અધિકારીએ હોસ્પીટલની તપાસ કરી અનોખી રીતે, પ્રેરણા લેવા જેવી વાત…

પુત્રની માતા તેની સારવાર કરાવવા માટે બધું જ છોડીને પહોંચી સરકારી હોસ્પીટલ… શહેરના ડી.એમ.ની પત્ની છે જાણીને સૌને થયું આશ્ચર્ય… અધિકારીએ હોસ્પીટલની તપાસ કરી અનોખી રીતે, પ્રેરણા લેવા જેવી વાત…

એક શુક્રવારની સાંજે એક મહિલા તેના બીમાર બાળકને લઈને સરકારી હોસ્પીટલમાં લઈ જાય છે. તેને ત્યાં કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઊભવું પડે છે અને જ્યારે વારો આવે ત્યારે સ્પેસિયાલીસ્ટ ડોક્ટર તેમની કેબિનમાં જ ન હોય અને એ ડોક્ટર કેબિનમાં જ રાહ જોતી મહિલાને જૂએ ત્યારે સીધો ઠપકો આપે કે બહાર બેસીને રાહ જોવી જોઈતી હતી. આ બધી જ પ્રક્રિયા એક સામાન્ય મધ્યમ વર્ગની મહિલાઓને ભોગવવી જ પડતી હોય છે. અહીં નોંધનીય છે કે કોઈપણ માતાપિતા હોય અને બાળક બીમાર હોય તો ભલભલી સારામાં સારી હોસ્પીટલમાં બતાવવા જતાં હોય છે. અને આપણે ત્યાં એવી માન્યતા છે કે સરકારી દવાખાનામાં ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવારની સારવાર કરાવવા જતા નથી. અહીં એક જુદું જ ઉદાહર જોઈએ…

નૈનીતાલના ડી.એમ. સાવંત બંસલના પત્ની ગત શુક્રવારે પુત્રની સારવાર માટે પોતાનો ઉચ્ચ અધિકારીની પત્ની હોવાનો રૂવાબ મૂકીને બી.ડી. પાંડે જીલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા, અને સરકારી આરોગ્ય સંસ્થામાં અપાતી સુવિધાઓના તથ્ય જાણીને ખૂબ આશ્ચર્ય પામ્યા હતા. સૌ પ્રથમ તો તેમને પોતાના બાળકને બતાવવા માટે ફોર્મ ભરવા માટે લગભગ અડધો કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું અને પછી એક પેડિયાસ્ટીકને બતાવ્યા બાદ વધુ ચકાસણી કરવા અન્ય નિષ્ણાંત ડૉક્ટરને બતાવવા માટે તેમની રાહ જોવી પડી. જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે, તેના બાળક સાથે રૂમમાં બેઠેલા આ સ્ત્રી ચિંતાતુર થઈ ગયા હતા. જેથી તેઓ ત્યાં જ એમની કેબિનમાં જ બેસી રહ્યાં. જ્યારે ડોક્ટર આવ્યા અને અજાણી મહિલાને તેમની કેબિનમાં જોઈ તો ભડકી ઊઠ્યા અને રાહ જોવા માટે બહાર બેસાડી રાખ્યા.

આ આખી વિગત તેમણે પતિને કહી ત્યારે ઉચ્ચ અધિકારીએ સઘન તપાસ કરવા માટેની તજવીજ શરૂ કરી હતી. ડિ.એમ.એ કહ્યું કે આખી વ્યવસ્થાની સુધારણા કરવા માટે કડક તપાસ થશે અને જલ્દી જ અમલીકરણ કરવા યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. જો આમાં ડોક્ટર્સની બેજવાબદારી હશે તો તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ સાવિન બંસાલ શુક્રવારે ચોરગલિઆની મુલાકાતે આવ્યા હતા સાથે તેમનો પુત્ર અને પત્ની સુરભી બંસલ પણ હતાં. હોસ્પીટલમાં અસુવિધાઓ વ્યાપેલી જોઈ તો પતિ સાથે આવેલ શ્રીમતી બંસલ પણ તેમની સાથે હોસ્પીટલની અંદર પહોંચી ગયાં અને બંને એ પોતાની ખરી ઓળખ આપ્યા વિના જ એક સામાન્ય દંપતીની જેમ દીકરાને બતાવવા માટેની બધી જ કાર્યવાહી કરી. જો પોતાનો પરિચય આપત તો આખો મામલો ઊંધો થઈ જાત અને હોસ્પીટલનો આખો સ્ટાફ તેમની સરભરામાં લાગી જાત પરંતુ તેમણે એવું ન કરીને કંઈક જુદો જ રસ્તો અપનાવ્યો.

અડધા કલાક બાદ ફોર્મ ભરીને વારો આવતાં તેમણે બાળકને ડૉ. એમ. એસ. રાવતને કે જેઓ જે તે હોસ્પીટલના બાળરોગ નિષ્ણાંત છે તેમને બતાવ્યું. રાવતને બતાવ્યા પછી, સુરભી બંસલ બીજા નિષ્ણાત ડૉક્ટર પાસે ગયા, તે ડોક્ટર તેમના રૂમમાં નહોતા. તેણે ડૉક્ટરની રાહ એજ ઓરડામાં જોવા ત્યાં જ બેસી રહ્યાં. થોડા સમય પછી ડૉક્ટર પહોંચ્યા, રૂમની અંદર કોઈ સ્ત્રીને બેઠેલ જોઈને કહ્યું કે જ્યારે ડૉક્ટર રૂમમાં ન હોત, ત્યારે તેણે બહાર બેસીને રાહ જોવી જોઈએ.

આ સિવાય પણ ડિ.એમની પત્નીને અન્ય અસુવિધાઓ પણ સહન કરવી પડી હતી. જ્યારે તેઓ પાછાં વળવા લાગ્યાં ત્યારે સરકારી ગાડી તેમને લેવા માટે આવી પહોંચી ત્યારે સૌને હકીકતની ખબર પડી. વાસ્તવિકતા જાણીને બધાં આશ્ચર્યચકિત થઈ ગયાં હતા અને લોકોમાં ખળભળી મચી ગઈ હતી. ડી.એમ. બંસલે તેમની આ હોસ્પીટલની મુલાકાત અંગે જણાવ્યું હતું કે આ તેમના બાળક માટેની સામાન્ય તપાસ જ હતી. તેઓ અહીં એક રૂટિન ચેકઅપ માટે જ આવ્યા હતા. જેના કારણે હોસ્પીટલની વ્યવસ્થાનો પણ સહજ રીતે તપાસ થઈ ગઈ.

દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં તેમની સારવારનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. ડોકટરોની ગેરહાજરી વિશે પણ કાયમ ફરિયાદ રહેતી હોય છે. આ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કડક પગલા લેવામાં આવશે અને ડોક્ટર્સ સાથે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે, આવી ઘટનાઓ પ્રસાશન માટે નિરાશાજનક છે. ડી.એમ. જણાવે છે કે ડોક્ટરોને દર્દીઓ સાથે આદર સહ કેવીરીતે વર્તવું તે અંગે કાઉન્સેલિંગની પણ જરૂર છે. આ માટે, સમય-સમય પર પરામર્શ પણ ગોઠવવામાં આવશે. ઉચ્ચ અધિકારીની આ તપાસ પદ્ધતિ ખરેખર સરાહનીય છે. આ રીતે જો અન્ય અધિકારીઓ પણ પોતાની જવાબદારી સમજીને સરકારી કે ખાનગી સંસ્થાઓની તપાસ કરતા રહે તો ઘણી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જઈ શકે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ