્થ લોકો માટે પણ અશક્ય છે તેવું કામ તેણીએ દિવ્યાંગ હોવા છતાં કરી બતાવ્યું.

અને માત્ર આટલું જ નહીં તેણીએ એન્ટાર્કટીકાના સૌથી ઉંચા શીખર માઉન્ટ વિંસનને પણ સર કરી લીધો છે અને આ સાથે તેણી પહેલી એવી દિવ્યાંગ મહિલા બની જેણે એન્ટાર્કટીકાના સૌથી ઉંચા શીખર પર ભારતનો ધ્વજ લહેરાવ્યો.

image source

તમને જણાવી દઈએ કે માત્ર 30 વર્ષની ઉંમરે તેણીએ આટલી બધી ઉપલબ્ધીઓ મેળવી લીધી છે. તેણે પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામા આવી છે. તેણીના પિતા ભારતીય સૈન્યમાં એન્જિનિયર હતા અને તેણીને નાનપણથી જ સાઇકલિંગ અને ફુટબોલ રમવા ખૂબ પસંદ હતા. તેણી આ પહેલાં રાષ્ટ્રિય કક્ષાની વોલીબોલ ખેલાડી પણ રહી ચૂકી છે.

અવની ચતુર્વેદી

image source

માત્ર 27 વર્ષિય અવની ચતુર્વેદી ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ છે. 27 ઓક્ટોબર 1993માં મધ્યપ્રદેશના રેવા ખાતે તેણીનો જન્મ થયો હતો. તેણીની સાથે સાથે મોહના સિંહ અને ભાવના કાંતને પણ ભારતીય વાયુસેનામાં ફાઇટર સ્ક્વાડ્રન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને તેના માટે સતત એક વર્ષ સુધી ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ પહેલાં ભારતીય વાયુસેનામાં મહિલાઓને ફાઇટર પ્લેન ઉડાવવાની પરવાનગી નહોતી. પણ તેની પરવાનગી મળ્યા બાદ અવની જ પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની. 2018માં અવનીએ એકલા મિગ-21 ફાઇટર પ્લેન ઉડાવી ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની. ત્યાર બાદ અવનીનું પ્રમોશન થયું અને તેણીને ફ્લાઇટ લેફ્ટેનન્ટનું પદ આપવામા આવ્યું.

ગીતા ગોપીનાથન

image source

આઈએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની સૌ પ્રથમ ભારતીય મુખ્ય અર્થશાસ્ત્રી બનવાનો રેકોર્ડ ગીતા ગોપીનાથન ધરાવે છે. તેણીએ હાવર્ડમાંથી અર્થશાશ્ત્રનો અભ્યાસ કર્યો છે. જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન બાદ ગીતા એવી બીજી ભારતીય અર્થશાસ્ત્રી છે જેણી હાવર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટિમા અર્થશાસ્ત્ર વિભાગમાં સભ્યતા ધરાવે છે.

image source

2011માં ગીતા ગોપીનાથનને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે યંગ ગ્લોબલ લીડરના ખીતાબથી નવાજી હતી. 2014માં આઈએમએફ દ્વારા જાહેર કરવામાં આવેલા 25 શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાં તેણીનું નામ પણ સમાવ્યું હતું. ગીતા ગોપીનાથનનો જન્મ 1971માં કોલાકાતામાં થયો હતો. તેણીને પ્રવાસી ભારતીય સમ્માનથી પણ નવાજવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ