જાણો શા માટે આદિત્ય નારાયણે પોતાના ઈન્ડિયન આઈડોલના હોસ્ટિંગને લઈને લીધો મોટો નિર્ણય

સિંગર અને ઈંડિયન આઈડલના હોસ્ટ આદિત્ય નારાયણે એક મોટો નિર્ણય લીધો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે. આ ઘોષણાથી તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આદિત્ય નારાયણે નક્કી કર્યું છે કે તે વર્ષ 2022 પછી હોસ્ટિંગ કરશે નહીં. એટલે કે હોસ્ટ તરીકે તેમનું આ છેલ્લું વર્ષ છે. આદિત્ય નારાયણ અત્યાર સુધીમાં 12 રિયાલિટી શો હોસ્ટ કરી ચુક્યો છે. હાલમાં તે ઈંડિયન આઈડલ 12ને હોસ્ટ કરે છે.

image soucre

આદિત્ય નારાયણે હોસ્ટિંગ છોડવાના આ નિર્ણય અંગે કહ્યું હતું કે તેને લાગે છે કે હવે જવાબદારીઓ લેવાનો સમય આવી ગયો અને એટલે જ આગળ વધવું જરૂરી છે. આદિત્યના મતે ટીવી પર એક હોસ્ટ તરીકે વર્ષ 2022 તેનું છેલ્લું વર્ષ હશે. ત્યારબાદ તે ક્યારેય કોઈ શો હોસ્ટ કરશે નહીં. હવે તે કંઈક મોટું કરવાનું પ્લાન કરી રહ્યો છે.

આદિત્યએ વધુમાં ઉમેર્યું હતું કે તેના કેટલાક કોન્ટ્રાક્ટ છે જે આવનારા સમયમાં પૂર્ણ થઈ જશે. ટીવી ઈંડસ્ટ્રી અંગે તેણે કહ્યું હતું કે તેના આ ઈંડસ્ટ્રી સાથે સારા સંબંધો છે તેથી આ સમયે આ ઈંડસ્ટ્રી છોડવા પર તેને એમ લાગે છે કે તેણે મજધારમાં કોઈ જહાજને છોડ્યું છે. જ્યારે આદિત્યને પુછવામાં આવ્યું કે તે આગળ શું કરશે ત્યારે તેણે જણાવ્યું હતું કે, આવતા વર્ષથી ટીવીમાંથી બ્રેક લેવાનો છે. એક સાથે ઘણું બધું કરવું થકાવી દે છે. હવે આમ પણ આગળ વધવાનો સમય આવી ગયો છે.

image source

આદિત્યે તેની વાતચીતમાં ટીવી ઈંડસ્ટ્રીનો આભાર માન્યો હતો કારણ કે તે 15 વર્ષથી અહીં કાર્યરત છે અને સફળ પણ રહ્યો છે. તેણે ઉમેર્યું હતું કે તેણે ખૂબ નાની ઉંમરથી ટીવી પર કામ શરુ કર્યું હતું. જ્યારે આવતા વર્ષે ટીવી છોડી દઈશ તો હું બાપ બની ચુક્યો હોઈશ. ટીવીએ તેને નામ, પ્રખ્યાતિ અને સફળાતા આપી હતી તેમ પણ તેણે જણાવ્યું હતું.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે હવે આ વાતની સત્તાવાર જાહેરાત બાદ આદિત્ય નારાયણ તેના અધુરા કોન્ટ્રાક્ટ પુર્ણ કરશે અને ત્યારબાદ હોસ્ટિંગ છોડી દેશે. આદિત્યએ આ વાત સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ટીવીમાં કામ કરી તે સફળ અને સમૃદ્ધ થયો છે તે ઘર, કાર બધું ખરીદી શક્યો છે.

image soucre

આદિત્ય નારાયણે સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર હોસ્ટિંગ છોડી રહ્યો છે તે ટીવી પર કોઈ શોમાં જજ બનવા કે ગેમ શોમાં ભાગ લેવા માટે તૈયાર છે. ટીવી પર હોસ્ટ તરીકે તે જોવા મળશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong