જલ્સા કરોને જેંતીલાલ

અધૂરો પ્રેમ… – લગ્નના આટલા વર્ષો પછી મળે છે પ્રેમીનો પત્ર અને સાથે મળે છે આમંત્રણ પણ…

આ વાત છે મીરા અને આકાશ ની….મીરા પોતાના રૂટિન કામકાજ પતાવી સોફા પર આડી પડી….. મીરા જેને લગ્નના ત્રણ વર્ષ પૂર્ણ થયાં છે .. સુંદર ખનક નામની એક દિકરી પણ છે…. રવિ જે મીરા નો પતિ છે… એમ તો મીરા પોતાના ઘર સંસાર માં ખુશ છે… પણ કહેવાય છે ને લગ્ન સંબંધ માં એક પત્ની ના કહ્યા પેહલા પતિ સમજી જાય તેવી અંડરસ્ટેન્ડિંગ નો અભાવ જોવા મળતો…. છતાં મીરા ખુશ હતી… ઘર સંસાર શાંતિ થી ચાલતો…. મીરા ઘર ના બધા જ કામ પોતાની જાતે કરતી.. ઘર ના બહાર ના કામ પણ મીરા પોતાની જાતે જ કરતી… એક દિવસ લાઈટ બિલ ભરી ને મીરા ઘરે પાછી ફરી….

image source

પાણી પીને આરામ થી સોફા પર આડી પડી…. એટલા માં જ ડોરબેલ વાગ્યો. . રવિ પણ જોબ જઈ ચુક્યો હતો અને ખનક પણ સ્કૂલે હતી .. કોણ હશે અત્યારે એમ વિચારી મીરા એ દરવાજો ખોલ્યો… પોસ્ટમેન હાથ માં પાર્સલ લઇ ને ઉભો હતો… મિસિસિ મીરા પટેલ તમે જ છો??? લો આ તમારું પાર્સલ.. અને અહીં સહી કરી દયો… મીરાં એ પાર્સલ લીધું અને દરવાજો બંધ કર્યો…. મીરા થોડી અસમંજસ માં હતી કે ના તો રવિ એ ના તો અને કઈ ઓનલાઇન મંગાવ્યું છે.. તો પછી આ કોને મોકલયુ અને એ પણ મારાં નામે??? મીરા ફટાફટ સોફા પર બેઠી અને અને પાર્સલ ખોલ્યું…. પાર્સલ માં તેના ફેવરિટ પિન્ક રોઝીસ હતા… અને સાથે એક લેટર પણ…મીરા એ લેટર ખોલ્યું અને વાંચવાનું સ્ટાર્ટ કર્યું….

image source

ડીઅર મીરા, હું આકાશ..આકાશ નામ વાંચતા જ મીરા બધું સમજી ગઈ…. મીરા મેં તને આજે એક્ઝટ 9વર્ષ 45 દિવસ અને 35 મિનિટ બાદ જોઈ…એ જ ચેહરા ની માસુ મિયત એજ ક્યુટ ચેહરો અને એ જ ગાલ પર નું ખંજન.. જેમાં હું સતત ડૂબેલો રહેતો… મીરા આજે મેં તને લાઈટ બિલ ભરવાની ઓફિસ માં જોઈ… જ્યાં હું જોબ કરું છું… બે મહિના થયા.. તને જોઈ ને વહી ગયેલું બધું જ માનસ પટ પર છવાય ગયું…. અને મારાથી રડી પડાયું… તારા ગયા બાદ ફટાફટ મેં કમ્પ્યુટર માંથી તારા ઘર ના એડ્રેસ ની ડિટેઇલ કાઢી…

image source

અને તને પાર્સલ મોકલાવ્યું… મીરા 9વર્ષ પેહલા તો આપડે છેલ્લે છેલ્લે ના મળી શક્યા.. પરંતુ આ વખતે નઈ.. મારે તને એક વાર મળવું છે… ફક્ત એક વાર… હું જાણું છું કે તારા લગ્ન થઈ ગયા છે અને એક દિકરી પણ છે… બસ એક છેલ્લી વાર તને પેટ ભરી ને જોવા માંગુ છું…. આશા રાખું છું કે મેં મોકલેલેએ આ અડ્રેસ પર તું જરૂર આવીશ.. ફક્ત તારીજ યાદો ની સહારે જીવન જીવતો આકાશ….. લેટર વાચી ને મીરા થી રડી પડાયું. અને વીતેલો સમય માનસ પટ પર છવાય ગયો …… મીરા અને આકાશ 5માં ધોરણ થી એક જ ક્લાસ માં ભણતા …

image source

જોડે ભણતા ભણતા કયારે એક બીજા ને પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી…. ભણતર બાદ બંને જને ઘર માં પોતાના સંબંધ વિશે વાત કરી… બંને ના ઘરે વાવાજોડું આવ્યું હોય એમ સન્નાટો છાઈ ગયો… અને વળતો ઘસી ને ના જવાબ મળ્યો…. કાસ્ટ પ્રોબ્લેમ બન્ને ના ઘર ને નડ્યો…. અને વાત ત્યાં જ પુરી થઈ ગઈ… એકબીજા ને છોડતાં પેહલા બને જણે એક છેલ્લી વાર મળવા નું વિચાર્યું… આકાશ અને મીરા એ પોતાની ફેવરિટ જગ્યા પર મળવાનું વિચાર્યું…. મીરા તે જગ્યા એ આવી ગઈ હતી…. કલાક થઈ ગયો છતા આકાશ હજુ આવ્યો નહિ આથી મીરા ખૂબ આતુર તા થી રાહ જોઈ રહી હતી… 2 કલાક રાહ જોયા બાદ પણ આકાશ ના આવતા મીરા સમજી ગઈ કે ચોક્કસ ઘરે થી બધા એ આકાશ ને રોક્યો હશે…દુઃખી થઈ ને બસ આપડો સાથ એટલો જ હતો આકાશ એમ બોલી ને રડી ને મીરા ઘરે પોહચે છે….

image source

મીરા ના પાપા ની ટ્રાંસફર ભાવનગર થઈ હોવાથી સૌ ત્યાં ચાલ્યા જાય છે… મીરા ના પણ ધામધૂમ થી લગ્ન થાય છે….. મીરા ભૂતકાળ નું બધું જ ભુલી ને એક નવા સફર ની શરૂવાત કરે છે…. પરંતુ આજે 9વર્ષ બાદ પોતાના સાચા અને પેહલા પ્રેમ ના એમ અચાનક આવવાથી તે ખુશ ની સાથે થોડી ચિંતિત પણ છે… પોતે કેવી રીતે આકાશ ને મળશે??? રવિ ને ખબર પડશે તો ??? મીરા એ વિચાર્યું કે ફક્ત એક વાર આકાશ ને મળવું છે… આ થી મીરા એ આવતી કાલે બપોરે 2 વાગ્યે આકાશ એ કહેલી જગ્યા એ મળશે જ …. તે મનોમન નક્કી કર્યું….બીજે દિવસે મીરા રવિ અને ખનક ના ગયા બાદ ફટાફટ પોતાનું કામ પતાવ્યું…. અને આકાશ ના ફેવરિટ કલર બ્લુ કુર્તો પેહર્યો…

image source

ચાંદ જેવા રૂપ પર આ બ્લુ કલર ના કુર્તા માં મીરા બેહદ સુંદર લાગી રહી હતી… તૈયાર થઈ મીરા આકાશ એ કહેલા અડ્રેસ પર પોહચી…. આજે 9 વર્ષ બાદ પોતાના સાચા, નિસ્વાર્થ પેહલા પ્રેમ આકાશ ને મળવા માટે મીરા ખૂબ જ ઉત્સાહી હતી … આકાશ પણ એક કલાક થી મીરા ની રાહ જોઈ ને બેઠો હતો…. ફેમિલી નું કોઇ પણ વ્યક્તિ મીરા ને જોઈ ના જાય અને મીરા ના લગ્ન સંસાર માં કોઇ પણ અડચણ ના આવે તે માટે આકાશ એ મીરા ને એક હોટેલ નું અડ્રેસ્સ આપ્યું હતું… જે મીરા ના ઘર થી દૂર હતી…. એટલા માં જ મીરા એ રૂમ નો ડોરબેલ વગાડ્યો……

image source

આકાશ એ રૂમ નો દરવાજો ખોલ્યો અને મીરા અંદર પ્રવેશી…. પેહલા તો બંને જણ એકબીજા ને 9વર્ષ બાદ જોતા કઈ બોલાયું જ નહિ .. અને એકબીજા ને બાજી ને ખૂબ રડ્યા….. એકબીજા ની વચ્ચે થી હવા પણ ન જઈ શકે એમ એકબીજા ને 15 મિનિટ સુધી એક જ સ્તિથી માં ઉભા રહ્યા… 15 મિનિટ બાદ બન્ને જણે એકબીજા ના હાલ ચાલ પૂછ્યા .. અને શાંતિ થી બેઠા…. મીરા પણ આકાશ માટે પોતાના હાથે બનાવેલો શિરો જે આકાશ ને ખૂબ ભાવતો…. તે પોતાના હાથે થી આકાશ ને ખવડાવ્યો….

image source

આકાશ એ પણ મીરા ને પોતાના હાથે શિરો ખવડાવ્યો….. ત્યાર બાદ બન્ને જણે વાતો ની સફર ચાલુ કરી પૂરો એક કલાક માં આટલા વર્ષો ની વાતો એક બીજા ને કહી …. આકાશ એ હજુ પણ લગ્ન કર્યા ના હતા…. મીરા એ તેનું કારણ પૂછતાં આકાશ એ જવાબ આપ્યો… મીરા પ્રેમ તો મેં એક વાર કરી લીધો… તારા સિવાય બીજા ને પ્રેમ કરી લગ્ન કરવાની હિંમત મારાં માં ન હતી… આથી તારા યાદો જે સહારે જ જીવન જીવાતું જાય છે…. મને ખબર હતી મીરા આપડે એક દિવસ ચોક્કસ થી મળીશુ….. મીરા એ પણ પોતાના ઘર સંસાર રવિ ખનક વિશે જણાવ્યું….. આકાશ ને પણ તેનાથી કોઇ જ વાંધો ન હોય એમ મીરા ખુશ છે તે જોઈ ને પોતે પણ ખુશ થયો….

આકાશ ખૂબ મેચ્યોર હતો.. તે મીરા ને વારંવાર મળી ને તેનો બન્યું બનાવેલ ઘર તોડવા માંગતો ન હતો આથી ફક્ત છેલ્લી વાર પોતાના હાથે થી મીરા ને સિંદૂર અને મંગલ સૂત્ર પહેરવા માંગતો હતો… મીરા એ પણ હા પડતા આકાશ એ ખૂબ પ્રેમ થી મીરા ની માંગ ભરી… અને રડી ને પોતાના બાહપોશ માં જકડી લીધી… આકાશ એ પ્રેમ ભર્યું મીરા ને ચુંબન કર્યું…. અને પોતાની રોમેન્ટિક પળ ખૂબ જ પ્રેમ થી વિતાવી… બંને ની વચ્ચે થી હવા સરખી પણ ન જાય એમ એક બીજાની બાહપોશ માં લગભગ બે કલાક વિતાવ્યા…… ખનક નો અવાવનો સમય થઈ ગયો હોવાથી મીરાં એ પોતાને હવે ઘરે જવાની પરવાનગી માંગી…. આકાશ એ પણ મીરાં ને આવે કયારેય નઈ મળે… તેના થી ખૂબ દૂર ચાલ્યો જશે.

image source

તે અંગે મીરાં ને જણાવ્યું… જતા જતા આકાશ એ મીરા ની યાદગીરી માટે પોતાનો એક વાળ આપવાનું કહ્યું… મીરાં એ પણ કોઇ પણ વિચાર કર્યા વગર પોતાનો એક વાળ તોડી ને આકાશ ને આપ્યો…. પોતે એ વાળ હંમેશા શર્ટ ન ઉપર ના ખીસાં માં રાખશે… તેના દિલ ની નજીક… તે હંમેશા તારો એહસાસ કરાવશે… એમ બોલતા આકાશ અને મીરાં બન્ને થી રડી પડાયું…. અને ખૂબ ભારે હૃદયે બન્ને છુટા પડ્યા….. મીરાં પણ આકાશ ને મળી ને જાણે જિંદગી માં હવે કાંઈજ ન પામવાની લાગણી અનુભવતી હતી…..

image source

આકાશ અને મીરાં પાછા પોત પોતાના જીવન માં વ્યસ્ત થઈ ગયા… લગભગ 6 મહિના બાદ ફરી એક વાર ડોરબેલ વાગ્યો ને પોસ્ટમેન કાકા હતા… એવું જ પાર્સલ અને એ જ રોસિસ…. મીરાં સમજી ગઈ…આકાશ ની ટ્રાન્સફર બીજા સ્ટેટ માં થઈ ગઈ છે… એક છેલ્લી વાર આકાશ ને જોવા રેલવે સ્ટેશન જોવા મીરાં રેડી થઈ ને રેલવે સ્ટેશન જવા નીકળી… અને રસ્તા માં તેની રીક્ષા નો ભયાનક રીતે અકસ્માત થયો અને મીરાં મૃત્યુ પામી…. આકાશ ને એ સમાચાર મળતા જ ખૂબ આઘાત લાગ્યો અને પોતાના મગજ નું સંતુલન ખોઈ બેઠો….. હજુ પણ આ ગાંડો બની ચુકેલો આકાશ પોતાની મીરાં ની અવાવની રાહ જોઈ રહ્યો છે……. અને સૌ કોઇ ને મારી મીરાં કયારે આવશે… કયારે આવશે તે પૂછ્યા કરે છે…….. પોતાના ઘરવાળા ઓ એ ઘરે લઇ જવા છત્તા પણ આકાશ તે જ જગ્યા એ મીરાં ના આવવા ની રાહ જોઈ ને બેઠો છે…… કયારે આવશે મીરાં??????????

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version