આ ફેમસ લોકગાયિકાએ બેન્જો માસ્ટર પ્રેમી સાથે દવા ગટગટાવીને કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

પ્રેમનો દુઃખદ અંત – ‘જીવવું તો સાથે અને મરવું તોય સાથે’ લખીને પ્રેમીઓએ આપ્યો જીવ

પ્રેમ અંધ હોય છે અને પ્રેમાંધ થયેલા લોકો ગમે તે હદ પાર કરી દેતાં જરા પણ ખચકાતા નથી. પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી. તે કોઈની પણ સાથે થઈ શકે છે, તે નથી તો ઉંમર જોતો કે નથી તો જાતિ જોતો કે નથી પૈસો જોતો. તે બસ થઈ જ જાય છે. અને જ્યારે આ પ્રેમ સમાજની સાથે અનુકુલન ન સાધી શકે ત્યારે તેનો કરુણ અંજામ આવે છે. ક્યાંક ધારિયા ઉછળે છે તો વળી ક્યાંક પ્રેમીઓ જ મોતને વાહલુ કરી લે છે.

image source

આપણી સામે અવારનવાર અસમાન વ્યક્તિઓને એક બીજા સાથે પ્રેમ થતો હોવાનો અને તેનો કરુણ અંજામ આવવાના કિસ્સા ઘણીવાર બનતા હોય છે. કોઈ પોતાની જ્ઞાતિ બહાર પ્રેમમાં પડે છે તો વળી કોઈ પોતાની ઉંમરથી મોટા કે ઉંમરથી નાની વ્યક્તિના પ્રેમમાં પડે છે. અને ક્યારેક તો અપરિણિત પુરુષ પરિણિત સ્ત્રીના પ્રેમમાં પડે છે તો વળી પરિણિત પુરુષ અપરિણિત સ્ત્રીના પ્રેમમાં પણ પડતાં જોવા મળ્યા છે. અને આ સ્થિતિ ખૂબ જ જોખમી હોય છે અને તેનું પરિણામ પણ ખૂબ જ ઘાતક આવે છે. આવો જ એક કરુણ કિસ્સો રાજકોટના જસદણ તાલુકામાં બની ગયો છે.

image source

અહીં રહેતી એક લોક ગાયિકાને એક બેન્જો વાદક સાથે પ્રેમ થઈ ગયો. અને પ્રેમમાં નિષ્ફળ થતા બન્નેએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ગામની સીમમાં રહેતા એક 32 વર્ષિય યુવાન સાથે 20 વર્ષની લોકગાયીકાને પ્રેમ થઈ ગયો અને તેમને જ્યારે લાગ્યું કે તેમના પ્રેમનું યોગ્ય પિરણામ નહીં આવે ત્યારે તે બન્ને એ એક સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવી દીધું.

image source

આ ઘટનાના કારણે ગામમાં ભારે ચર્ચા ઉભી થઈ ગઈ છે. મળેલા અહેવાલ પ્રમાણે બન્ને વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પણ તેમના પ્રેમમાં એક મુશ્કેલી એ હતી કે યુવાન પરિણીત હતો માટે તે બન્ને માટે એક સાથે જીવવું તો શક્ય નહોતું. અને છેવટે કોઈ જ રસ્તો ન દેખાતા તેમણે મોતને વાહલું કરી લીધું.

image source

32 વર્ષિય મૃતક યુવાન બેન્જો વગડાતો હતો. તે પરિણિત હતો અને એક દીકરો તેમજ એક દીકરીનો પિતા પણ હતો. જ્યારે યુવતિ ગાયિકા હતી અને અપરણિત હતી. તેઓ અવારનવાર ભજનના કાર્યક્રમો સાથે કરતા રહેતા હતા. અને તે દરમિયાન જ તે બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પણ લોકડાઉનના કારણે કોઈ જ કાર્યક્રમ નહીં ગોઠવાતા તેઓ એકબીજાને નહોતા મળી શકતા અને તેના કારણે તે બન્ને વચ્ચેનું અંતર વધી ગયું પણ તેમના પ્રેમમાં કોઈ જ ઘટાડો નહોતો થયો. પણ તે બન્ને એ હકીકત સારી રીતે જાણતા હતા કે તેમનું એક થવું તો શક્ય જ નહોતું કારણ કે યુવાન પરિણિત હતો.

image source

માટે છેવટે એક છેલ્લા ઉપાય તરીકે તેઓ એક દિવસ વહેલી સવારે કોઈને પણ કંઈ કહ્યા વગર ઘરમાંથી નીકળી ગયા. અને ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં આવેલા એક માતાજીના મંદિર પાસે ઝેરી દવા પીને મોતને વહાલું કરી લીધું. ત્યાંથી તેમના મૃતદેહો મળી આવતા પોલીસ ઘટનાસ્થળ પર હાજર થઈ ગઈ હતી. અને પોલીસે તેમના કુટુંબીજનોની પુછપરછ કરી હતી.

ગત રવિવારના રોજ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. અને તેમના મૃતદેહ પાસેથી ઝેરની બોટલ પણ મળી હતી. અને માટે પોલીસે તેમણે આત્મહત્યા કરી હોવાનું ધારીને કેસની તપાસ શરૂ કરી છે. અને ત્યારબાદ પોલીસે પરિવારજનોની પુછપરછ કરી હતી જેમાં પોલીસની જાણમાં આવ્યું કે તે બન્ને એકબીજાના પ્રેમમાં હતા.

પ્રેમીઓ સુસાઈડ નોટ પણ લખતા ગયા

image source

બેન્જો પ્લેયર અને સિંગર છોકરીના મૃતદેહ પાસેથી 3 પાનાની એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં તેમણે પોતાના પ્રેમ સંબંધ વિષે લખ્યુ હતું. અને લખ્યુ હતું જીવવું તો સાથે અને મરવું તોય સાથે. તેમણે સ્યુસાઇડ નોટમાં દુઃખ વ્યક્ત કરતા લખ્યુ હતું કે આ જન્મે તો તેઓ એક થઈ શકે તેમ નથી માટે અમે આ દુનિયા છોડવાનું મરજીથી નક્કી કર્યું છે. અને ચીઠ્ઠીના અંતે બન્નેએ પોતાના હસ્તાક્ષર પણ કર્યા હતા.

ફોટો સાભાર – દિવ્યભાસ્કર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ