બાળકો માટે આપવામાં આવતી 5 અવગણવા લાયક ખોટી સલાહો, ચાર્ટ વાંચવાનો ભૂલતા નહિ…

બાળકો માટે આપવામાં આવતી 5 અવગણવા લાયક ખોટી સલાહો

સલાહ ઓ મફતમાં મળતી હોય છે અને કેટલાક સંજોગોમાં તો તમારા પર જાણે સલાહનો વરસાદ વરસી પડે છે. જો તમે નવા માતાપિતા હોવ, તો તો તમને ખ્યાલ જ હશે કે લોકો કેટલા પ્રકારની સલાહો આપતા રહે છે. પણ લોકો ઘણીવાર ખોટી સલાહો પણ આપી દેતાં હોય છે જેને તમારે સદંતર અવગણવી જ જોઈએ.

આજના આ લેખમાં અમે તમને કેટલીક એ સલાહો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે ધ્યાન પર ન લેવી જોઈએ પણ અવગણવી જોઈએ.

સલાહ એ ફ્રીમાં મળતી બાબત છે માટે લોકો તમને અવારનવાર આપતા રહે છે. ચોક્કસ લોકોનો તેમાં કંઈ ખરાબ ઉદ્દેશ નથી હોતો. પણ તમારે હંમેશા તે સલાહ માનવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને ખોટી સલાહોને અવગણવી જોઈએ. આ અનુભવ તમને સૌથી વધારે ત્યારે થાય છે જ્યારે તમે નવા-નવા માતાપિતા બન્યા હોવ છો. કેટલીક વાર ડોક્ટરો પણ માતાપિતાની વધારે પડતી ચિંતાઓના કારણે વધારે પડતી દવાઓ લખી આપતા બચી નથી શકતા. પણ અહીં આજે કેટલીક એવી ખાસ નક્કામી સલાહોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને તમારે અવગણવી જોઈએ. શા માટે તે સલાહો નક્કામી છે તે વિષે અહીં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ તે વિષે.

1. તાવ એ જરા પણ સારી વાત નથી, અને તમારે તાવને ઉતારવો જ જોઈશે !હા, તાવ એ કોઈ જાતની બિમારીનું લક્ષણ હોઈ શકે છે, કેટલીકવાર તમને તાત્કાલિક સારવાર કે દવા પણ પુરા પાડવા પડે છે. અને માતાપિતા માટે તો આ એક દુઃસ્વપ્ન જેવું જ હોય છે. પણ શું તમને જ્યારથી ખ્યાલ આવે કે તમારા બાળકના શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધારે છે ત્યારથી તમારે ચિંતામાં પડવાની જરૂર છે ખરી ? તેનો સામનો કરો, તાવ એ કોઈ જાતના સંક્રમણ, કે પછી કોઈ જાતના વાયરસનો પ્રત્યાઘાત છે. મોટા ભાગના માતાપિતા એ નથી સમજતાં કે તાવ એ એક જાતનું સંરક્ષણાત્મક તંત્ર છે – મોટા ભાગના જીવાણુંઓ ઉચ્ચ તાપમાનમાં બચી નથી શકતા. પણ હવે તો જાણે લોકોને એવી ટેવ પડી ગઈ છે કે જરા પણ શરીરનું ટેમ્પ્રેચર વધે કે તરત જ તે માટેની દવા લઈ લેવી. આ માત્ર બિનજરૂરી જ નથી પણ સુરક્ષિત તેમજ બિનસુરક્ષિત દવાઓનો વારંવારનો ડોઝ બાળકને આપવો તે બાળક માટે જોખમી પણ છે. 100 ફેરનહિટ આસપાસનો તાવ બાળકને આવતો હોય પણ તે સંપૂર્ણ સામાન્ય હોય તો તેના પર વધારાનું ધ્યાન આપવાની જરૂર નથી. તે માટે તમારે ખુબ જ સામાન્ય પગલાં લેવાના છે, જેમ કે તેને વધારે કપડાં પહેરાવ્યા હોય તો તેના કપડાં ઓછા કરી દેવા તેનાથી પણ તેને આરામ રહેશે, જો તાવ વધારે હોય અને બાળક થાકેલું લાગતું હોય, તો તેને પેરાસિટામોલ (તાવ માટેની સૌથી સુરક્ષિત દવા) નો યોગ્ય ડોઝ આપવો જોઈએ. અને ત્યાર બાદ થોડી રાહ જોવી જોઈએ. દુર્ભાગ્યપૂર્ણ રીતે ઘણા બધા માતાપિતાઓ ત્યારે વધારે પડતાં ઘાંઘા થઈ જાય છે જ્યારે બાળકને માત્ર 15 જ મિનિટમાં તાવ ન ઉતરતો હોય. યાદ રાખો, તાપમાન નીચું આવતાં સમય લાગે છે. તમારે ચિંતા ત્યારે કરવી જોઈએ જ્યારે બાળકને તાવ સાથે આંચકી આવતી હોય. તમે આ લક્ષણ માટે કંઈ ખાસ નથી કરી શકતાં અને તે કંઈ એટલી નુકસાનકારક પણ નથી હોતી, જો કે તે માટે તમારે તમારા ડોક્ટર સાથે એકવાર વાત કરી લેવી જોઈ. જો તમારા બાળકને અચાનકથી ઉંચા તાપમાને તાવ આવતો હોય કોઈ પણ જાતના કારણ વગર (જેમ કે તેના નાકમાંથી પાણી વહેવું અથવા હળવી ઉધરસ) અને તે બિમાર લાગતો હોય, તો તમારે તરત જ ડોક્ટરની મદદ લેવી જોઈ. ટુંકમાં વાત જ્યારે તાવની હોય, ત્યારે તમારે એક જ દવાનો ઉપયોગ કરવો જોઈએ જે તમને કોઈ ડોક્ટર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં નહીં લખી આપે અને તે છે ધીરજ.

2. શરદી અને ઉધરસઃ ખોરાકને દોષી માનવો અને તેને અવગણવાતમારું બાળક વિવિધ જાતના વાયરસોને પોતાના તરફ આકર્ષે પણ છે અને તેનો વાહક પણ બને છે. તેની વિકસતી રોગ પ્રતિકારક ક્ષમતા તે દરેક પ્રકારના નવા વાયરસનો સામનો કરી રહી છે – ઠંડીની ઋતુમાં વધારે વસ્તીવાળા વિસ્તારમાં ફરવું, બાળ-વાડી કે શાળાના વર્ગમાં, લીફ્ટમાં રહેવું. તે જે દરેક નવી વ્યક્તિને મળે છે ત્યારે તેને દરેક વખતે નવું વાતાવરણ મળે છે, તેની રોગપ્રતિકારક ક્ષમતા સંવેદનશીલ બને છે અને તેને શરદી થવાની શક્યતા વધી જાય છે. અને આજ રીતે તેનું શરીર દરેક પ્રકારના વાયરસથી લડતાં શીખે છે. શરદી અને ઉધરસ (હળવા તાવ સાથે) તે હંમેશા કોઈક વાયરસના કારણે જ થાય છે. જો તમે એવું માનતા હોવ કે તમે આપેલા દૂધ, કેળા, ચોકલેટ્સ કે ગમે તે ખોરાકમાં તે છૂપાયેલા હોય છે અને માટે જ તેને શરદી થઈ છે તો તે સત્ય નથી ! શરદી – ઉધરસ માટે તમારે કોઈ પણ જાતના ખોરાકને બંધ કરવાની જરૂર નથી.

ડોક્ટર્સ હંમેશા માતાપિતાની આ ઠંડા- ગરમ ખાવાના ખોટા ખ્યાલને દૂર કરવાનો પ્રયાસ કરે છે. કફ ભરેલા નાક, બારણાના નોબને અડતાં હાથો અને છીંકવાથી જે વાયરસ ફેલાય છે તે બધાથી શરદી- ઉધરસ ફેલાય છે, તે કંઈ દૂધ કે ફળથી નથી ફેલાકા. એક વાત એ સમજી લો કે એવું કોઈ જ ફૂડ નથી જે કફ કે ગળફામાં ફેરવાતું હોય ! તમારું શરીર કફ અને ગળફો જંતુઓને ફસાવવા ઉત્પન્ન કરે છે અને તે રીતે તે તેની સામે લડે છે. તો તેમ જ રહેવા દો ! કટોરો ભરી ફળ ખાઓ અને દૂધ પીવો તેમાં ભરપુર સારપ સમાયેલી હોય છે.

3. તમારા બાળકને આખો ખોરાક આપવા માટે તમને ડાયેટ ચાર્ટની જરૂર છે.જો તમે તેવા લોકોમાંના હોવ કે જે હંમેશા ચાર્ટ કે પછી કોઈ જાતના ટાઇમટેબલ પર જ કામ કરતાં હોવ તો તમારે તમારા છ મહિનાના બાળક માટે આવા કોઈ જ ચાર્ટ કે પછી ટાઇમટેબલ સેટ કરવાની જરૂર નથી. એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે માતાપિતા નેટ પરથી ડાયેટચાર્ટ ડાઉનલોટ કરે છે અથવા તો તેમને કોઈના દ્વારા તેની સલાહ આપવામાં આવી હોય છે અને તેઓ ફ્રૂટ માર્કેટ કે પછી મોલમાં એવોકાડો કે પછી મિલ સિરિયલ અને નટ્સ શોધતા ફરતા હોય છે. માતા પિતા દરેક કલાક તેમજ મિનિટ પોતાના બાળક માટે યોગ્ય વસ્તુની શોધમાં રહે છે. જો તમે કોઈ ડાયેટ ચાર્ટને વળગી રહેશો તો તે તમારા બાળકના ખાવાના સમયને તાણવાળુ બનાવશે જે તેના માટે યોગ્ય નથી. તેનાથી તમારું બાળક યોગ્ય રીતે ખાઈ નહીં શકે અને સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડશે. તેમને કોઈ ચોક્કસ ખોરાક માટે ફોર્સ ન કરો તેને બેધ્યાન ન કરો કે તેને બીવડાવો નહીં. તેના કરતાં તમારા બાળક સાથે વાત કરો, તેની આંખમાં આંખ નાખી તેની સાથે તેની જમતી વખતે સંપર્કમાં રહો. તેના મિજાજ તેમજ તેના પાચન પ્રમાણે તેની સાથે વર્તો. તમારે એ કરવા જેવું છે કે તમારે તેની સાથે તેની પ્રકૃતિ તેમજ તેની તૈયારી સાથે કામ લેવાનું છે. તમારે ચાર્ટમાં દર્શાવેલી બાળકની ઉંમર તેની પોષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એક વિશાળ માર્ગદર્શીકાને અનુસરવાની છે.

ટીપઃ સીરીયલ્સ, વિવિધ જાતના કઠોળો એટલે કે દાળો, ઋતુ પ્રમાણેના ફળો અને શાકભાજીઓ તમારે ધીમે ધીમે તમારા બાળકને આપવાના શરૂ કરવાના છે. તમારે દિવસમાં કેટલીકવાર તેને ખવડાવવું પણ એ યાદ રાખવું કે તમારું બાળક તે માટે તૈયાર હોય. તેની ખુબ જ સુંવાળા વધારે પ્રવાહીવાળા ટેક્સચરથી શરૂઆત કરો અને ધીમે ધીમે તેને ઘટ્ટ બનાવતા જાઓ. જો તમને ખરેખર કોઈ સમસ્યા નડતી હોય તો તમારા ડોક્ટર સાથે વાત કરો.

4. નબળો ખોરાકઃ તમારે ખોરાક પચાવવાની તેમજ ભૂખ લગાડવા માટે દવાની જરૂર છેખોરાક પચાવવા માટેની કોઈ જ દવા નથી હોતી. તમારું બાળક યોગ્ય રીતે નિર્માણ પામ્યું છે, તે ખાશે ત્યારે તેનામાં પાચક રસો ઉત્પન્ન થવાના જ. તમે તેને જે ખવડાવશો તેનું પાચન તેનું શરીર ખુબ અસરકારકરીતે કરે છે. શું તેઓ ખાવામાં આનાકાની કરે છે ? શું બધા બાળકો ખવડાવતી વખતે એકાગ્ર હોય છે ? શું તેમને પરાણે ખાવું નથી ગમતું ? હા, હા અને હા ! જો તમને એવું લાગતું હોય કે તમારા બાળકને દિવસના કોઈ પણ સમયે ભૂખ નથી લાગતી તો જરા એકવાર તેની સામે ચોકલેટ મુકી જુઓ તે તરત જ તેના તરફ તરાપ મારશે ! માટે ભૂખ એ કંઈ સમસ્યા છે જ નહીં, સિવાય કે તમારું બાળક બિમાર હોય અથવા કોઈ બિમારીમાંથી ઉભું થતું હોય. પણ સમસ્યા સારા ખોરાકની ટેવની ખોટમાં સમાયેલી છે (જેમ કે કૌટુંબિક ભોજન, ફિંગર ફીડીંગ, બે જમણ વચ્ચે દૂધ કે નાશ્તો ન લેવા) નહીં કે ભૂખમાં. શું એવી કોઈ દવા છે જે ભૂખ લગાડતી હોય ? હા છે. એક આડ અસર તરીકે, સ્ટેરોઇડ પણ તમને સતત ભૂખ્યા રાખી શકે છે. જો તમે તેને આવી નુકસાનકારક વસ્તુ આપશો, તો પણ તે તમારી ખીચડી કરતાં વધારે તમારી ચોકલેટ માટે ભુખ્યું જોવા મળશે ! ઘણીવાર બાળકોને સાઇપ્રોહેપ્ટાડિન (એક એવું રસાયણ જે મોટે ભાગે એલર્જીઓને દૂર કરે છે, જે બાળકની ભુખ વધારવા માટે પણ વપરાય છે) વાળી દવા આપવામાં આવે છે. દેખીતી રીતે તો તે તમારા બાળકની ભુખ વધારે જ છે પણ તેની આડઅસર સ્વરૂપે તેને સતત ઉંઘ આવવી, બેભાન જેવું રહેવું અને લિવર ડિસ્ફંક્સન પણ થાય છે. માટે મૂળ વાત એ છે કેઃ કોઈ પણ જાતની દવા તેને ખાવા પ્રેરશે નહીં !

5. ટોપી, સ્વેટર અને કાનનીપટ્ટી પહેરવાથી બાળકથી જંતુઓ દૂર રહેશે“હું એને કહું છું કે તું તારી ટોપી પહેરી રાખ, પણ તે તેને કાઢી નાખે છે અને તેને શરદી થઈ જાય છે !” ઘણા માતાપિતાને તમે આવું કહેતાં સાંભળ્યા હશે. ઠંડું હવામાન ચોક્કસ વધારે શરદી અને ઉધરસ કરશે કારણ કે ઠંડા તાપમાનમાં વાયરસ વધારે ફેલાય છે, પણ ઠંડા પવનથી તેમને શરદી થતી નથી. બાળકોને તેઓ કમ્ફર્ટેબલ રહે તે રીતે કપડાં પહેરવા જોઈએ, જો કે તમે તેને રૂપાળા દેખાવા માટે પણ સ્ટાઇલિસ્ટ કપડાં પહેરાવી શકો છો પણ તેમને ચેપ લાગવાના ભયથી કપડાં ન પહેરાવો. તમારા બાળકે હજું નર્સરીમાં જવાનું શરૂ જ કર્યું છે અને તેને દર અઠવાડિયે શરદી થઈ જાય છે માત્ર તેટલા માટે જ તમારે તેને ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરાવવાની જરૂર નથી. તેવી જ રીતે જ્યારે તેમને તાવ આવતો હોય ત્યારે તેને અનુકુળ હળવા કપડાં પહેરાવવા જોઈએ. અનુકુળતા હંમેશા હોવી જોઈએ.
તમારા બાળકને તમારે શું ખવડાવવું જોઈ તે માટેનો એક મૂળભૂત ચાર્ટ

ઉંમર ટેક્ષચર દિવસમાં કેટલીવાર આપવું કેટલા પ્રમાણમાં આપવું

6-8 મહિના જાડું ખીર જેવું અથવા બરાબર મેશ કરેલુંઅવારનવાર સ્તનપાન કરાવવું 3થી 4 વખત 2થી 3 ચમચીથી શરૂઆત કરવી અને ધીમે ધીમે પ્રમાણ વધારવું
9થી 11 મહિના જીણું સમારેલું અથવા મેશ કરેલું 3થી ચાર વખત 250 એમએલ વાળો અરધો કપ
ફીંગર ફૂડ એટલે કે ગાજર-કાકડી વિગેરેનાં આંગળી જેટલાં લાંબાં ટુકડા ખાવા આપવા દિવસમાં 1થી બે વાર
1થી 2 વર્ષ કુટુંબના સભ્યો જે ખાતા હોય તે આપવું
સુધારેલું/મેશ્ડ ખોરાક 3થી ચાર વાર

1થી 2 વાર 250એમલનો પોણો કપ

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી