એ ત્રણે મિત્રોના જીવનમાં અચાનક આવ્યું એક વંટોળ અને બધું વિખાઈ ગયું રહી ગઈ તો ફક્ત તેમની મિત્રતા…

હેની..રૂપા..સાગર..ખુબજ સારા મિત્રો એકજ કોલોની માં રહેવાનું અને જ્યારથી સમજણ આવી ત્યારથી ત્રણેય સાથે..બધાને ખબર કે આ બે બહેનપણી પણ પણ એમાં એક છોકરો એમનો મિત્ર છે…ઘણી વખત સાગર ની મમ્મી કહે ..બેટા… તારા કોઈ બીજા મિત્રો નથી. …તું પેલી હેની અને રૂપા ની પાછળ ફર્યા કરે છે. અને સાગર કહેતો છે ને માં પણ હું અને હેની અને રૂપાએ એવા મિત્રો છે કે અમારી દોસ્તી પવિત્ર છે અને અમે ક્યારેય જુદા નથી થવાના….અને માં વિચારે ગાંડો છે ..

લગ્ન થશે એટલે આપો આપ આ બધી બેનપની જતી રહેવાની એક દિવસ!!!!! આ જમાના માં કોઈપણ સ્ત્રી ને લગ્ન થાય અને એનો જૂનો મિત્ર પુરુષ હોય.. તો એ પુરુષ મિત્ર ને ..લગ્ન પછી એ સમાજ આજેય સ્વીકારતો..નથી અને એમની પવિત્ર દોસ્તીને પણ શંકા ની નજર થી જોવે છે…અને સાગરની માં હેની અને રૂપાને પણ દીકરી જેવુંજ રાખતી ….રૂપા ગરીબની દીકરી એટલે એના ..ઘરમાં ..કોઈ સુખ સાહેબિ નહિ અને હેની પૈસા દાર બાપ ની બેટી અને સાગર મદયમ વર્ગનો બવ સુખી પણ નહિ અને બવ દુઃખી પણ નહિ. હવે .સ્કૂલ નું ભણતર પતવા આવ્યું અને 12..પછી સાગર ડૉક્ટર. બનવા….એમ બી બી એસમાં એડમિશન લે છે રૂપા હોમસાઇન્સ માં જાય છે અને હેની . …બિન્દાસ છે સારા ટકાએ પાસ છે પણ હંજી ગોલ નક્કી નથી શું કરવું બેઝનેસ મેનની પૈસાદાર દીકરી છે ભણે તોય શું ના ભણે તોય શું….પણ ખબર નહિ કેમ …હેની ને સાગર …થી જુદા થવું નથી અને એ ડોક્ટર ..બનવા ..માટે સાગર જોડેજ એડમીશન લે છે અને એકજ કોલેજ મા છે..બધા મિત્રો રજાના દિવસે મળે આખો દિવસ એકબીજાના ઘરે કા તો બહાર ફરવામાં કાઢે અને …મસ્તી થી પોતાની રજાનો આંનદ લેતા…

હવે…રૂપા સાગર અને હેનીથી અલગ હોમસાઇન્સ મા ચાઈલ્ડ. સાયકોલોજી ભણે છે…હવે રૂપાને ભણતર પૂરું કરી નોકરી કરવાની કે નહિ એ એના સાસરી વાળા નક્કી કરે એટલે રૂપાની માં કહે બેટા ..જેટલું ભણવું હોય તેટલું ભણ …પણ . તારું લગ્ન થાય એટલે તારા પતિ અને સાસરી વાળા જે કહે તેજ કરવાનું …..

રૂપાના લગ્ન લેવાય છે એનાજ જ્ઞાતિમાં..એક સામાન્ય ઘરમાં ..હેની.અને સાગર એના લગ્ન માં જાય છે અને એક રૂઢિચુસ્ત ..રિવાજો વાળું લગ્ન જોવાની ..એમને મજા આવે છે…રૂપા …એના પતિ સાથે હેની ની અને સાગર ની ઓળખ કરાવે છે ….અને સમય જતા બધા
પોતપોતાના રૂટિંગમાં.. ગોઠવાય જાય છે…હેની હવે સાગરની એટલી બધી નજીક છે કે હવે એ સપના માંય સાગર ને છોડવાની વાત આવતા .ગભરાઈ જાય છે…

અને એક દિવસ..આ દોસ્તી પ્રેમ નું રૂપ ધારણ કરે છે અને સાગર સામે હેની લગ્નનો પ્રસ્તાવ મૂકે છે …સાગરની માં બહુ ખુશ છે રૂપાળી પૈસા વાળી છોકરી એમના ઘરમાં આવવાની છે…અને સાગર અને હેનીના લગ્ન થાય છે….બધા પોત પોતાના સંસારમાં બીજી છે.સાગર અને હેની એક પોતાનું મોટું દવાખાનું ખોલે છે. સાગર આગળ ભણી સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર બને છે લગ્નને 6 વર્ષ થાય છે પણ સાગર અને હેની ને કોઈ સંતાન નથી કારણ હેની ક્યારેય માં નહિ બની શકે એવી એના ગર્ભાશયમાં ખામી છે…હેની અને સાગર ના ઘરમાં બધુજ છે પણ શેર માટી ની ખોટ છે ..પણ બધું ભગવાન પર છોડી ..એ પોત પોતાના કાર્ય કરે છે.
હેની હોસ્પિટલમાં જાય અને ડીલેવરી થયા પછી માતા અને બાળક ને જોવે છે ..ત્યારે એ દુઃખી થાય છે અને મનમાં વિચારે છે મને કેમ ભગવાને … બાળક વગરની રાખવાનું .નક્કી કર્યું હશે…પણ ભગવાનની જેવી મરજી એમ વિચારી .પાછી માં બાળકને જોઈ ખુશ થાય છે…સાગર રોજ આ બધું નોટિસ કરે છે ..

આ બાજુ રૂપા ઘણા વખત થી કોઈને મળી નથી કોઈ સમાચાર નથી એટલે એક દિવસ સાગર અચાનક રૂપાને ઘરે જાય છે ત્યારે ખબર પડે છે કે રૂપાના પતિ ને કોઈ મોટી ગંભીર બીમારી છે અને એના ઇલાજમાં પૈસા પણ જોઈએ એટલે હવે તો બધા સગા અને રૂપાના ઘરના પણ …એની જોડે ઓછું કરી દેછે બોલવાનું.. રૂપા સાગરને જોઈ એને ભેટી ખુબ રડે છે.

પોતાની મિત્ર ને દુઃખી જોઈ સાગર પણ દુઃખી થઇ જાય છે..અને એને આશ્વાશન આપી એક સારી હોસ્પિટલ માં એની ભરતી કરાવી બધોજ ખર્ચ એ ઉઠાવે છે..હેની પણ એને મળવા જાય છે …અને જે ના થવાનુ હોય તે થઇ જાય છે અને રૂપાના પતિની જિંદગી સાગર પણ બચાવી શકતો નથી અને .રૂપા એકલી થઇ જાય છે ત્યારે સાગર અને હેની એને પોતાના ઘરે લઇ આવે છે….અને ત્રણેય મિત્રો પાછા ફરી થી એક થાય છે…અને હેની ઘણા વખત પછી રૂપા સામે એક પ્રસ્તાવ મૂકે છે …રૂપા મારી પાસે બધુજ છે તું મારી ખાસ મિત્ર છે એટલે કહું છુ… કે હું બાળક પેદા કરી શકું એમ નથી તો તું મને તારી કૂખ ભાડે આપ મારા બાળક માટે..મારુ બાળક તારી કુખે જન્મે એનાથી રૂડું કઈ નથી .. રૂપા કહે છે દોસ્તી મા એ તારે પુછવાનું ના હોય હું તારા કોઈ કામમાં આવી શકું એજ બહુ મોટી વાત છે…

અને રૂપા સાગર અને હેની ના બાળક ની સેરોગેટ માતા બનવા તૈયાર થાય છે અને સાગર રૂપાનો ખુબ ખ્યાલ રાખે છે..અને સમય જતા એક સુંદર દીકરાને ..રૂપા જન્મ આપે છે…હેની અને સાગર પોતાના દીકરાને જોઈ ખુશ થાય છે…અને રૂપાનો આભાર માને છે…રૂપા કહે છે એમાં આભાર શાનો તું મારી દોસ્ત છે….હું આર્થિક સધ્ધર નથી કે તારી બરોબારી મા આવું પણ શારીરિક રીતે પણ તને મદદ રૂપ થાવ એ પણ મારુ અહોભાગ્ય છે. રૂપા હેની અને સાગરના દીકરાને મોટો કરે છે….અને સાગર ખુશ છે…આજે પોતાનો પરિવાર પૂર્ણ થયો અને એ પણ પોતાની એક મિત્ર ની મદદ થી..અને હવે 4 મહિના થયા ..એટલે રૂપા સાગરને કહે છે સાગર હું હવે અહીંથી જાવ છુ મારુ કાર્ય પૂરું થયું ….પણ તને જયારે જરૂર હોય ત્યારે બોલાવજે હું હાજર જ હોઈશ ..અને ..હેની રૂપાને કહે છે તું અહીંજ રોકાઈ જા આપણે બધા સાથે મળીને…વિવાન ને મોટો કરીયે.

રૂપા ના પાડે છે…અને કહે છે.હું તારે માટે કાયમ તારી મિત્ર બનીને રેહવા માંગુ છું…. એટલે મારે જવું છે… તું એમાં સમજી જા હું શું કેહવા માંગુ છુ….. પણ તું જઈશ ક્યાં શહેર માં તું નવી છે …અને ત્યાંજ સાગર કહે છે. . હેની ..એની રહેવાની વ્યવસ્થા કરી છે. અને સાગર રૂપાને કહે છે તું મારી સાથે ચાલ તને એ ઘર બતાવી દવ જ્યાં તારે રહેવાનું છે ..અને રૂપા સાગર સાથે એ ફ્લેટ માં આવે છે એ વૈભવી લાગતું ઘર અંદર બધીજ સુખ સગવડ વાળું ઘર ….અને એ ઘરની ચાવીરુપના હાથમાં આપતા સાગર કહે છે.રૂપા તે જે મારી માટે કર્યું છે તેના સામે તો આ કંઇજ નથી આજથી આ ઘર તારું છે…..અને તારી નોકરી પણ મેં એક સ્કૂલ માં કરાવી દીધી છે…એટલે કાલથી તું ત્યાં જોઈન્ટ કરી શકે છે….અને રૂપાની આંખમાંથી આશું આવી જાય છે…અને ભગવાન ને કહે છે હે ઇશ્ર્વર તે મારુ કેટલું બધુ ધ્યાન રાખ્યું છે….કે આજે મારા પોતાના કહેવાય એવા કોઈ સગા મારી સાથે નથી અને જેની જોડે મારે લોહીના સબંધ નથી એવા મારા મિત્રો મારા દર્દ ને સમજે છે…કદાચ એટલેજ દોસ્તી ને ભગવાનનું ..સ્વરૂપ ગણવામાં આવે છે…..

આજે રૂપા એક ઓરફન ચાઈલ્ડ સંસ્થા સાથે જોડાઈ કામ કરે છે …બાળકો સાથે ખુશ છે…અને. એ બધા બાળકો ને પોતાનાજ ગણે છે અને જયારે પણ ફ્રી પડે ત્યારે સાગર અને હેની પાસે વિવાન ને જોવા જાય છે.એ લોકો પણ જ્યાં બહાર ફરવા જાય ત્યાં રૂપાને સાથે લઇ જાય છે એટલે વિવાન સાથે રૂપાને ફાવે એટલે એ …માસી માસી કરતો રૂપા ની પાછળ પાછળ
ફરે અને હેની અને સાગર પોતાના દીકરાને રૂપા જોડે ખુશ જોઈ પોતે પણ ખુશ થાય છે…
આજની તારીખ માં પણ હેની રૂપા સાગર અને વિવાન એક પરિવારની જેમ જ રહે છે….આ પરિવાર એક દોસ્તી નો પરિવાર છે……..

સાચેજ નિખાલસ દોસ્તો મળવા એ પણ ભગવાનની મહેરબાની હોય તો …જ મળે..જો તમને પણ આવા મિત્રો મળ્યા હોય તો એને ભગવાનની કૃપા ગણજો કે એક મિત્ર ના રૂપમાં ખુદ ભગવાન તમારી સાથેજ છે જે દરેક વખતે તમને મદદ રૂપ થાય છે….માટે ક્યારેય પણ મન દુઃખ થાય તોય બધુજ જતું કરી મિત્રતા ને નિભાવી લેજો..

લેખક : નયના નરેશ પટેલ
આપના વિચારો કોમેન્ટમાં જણાવો.