રોજ રાત્રે કરો એલચીનું સેવન થશે આટલા બધા ફાયદા…

રાતે ઊંઘતી વખતે એચલી ખાવાથી થશે અનિંદ્રાની સમસ્યા થશે દૂર

એલચીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે અને માઉથફ્રેશનર તરીકે કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવાથી તે ટેસ્ટી લાગે છે. પરંતુ આપણે એલચીનાં ફાયદા શું છે એ કદાચ નથી જાણતા . દરરોજ રાતે એલચી ખાવાથી અનેક ફાયદા થાય છે. અત્યારનાં સમયમાં અનિંદ્રાની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. તેવામાં જો તમે દરરોજ રાતે એલચીવાળું દુઘ પીવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. તે સિવાય યાદશક્તિ વધારવા માટે એલચી ખાવાથી ફાયદો થાય છે. આજે અમે તમને જણાવીશું રાતે એલચી ખાવાથી શું ફાયદા થાય છે. તેમજ જો હુંફાળા પાણીની સાથે એલચી ખાવામાં આવે તો તેનાથી ડબલ ફાયદા થાય છે.

આયુર્વેદ અનુસાર, એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાની એલચી કફ, ઉધરસ, અસ્થમા, બવાસીર અને યૂરિનમાં થતી બળતરામાંથી છૂટકારો આપાવે છે. હાર્ટને હેલ્ધી રાખે છે. માનિસક તણાવ, ઉલ્ટી જેવી સમસ્યાને પણ દૂર કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી સુગંધિત કરે છે અને પથરીને પણ જડમૂળથી મટાડે છે. રાતનાસૂતા પહેલા એક એલચીને ગરમ પાણીની સાથે ખાવાથી ઘણા ફાયદા થાય છે.

પેટની ચરબી ઘટાડે છે
જો તમારું પેટ પર ચરબી વધી ગઈ હોય અને પેટ બહાર આવી ગયું હોય તો દરરોજ રાતે બે અલચીખઈને હુંફાળુ પાણી પીવું તેનાથી પેટ પરની ચરબી ઓછી થઈ જશે. એલચીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને વિટામિન C બોડીના એક્સ્ટ્રા ફેટને ઓગાળી દે છે. તેમજ તેમાં રહેલા ફાઇબર અને કેલ્શિયમ વજન પણ કંટ્રોલ કરે છે. તેથી રાતે એલચી ખાયને ગરમ પાણી પીવું.

વાળ ખરવાની અને ખીલની સમસ્યાથી અપાવે છે છૂટકારો
દરરોજ રાતે 2 એલચી ખાયને પાણી પીવાથી વાળ મજબૂત થાય છે. વાળનો ગ્રોથ વધે છે અને વાળ ખરતા અટકે છે. તેમજ વાળ એકદમ કાળા થઈ જાય છે. તેમજ તેનાથી ડેન્ડ્રફ પણ દૂર થાય છે. અને વાળ એકદમ સ્મૂથ અને સ્લિકી થઈ જાય છે. તેમજ ખીલ થયા હોય ત્યારે દરરોજ એક એલચી ખાવાથી ખીલ ગાયબ થઇ જાય છે.

સ્પર્મ કાઉન્ટ વધે છે

જો તમારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે તો આ નુસખો તેના માટે પણ કારગર છે. એલચી ખાયને ઉપરથી ગરમ પાણી પીવાથી સ્પર્મ કાઉન્ટ વધી જાય છે.

બ્લડ સર્ક્યુલેશન માટે

બ્લડ સર્ક્યુલેશનને સુધારવા માટે દરરોજ બે એલચી ખઈને પાણી પીવું. જો તમે 2 એલચી ખાયને એક ગ્લાસ ગરમ પાણી પી લો છો તો બ્લડ સર્ક્યુલેશન ઠીક થવા લાગે છે સાથે જ બ્લડ પ્યુરીફાય પણ થઈ જાય છે, જેનાથી તમારી સ્કિન પણ સારી થઈ જાય છે.

ડાઇજેશન માટે

જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમારું ડાઇજેશન સિસ્ટમ સ્ટ્રોન્ગ થઈ જાય છે. તેનાથી આંતરડા અને કિડનીની સફાઈ થાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે. જો તમને અનિંદ્રાની બીમારી હોય તો છે તો એલચી ખાવાથી ઘણો ફાયદો થશે.

દરરોજ રાતે એલચી ખાવાથી ઊંઘ સારી આવશે અને અનિદ્રાનીબીમારીમાંથીછૂટકારો મળશે. એલચીનો બીજો ફાયદો એ છે કે તે શરદીમાં ઘણી ઉપયોગમાં આવે છે. શરદી અને ઉધરસ થઈ હોય તો એલચી ખાવાથી શરદી-ઉઘરસમાં રાહત મળે છે. ખરાબ થયેલા ગળાને પણ રાહત આપે છે. પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે. યૌન શક્તિમાં પણ વધારો કરે છે. તેમજ હંમેશા લોકો મહેમાનને જમ્યા બાદ એલચી આપે છે. કેમ કે, તેમાં કુદરતી પોષત તત્વો હોય છે. જે જમવાનુપચાવવામાં મદદ કરે છે. જે ગળા અને પેટમાંનીબળતરાને દુર કરે છે. એલચીથી એસીડીટીમાં પણ રાહત આપે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી