આ એવી જગ્યાઓ છે જ્યાં હમેશા શિયાળો જ રહે છે…

માણસને જીવવા માટે ન તો વધુ ઠંડીની જરૂર હોય છે, ન તો વધુ પડતી ગરમીની. બંને મોસમનું પ્રમાણ જો વધી થઈ જાય તો માનવજીવન પરેશાન થઈ જાય છે. માણસ એવી વ્યક્તિ છે, જે ગરમીમાં પહાડીઓ પર જવાનુ વિચારે છે, અને ઠંડીમાં ગરમ જગ્યાઓ પર જવાનું.


પણ, દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં વધારે પડતી ગરમી છે અને વધારે પડતી ઠંડી પણ છે, તો આજે આપણે દુનિયાની એવી જગ્યાઓ વિશે જાણીએ, જ્યાં બારેમાસ બહુ જ ઠંડી હોય છે.

રોજર્સ પાસ, મોન્ટાના, યુએસએ


આ જગ્યા વિશ્વના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે. અહી લોહી જમાવી દે તેવી ઠંડી પડે છે. અહી ન્યૂનતમ તાપમાન માઈનસ 75 ડિગ્રી રેકોર્ડ થયું છે.

ફોર્ટ સેલ્કિર્ક, કેનેડા


યુકોન નદીની પાસે આવેલા આ સ્થળ પર એટલી ઠંડી પડે છે કે, અહી વર્ષો સુધી કોઈ રહેતુ ન હતું. પરંતુ થોડા વર્ષો પહેલે જ અહી માનવ વસાહત ઉભી થઈ છે. જાન્યુઆરીના મહિનામાં અહીંનુ તાપમાન માઈનસ 75 ડિગ્રી નોંધાયું છે.

પ્રોસ્પેસ્ટ કીક, અલાસ્કા


આ જગ્યા પણ આ લિસ્ટમાં સામેલ છે. અહીં માત્ર ગણતરીના લોકો જ રહે છે. અહીં પારો સીઝનમાં ક્યારેક માઈનસ 80 ડિગ્રી પણ પહોંચી જાય છે.

સ્નૈગ, કેનેડા


સ્નૈગ કેનેડાનું એક ગામ છે, જ્યાંનું તાપમાન બહુ જ ઓછું હોવાને કારણે તેને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીના મહિનામાં અહીંનું તાપમા માઈનસ 81 પણ રેકોર્ડ કરાયું છે.

એસેટ, ગ્રીનલેન્ડ


આમ તો આ સ્થળ ગ્રીનલેન્ડમાં છે, પણ હાલ આ જગ્યા પર જર્મનીનો કબજો છે. ગ્રીનલેન્ડને અનેક દેશો પોતાના રિસર્ચ સેન્ટર તરીકે ઉપયોગમાં લે છે. અહીંનું ન્યૂનતમ તાપમાન માઈનસ 84.9 ડિગ્રી નોંધાયું છે.

નોર્થ આઈસ, ગ્રીનલેન્ડ


આ જગ્યાએ બ્રિટિશ સરકારનું વૈજ્ઞાનિક કેન્દ્ર પણ છે, જેને બ્રિટિશ નોર્થ ગ્રીનલેન્ડ એક્સપીડિશનના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંનુ ન્યૂનતમ તાપમાન એકવાર માઈનસ 86 ડિગ્રી પણ નોંધાયું છે.

વેર્ખીયાંસ્ક, રશિયા


આ જગ્યા રશિયાના સૌથી ઠંડા વિસ્તારમાંની એક છે. અહીં ઠંડી અને ગરમીના તાપમાનનું અંતર બાકીની જગ્યાઓથી બિલકુલ અલગ છે. ઠંડીમાં અહીંનુ તાપમાન માઈનસ 89.8 ડિગ્રી રહે છે.

પ્લેટો સ્ટેશન, એન્ટાર્કટિકા


આ જગ્યા પર ન્યૂનતમ તાપમાન માઈનસ 119 ડિગ્રી રેકોર્ડ કરાયું છે, જે જાણીને દરેક વ્યક્તિ ચોંકી જાય છે. તેમ છતાં અહીં વૈજ્ઞાનિકો રહે છે. એટલે જ આ જગ્યાને દુનિયાનુ સૌથી ઠંડુ સ્થળ કહેવાય છે.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી દુનિયાની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ