વર્ષોની મહેનત પછી આ ભારતીયને મળી સફળતા, ઓટોમેટીક રીપેરીંગ થઇ શકે તેવા રસ્તા માટેની અદ્ભુત ટેકનીકની શોધ કરી…

આપણે બધા ભારતમાં ચોમાસા દરમિયાન અને પછી આપણા ગ્રામીણ શહેરી વિસ્તારોના રસ્તાઓની હાલત વિષે તો જાણીએ જ છીએ. દર વર્ષે હજારો કલાક, અત્યંત કામ કરનારા લોકો, તેમજ આપણા બજેટનો એક મોટો ભાગ રસ્તાઓના ખાડા ભરવામાં જતો રહે છે.

આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે એક ભારતીય પ્રોફેસર, જે કેનેડામાં સ્થાયી છે, તે ભારત આવીને એક નવી ટેક્નીક સાથે એવા માર્ગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જે જાતે જ રિપેયર થઈ જાય છે.

આ બધું શક્ય બનાવ્યું છે ડો નેમકુમાર બંથિયા અને તેમની ટીમે. તેમણે સફળતાપૂર્વક આ સેલ્ફ-રિપેયરિંગ રોડનું ભારતમાં નિર્માણ કરી એક મોટી સફળતા મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Gupta (@raahulguptaa) on

નાગપુરમાં ઉછરેલા નેમકુમાર બંથિયા હાલ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે. 2006થી તે સક્રિય રીતે રસ્તાઓની મજબૂતાઈ અને તેના જાતે જ રિપેયર થવાના લક્ષને લઈને રિસર્ચમાં લાગેલા હતા.

તેમણે રસ્તાઓના નિર્માણ માટે સ્પ્રેડ ફાયબર નામના એક મજબુત પેલીમરનો ઉપયોગ કર્યો. પોતાના આ વિસ્તૃત રિસર્ચ બાદ તેમણે એક એવી ટેક્નીક શોધી જેનાથી સેલ્ફ-રિપેયરિંગ રસ્તાઓનું નિર્માણ થવું શક્ય બન્યું છે અને તે પણ ઓછા ખર્ચામાં, વધારે ટકાઉ અને સ્થાયી.

2014માં પ્રોફેસર બંથિયાએ પોતાના પ્રથમ સેલ્ફ-રિપેયર રોડનું કામ કર્ણાટકના થોંડેબાવી ગામમાં શરુ કર્યું. આ પ્રોજેક્ટનું કામ ગયા વર્ષે ઠંડીમાં પુરું થયું હતું ત્યાર બાદ ગરમી અને વરસાદ બન્ને ઋતુમાં તે કોઈ પણ જાતના ડેમેજ વગર તેવો તેવો જ રહ્યો છે.

કહી શકાય કે તેમનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો.

આ રસ્તો 15 વર્ષથી વધારે સમય સુધી તેમનો તેમ જ રહી શકે છે, જે ભારતના સામાન્ય રસ્તાઓના જીવનકાળની સરેરાશ કરતાં ક્યાંય વધારે છે. અને તેને બનાવવામાં પણ સામાન્ય રોડ કરતા 30 ટકા ઓછો ખર્ચો થાય છે. તેવું પ્રોફેસર બંથિયા સાથેની એક વાતચીત દ્વારા જાણવા મળ્યું હતું.

આ કાર્યપ્રણાલીમાં લગભગ 60 ટકા સીમેન્ટને ફ્લાઇ એશની સાથે રિપ્લેસ કરવામાં આવે છે જે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનની એક આડ પેદાશ છે. આ રસ્તાઓ બનાવવા માટે પ્રોફેસર બંથિયા એવા ફાયબરનો ઉપયોગ કરે છે જે હાઇડ્રોફિલિક નેનો-કોટિંગ હોય છે જેનું કામ છે પાણીને પોતાનામાં સમાવી લેવું અને તીરાડોને ભરવાનું.

તેમના દ્વારા બનાવવામાં આવેલા માર્ગોની જાડાઈ 100 મિ.મિ સુધીની હોય છે જે સામાન્ય રસ્તાઓથી લગભગ 60 ટકા ઓછી છે. ભારતને આજે ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 24 લાખ કિલોમીટર રોડની જરૂર છે. અને તેને બનાવવા માટે આપણી પાસે પુરતા સાધન પણ નથી. આપણે આભાર માનવો જોઈએ પ્રોફેસર બંથિયાનો કે જેમના સંશોધન દ્વારા આપણે એક નવો પડાવ પાર કરી શક્યા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ