પોતાના દીકરાને કહ્યો પોતાનો ગુરુ, અભિનેત્રી અદિતિ મલિકે આ રીતે આપી ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ

એક્ટ્રેસ અદિતિ મલિકે 29 એપ્રિલે એક ક્યૂટ દીકરાને જન્મ આપ્યો છે અને મોહિત મલિક અને અદિતિ માલિકના ઘરે લગ્નના 9 વર્ષ પછી બાળકની કિલકારીઓ ગુંજી છે.

image soucre

થોડા થોડા દિવસે મોહિત મલિક અને અદિતિ મલિક પોતાના દીકરાના ક્યૂટ ફોટા શેર કરતા રહે છે અને હવે ગુરૂ પૂર્ણિમાના અવસર પર અદિતિ મલિકે દીકરા ઈકબીર સાથે એક ક્યૂટ ફોટો શેર કરી હૃદયને સ્પર્શી જાય એવું કેપ્સન પણ લખ્યું છે.

image socure

અદિતિ મલિકે લખ્યું છે કે કહેવાય છે કે જ્યારે શિષ્ય તૈયાર થઈ જાય છે તો ગુરુ આપોઆપ પ્રગટ થઈ જાય છે. મારા માટે તો આ માતૃત્વની સફર જ મારા સૌથી મોટા ગુરુ રહી છે. જે દિવસથી મને એ ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું અને એક જિંદગીને જન્મ આપવાની છું ત્યારથી લઈને આજ સુધી જ્યારે હું નાનકડા બાળકની દેખભાળ કરું છું, દરેક અવસ્થાએ ખરેખર મને ઘણું શીખવ્યું છે. ધૈર્ય, પોષણ, તાકાત, મલ્ટીટાસકિંગ, સરળતા અને એક નવો દ્રષ્ટિકોણ બધો શ્રેય મારા ટીચરને જાય છે માતૃત્વના આ સુંદર સફર માટે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shirwaikar Malik (@additemalik)

પોસ્ટના અંતમાં અદિતિ મલિકે હેશટેગમાં ગુરુ પૂર્ણિમા લખ્યું છે આ ફોટામાં અદિતિ મલિક જેવી રીતે પોતાના દીકરાને લોરી સંભળાવી રહી છે. આ ફોટા પર ઘણા બધા લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે અને લોકો એમના વખાણ પણ કરી રહ્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે અદિતિ મલિક અને મોહિત માલિકની મુલાકાત પહેલીવાર ટીવી શો બનું મેં તેરી દુલહનનાં સેટ પર થઈ હતી. આ શો દરમિયાન જ બન્નેની દોસ્તી થઈ અને દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. એમને વર્ષ 2010માં એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કરી લીધા હતા. તો લગ્નના લગભગ 11 વર્ષ પછી બન્ને પહેલીવાર માતા પિતા બન્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે અદિતિ મલિક અને મોહિત મલિકે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને પોતાના દીકરાના નામ પરથી પડદો હટાવ્યો હતો. કપલે પોતાના બાળકનું નામ ઈકબીર રાખ્યું છે.

image soucre

એ સાથે જ અદિતિ મલિકે એ પણ જણાવ્યું હતું કે એમના દીકરાના નામના ઘણા બધા અર્થ છે. વિડીયો શેર કરતા અદિતિ મલિકે કેપ્સનમાં લખ્યું કે આખરે શુ નામ છે? તું બહાદુર છે, તું પોઝિટિવ છે, તું તાકતવર છે. અમારા બધાની પ્રાર્થનાઓ સફળ થઈ અમારા ઈકબીર “we ❤️you”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong