જલ્સા કરોને જેંતીલાલ

આવી અજીબો ગરીબ જગ્યાએ પણ લોકો રહે છે ! આમાંની કેટલીક જગ્યાએ તો તમે પગ મૂકવાનો પણ વિચાર ન કરી શકો

પૃથ્વીને આપણે જેટલી જાણીએ છીએ તેના કરતાં કેટલાએ ગણા આપણે તેના કરતા અજાણ છીએ. તેવી જ રીતે પૃથ્વી પરની જગ્યાઓ પૃથ્વી પર વસતા લોકો વિષે પણ આપણે બધું જ નથી જણી શક્યા. જે જગ્યાએ તમે પગ પણ મુકવાનું ન વિચાર્યું હોય તેવી જગ્યાએ લોકો પોતાનું આખુ જીવન સુખેથી પસાર કરી દે છે.

આજના આ લેખમાં પણ એવી જ કેટલીક ચિત્રવિચિત્ર જગ્યાઓ અને તેમાં રહેતા ડેરડેવીલ્સની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. હા, ડેરડેવીલ્સ જ કહી શકાય આવા લોકોને કારણ કે આવી જગ્યા પર રહેવા માટે તમારામાં બેશૂમાર હિમ્મત હોવી જરૂરી છે.

કાપાડોશિયા – તૂર્કી

આ સુંદરપણ વિચિત્ર જગ્યા આવેલી છે તુર્કીના પૌરાણીક પ્રાંત એનાટોલિયામાં. અહીં રહેતાં લોકોના ઘરે જો તમે જોશો તો તમને વિચાર આવશે કે કેવી અદ્ભુત રીતે આ એકદમ અસામાન્ય ભુગોળમાં લોકો રહે છે અને તે પણ તેના કૂદરતી દેખાવને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર. આ જગ્યાનો યુનેસ્કો દ્વારા વિશ્વ વારસામાં સમાવેશ કરવામા આવી છે.

તમને ભલે આ જગ્યા રહેવા લાયક ન લાગતી હોય અથવા વિચિત્ર લાગતી હોય પણ ઇસવિસન પુર્વેની છ્ઠ્ઠી સદીથી અહીં લોકોના રહેવાનો ઉલ્લેક ઇતિહાસના કેટલાક પુસ્તકોમાં છે. આ નાનકડા નગરમાં 2500 લોકો વસે છે જેમાં શાળાઓ, મઠો અને ચર્ચો અરે પોલિસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. તુર્કીની આ જગ્યા પ્રવાસીઓમાં પણ ખુબ જ પ્રિય છે.

ઝુઆનકોન્ગ સી – ચાઈના

ચાઈનામાં તમારા જીવ તાળવે ચોંટી જાયતેવા પાંચ ખુબ જ જોખમી પહાડો આવેલા છે અને માઉન્ટ હેન્ગ તેમાંનો એક છે. આ પહાડ પર એક બૌદ્ધ મઠ આવેલો છે જેનું નામ છે ઝુઆનકોન્ગ સી જેનો ગુજરાતીમાં અર્થ થાય હવામાં તરતો મઠ. તેને સામાન્ય લોકો હેંગીગ મોનેસ્ટ્રી એટલે કે લટકતો મઠ પણ કહે છે.

આ મઠ ઇ.સ 491માં બનાવવામાં આવ્યો હતો. તેને પર્વતની કીનારી પર અને તમે અહીં ફોટોમાં જોઈ શકશો કે કીનારી પરથી પણ થોડો બહારની બાજુ બનાવવામાં આવ્યો છે. અહીં જે એન્જિનિયરીંગ ટેક્નિક યુઝ કરવામા આવી છે તે બાબતે આધુનિક વાસ્તુકારોને પણ આશ્ચર્ય છે. આ મઠનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેના બાંધકામને નુકસાન પહોચાડ્યા વગર પણ તેનું સમારકામ થઈ શકે.

હાલ આ જગ્યા પર્યટકોમાં ખુબ જ પ્રિય છે. જો તમારે પણ આ જગ્યાની મુલાકાત લેવી હોય તો પહેલાં તમારે તમારી દાક્તરી તપાસ કરાવી લેવી જોઈએ. કારણ કે આ જગ્યા સેંકડો મીટર ઉંચી આવેલી છે અને તેની ઉપર ચડવા માટે કોઈ પણ જાતના વ્યવસ્થિત પગથિયા બનાવવામાં નથી આવ્યા. જો કે આજે પણ અહીં બૌદ્ધ સાધુઓ રહે છે અને આ મઠની સંભાળ લે છે.

રોસાનૌ મોનેસ્ટ્રી

આ જગ્યા ગ્રીસની મધ્યે આવેલી છે. જે એક સીધો જ પહાડ છે. આ મઠ બે ભાઈઓ મેક્સીમોઝ અને જોસેફ દ્વારા 1545માં બનાવવામાં આવી હતી અને અને આ જગ્યા સેન્ટ બારબરાને સમર્પિત કરવામાં આવી હતી. આ જગ્યા બન્યાને સૈકાઓ થયા અને આ દરમિયાન આ જગ્યાની ચડતી-પડતી ચાલ્યા જ કરી. 1730થી 1937 દરમિયાન આ જગ્યા મોટે ભાગે અવાવરુ જ રહી. પણ વિશ્વ યુદ્ધ દરમિયાન જ્યારે ગ્રીસના કેટલાક પ્રદેશ પર નાઝીઓનો કબજો થયો ત્યારે આ જગ્યા જે સૈનિકો દ્વારા કબજે કરી લેવામા આવી હતી તેના દ્વારા લૂટી લેવામાં આવી.

અને આ મઠમાં રહેલો ખજાનાનો મોટો ભાગ પછી ક્યારેય પાછો મેળવી શકાયો નહીં. આ મઠ ત્રણ સ્તરમાં વહેંચાયેલો છે જેમાં ચર્ચ, ઓરડાઓ, મહેમાનો માટેના ઓરડાઓ, રીસેપ્શન માટેનો હોલ અને એક ગેલેરી. આ ખરેખર એક સુંદર જગ્યા છે. 1988થી અહીં ક્રીશ્યિયન નન્સનું એક નાનકડું જૂથ રહે છે.

19મી સદીમાં અહીં પહોંચવા માટે એક લાકડીનો પૂલ બનાવવામાં આવ્યો અને ત્યાર બાદ અહીં આવવું જવું સરળ થઈ ગયું હતું. અને ત્યારથી પ્રવાસીઓ પણ આ જગ્યાની મુલાકાત લેતા રહે છે અને કહેવાય છે કે અહીં રહેતી ક્રીશ્ચિયન નન પણ પ્રવાસીઓનું સ્વાગત કરે છે.

કાસા ડો પીનેડો – પોર્ટુગલ

આ એક ખુબ જ વિચિત્ર પણ સુંદર અને હુંફાળુ ઘર છે. આ ઘરની ખાસીયત એ છે કે તે એક વિશાળ પથ્થરમાં બનાવવામાં આવ્યું છે. જો કદાચ તમે ઇડર થઈને અંબાજી જતા હશો તો ઇડર નજીક કેટલાક મોટા મોટા પથ્થરો તમે જોયા હશે. ચોક્કસ, પોર્ટુગલના પથ્થ અને ઇડરના પથ્થરની રચનામાં ઘણો ફરક છે પણ તે પ્રકારના મોટા પથ્થરમાં આ સુંદર મજાનું હુંફાળુ ઘર બનાવવામાં આવ્યું છે. જોતા તો જાણે કોઈ પરીકથા યાદ આવી જાય.

આ ઘર પોર્ટુગલની ઉત્તરે આવેલી ફાફેની પર્વતમાળામાં આવેલું છે. મૂળે તો આ ઘરને 1974માં એક નજીકના વિસ્તારમાં રહેતા એન્જિનિયર દ્વારા બનાવામાં આવ્યું હતું. જો કે આ એક અવાવરુ ઘર હોવાથી તેમજ આ એક ટુરીસ્ટ વિસ્તાર ટુરીસ્ટ હોવાથી ઘણા ટુરીસ્ટને અહીંથી આવા જવાનું થતું હોય છે અને તેમાંના ઘણા ખરો તો વણ બોલાવ્યા જ ઘરના દરવાજે પોહંચી જાય છે. અને એક વખતે તો અહીં લૂટના કિસ્સાઓ પણ બહુ બનતા હતા.

પણ આજે આ ઘરને વિટોર રોડ્રીગ્સ નામના એક વ્યક્તિએ લઈ લીધું છે અને ઘરના દરવાજા પણ ભારે સિક્યોરીટી વાળા બનાવી દીધા હોવાથી સુંદર મજાના અદ્ભુત ઘરને રક્ષણ મળી રહે છે. તમને બહારથી આ ઘર નાનું લાગતુ હશે પણ અંદરથી આ ઘર વિશાળ છે.

સેટેનિલ ડી લાસ બોડેગાસ

સ્પેઇનના એન્ડેલુશિયા રાજ્યમાં આવેલી આ અદ્ભુત જગ્યા જોઈ તમને થશે કે કેવી રીતે લોકોએ આ અસામાન્ય પર્યાવરણમાં સુંદર મજાના ઘરો બનાવ્યા છે. આ જગ્યાનો ઇતિહાસ હજારો વર્ષો જુનો છે. પણ અહીં જે રીતે લોકોએ દીવાલો કોતરીને ઘર બનાવ્યા છે તે ખુબ જ સુંદર છે.

સદીઓથી લોકો અહીં રહેતા આવ્યા છે અને જમાના પ્રમાણે તેના બાંધકામમાં ફેરફાર કરતા આવ્યા છે. આ નાનકડા નગર કે ગામ જે કહો તેમાં એક મુખ્ય રસ્તો આવ્યો છે જે બરાબર પહાડની નીચેથી પસાર કરવામાં આવ્યો છે. આ પહાડોની બરાબર નીચે અસંખ્ય ઘરો કોતરીને બનાવવામાં આવ્યા છે તો તેની ટોચે પણ કેટલાએ ઘરો છે. જો અહીં એક ઘરને ખોદવામાં આવે તો તે નીચે રહેનારા કોઈ વ્યક્તિના ઘરની છત પર પહોંચી જાય તેવી અહીંના ઘરોની રચના છે.

પોન્ટે વેકિયો – ઇટાલી

ઇટાલીના શહેર ફિરેન્ઝ એટલે કે ફ્લોરેન્સમાં આ એક ખુબજ નોંધનીય પૂલ આવેલો છે. જેને પોન્ટે વેકિયો તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય જુનો પુલ. તે આરનો નદીની ઉપર બાંધવામાં આવ્યો છે. આ બ્રીજનું નિર્માણ 1345માં કરવામાં આવ્યું હતું. તમને થશે એમાં શું નવાઈ નદી પર તો બધી જગ્યાએ બ્રીજ બાંધવામાં આવે છે.

પણ આ બ્રીજેની ખાસીયત એ છે કે તેના ઉપર જ તેની પેરેલલ એટલે કે તેની સાથે સાથે દુકાનો પણ બાંધવામાં આવી છે. આ દુકાનો ખાસ માંસ વેચનારાઓ માટે બનાવામાં આવી હતી. અને આ દુકાનો તેમજ તેના પરના ઘરો સમય જતાં જતાં વધવા લાગ્યા. અને સાથે આ જગ્યાનું મહત્ત્વ પણ વધવા લાગ્યું. 1593માં અહીં પુલ પર માસના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને તેના પર સોના-ચાંદીના વેપારીઓએ કબજો જમાવી લીધો અને ત્યારથી અત્યાર સુધી આ પરંપરા ચાલી આવી છે.

સીલેન્ડ (પ્રિન્સિપાલિટી)

આ ખુબ જ વિચિત્ર જગ્યા ન તો કોઈ રાજ્યની છે ન તો કોઈ શહેરની છે ન તો કોઈ દેશની છે. આને તમે એક ખુબ જ શૂક્ષ્મ દેશ કહી શકો. વાસ્તવમાં તો આ એક જુનો બીજા વિશ્વયુદ્ધ વખતનો મૌનસેલ સી ફોર્ટ છે. જે ગ્રેટ બ્રિટેનથી માત્ર 13 કીલોમીટરના અંતરે આવેલો ટાપુ છે. આ જગ્યાના એકમેવ માલિકનું નામ છે મેજર પેડી રોય બેટ્સ. બ્રીટેનમા આ વ્યક્તિ ખુબ જ પ્રખ્યાત છે. આ જગ્યાનો કબજો તેમણે 1967માં લીધો હતો. તેમનો ઉદ્દેશ અહીંથી રેડીયો બ્રોડકાસ્ટીંગ કરવાનો હતો.

જો કે આ વિચિત્ર જગ્યા માત્ર દેખાવમાં જ વિચિત્ર નથી પણ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો પણ વિચિત્ર છે. આ જગ્યા ભૂતકાળમાં સ્મગલીંગ માટે વપરાતી હતી, તેમજ કેટલીક ઘૂણસણ ખોરી પણ અહીં કરવામાં આવી હતી પણ સૌથી મહત્વની ઘટના જો આ જગ્યા સાથે જોડાયેલી હોય તો તે છે ગિઆની વર્સાશેની હત્યા. તમને જાણીને નવાઈ લાગશે પણ આ નાનકડા દેશની પોતાની કરન્સી અને પાસપોર્ટ પણ છે.

અલ હજારાહ – યમન

યમનના સૌથી ઉંચા હરાઝના પહાડો પર વસેલું આ નાનકડા નગરને દીવાલોનું નગર કહેવાય છે જેને અલ હજરાહના નામે પણ ઓળખવામાં આવે છે. દૂરથી જોતાં તમને અહીં પહાડ પર દીવાલો લાગશે પણ વાસ્તવમાં અહીં દીવાલો નહીં પણ એકની ઉપર એક એમ મકાનો બાંધવામાં આવ્યા છે અને તેના કારણે તે દીવાલોની જેમ ઉંચા-ઉંચા થતા ગયા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version